જુજ જળાશય યોજના

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

જુજ જળાશય યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જૂજ ગામ ખાતે કાવેરી નદી કે જે અંબિકા નદીની સહાયક નદીઓ પૈકીની એક[૧] છે, તેના પર નિર્મિત એક બંધ (ડેમ) છે. આ યોજનાનો હેતુ સિંચાઈ અને પૂર નિયંત્રણનો છે. આ બંધની ઉપરવાસમાં આવેલ સ્ત્રાવ વિસ્તાર ૪૨.૯૯ ચોરસ કિલોમીટર જેટલો છે, જ્યાં વાર્ષિક સરેરાશ ૧૯૭૦ મીલીમીટર જેટલો વરસાદ પડે છે. આ બંધનું બાંધકામ ૧૯૮૧ના વર્ષમાં શરુ કરવામાં આવ્યું હતું, જે વર્ષ ૧૯૮૮ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું[૨].

આ બંધનો પ્રકાર રોલ્ડ ફ્રીલ્ડ ઝોન છે, જેના આધાર ખડક એમીગ્ડેલોઇડલ પોરફીરીટીક બેસાલ્ટ પ્રકારના છે. આ બંધની પાયાના તળીયેથી મહતમ ઊંચાઇ ૪૫.૪૬ મીટર જેટલી અને બંધની મહત્તમ લંબાઇ ૮૮૦.૦૦ મીટર જેટલી છે. આ બંધ વડે નિર્મિત જળાશય ૩.૫૬ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે અને તેની એકંદર સંગ્રહ ક્ષમતા ૨૮.૬૫ લાખ ધન મીટર તેમ જ વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૨૭.૫૮ મિલિયન ધન મીટર જેટલી છે. આ જળાશયમાંથી માત્ર જમણા કાંઠા પર ૧૨૫.૧૭ કિલોમીટર જેટલી નહેરો બનાવવામાં આવેલ છે, જેના દ્વારા ૮૦૯૦ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડી શકાય છે[૩].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "અંબિકા નદી". Retrieved ૧૬ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. "જુજ જળાશય યોજના". Retrieved ૧૬ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  3. "જુજ જળાશય યોજના". Retrieved ૧૬ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)