ટોટો ભાષા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ટોટો ભાષા(હિન્દી:टोटो भाषा; અંગ્રેજી:Toto language) એક ચીની-તિબેટિયન ભાષા છે કે જે ભારત અને ભૂતાનની સરહદ પર વસવાટ કરતા ટોટો આદિવાસીઓ દ્વારા પશ્ચિમ બંગાળ રાજ્યના જલપાઈગુડી જિલ્લામાં આવેલા ટોટોપારા ગામ ખાતે રોજબરોજના વહેવારમાં બોલાય છે. હિમાલયાઈ ભાષા પરિયોજના ટોટો ભાષાના વ્યાકરણની પહેલી તસવીર બનાવવા માટેનો પ્રયાસ કરી રહી છે.

ટોટો ભાષા યુનેસ્કો દ્વારા ગંભીર રૂપે લુપ્ત થઈ રહેલી ભાષાઓની યાદીમાં સામેલ કરવામાં આવેલ છે. એક અનુમાન અનુસાર ટોટો ભાષાનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ૧,૦૦૦ જેટલી છે[૧]. મોટેભાગે ટોટો આદિવાસીઓ આ ભાષાનો ઉપયોગ પરિવાર સાથે ઘરમાં કરતા હોય છે. જો કે તેમના બાળકો આ ભાષા ઘરમાં પરિવારમાં જ શીખે છે, પરંતુ એમને શાળામાં બંગાળી ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Ben Doherty (April 29, 2012). "India's tribal people fast becoming lost for words". The Age.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]