ટ્રેન ટુ પાકિસ્તાન
‘ ટ્રેન ટુ પાકિસ્તાન’ એ ભારત-પાકિસ્તાનના વિભાજનની પૃષ્ઠભૂમિ પર આલેખાયેલી ખુશવંત સિંહની ઐતિહાસિક અંગ્રેજી નવલકથા છે. જે સૌ પ્રથમ ૧૯૫૬માં પ્રકાશિત થઈ હતી. જેનું અસલ શીર્ષક ‘મનોમાજરા’ હતું. નવલકથા માટે 'ગ્રોવ પ્રેસ ઈન્ડિયા ફિક્શન એવોર્ડ' પણ એનાયત કરવામાં આવ્યો.[૧]
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]'ટ્રેન ટુ પાકિસ્તાન’ ખુશવંત સિંહ દ્વારા લખાયેલી નવલકથા ૧૯૪૭માં ભારત-પાકિસ્તાન ભાગલામાં થયેલી મોટી કત્લેઆમ પર આધારિત છે. વિભાજન ભારતીયોને આઘાત પહોંચાડે છે. નવલકથામાં સમાજમાં પ્રવર્તતા દુષ્ટ રિવાજો અને ખરાબ નીતિઓની આલોચના કરવામાં આવી છે.[સંદર્ભ આપો]
નવલકથાકારે ઇકબાલના પાત્ર દ્વારા ભારતીય સમાજની સંસ્કૃતિ, વલણ, રિવાજો અને ફિલસૂફીની ટીકા કરી છે. નવલકથામાં દેખાય છે કે લોકો ‘રોટી, કપડાં અને મકાન’થી આગળ વિચારી શકતા નથી, તર્ક અને બુધ્ધિને બદલે શ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે. નવલકથા વ્યક્તિ અને સમુદાય વચ્ચેના દ્વેષપૂર્ણ વાતાવરણને રજૂ કરે છે.[સંદર્ભ આપો]
નવલકથાની ભૂમિકામાં તેમણે લખ્યું છે કે,
"હસતે હસતે ખાનદાન વિભાજિત હો કર રહ ગયે ઓર પૂરાને દોસ્ત હમેશા કે લિયે બિછડ ગયે.....અબ હમે એક દૂસરે સે મિલને કે લિયે પાસપોર્ટ, વિઝા, ઓર પુલિસથાને કી રિપોર્ટ કી દરકાર હૈ."[૨]
કથાવસ્તુ
[ફેરફાર કરો]"મનોમાજરા" ગામમાં શીખ અને મુસ્લિમ બંને કોમ હળીમળીને રહે છે. તેમાં કરેલા તેમના રોજિંદા કાર્યો અને કલાપોના વિવિધ વર્ણનોના આધારે લેખક લખે છે કે ‘ મનોમાજરા વર્ષોથી આવું હતું, પણ ૧૯૪૭ના ઉનાળા સુધી જ.’ નવલકથામાં બે પ્રકારના સમુદાય જોવા મળે છે. એક અધિકારી વર્ગ જે ભોગ વિલાસમાં રચ્યો પચ્યો હતો અને બીજા મનોમાજરાના નિર્દોષ લોકો જેમને ભારત-પાકિસ્તાન વિભાજનની વાત ‘માથાકૂટ’ લાગે છે. તેઓ ભારતની પરિસ્થિતિથી અજાણ છે. તેમને તો અંગ્રેજો ચાલ્યા ગયા એ વાતનું પણ દુ:ખ છે.[૨]
‘ટ્રેન ટુ પાકિસ્તાન’ નવલકથા ચાર ભાગમાં વહેંચાયેલી છે, ધાડ(ડકૈતી), કળયુગ, મનોમાજરા અને કર્મ.[૧]
પ્રથમ ભાગમાં મલ્લી અને તેની ગેંગ (ટોળી) દ્વારા મનોમાજરા ગામમાં ધાડ પાડવામાં આવી હતી. જેમાં તેમણે નાણાં ધીરનાર મહાજન લાલા રામલાલના ત્યાં ચોરી કરી અને તેને મારી નાખ્યો. તે સમયમાં પ્રવર્તતી અમાનવતા અને અન્યાય જેમાં પોલીસ અને અન્ય અધિકારીઓ પણ બાકાત નથી તેને ખુલ્લો પાડે છે. તે ફરીથી માણસની આધ્યાત્મિક વંચિતતાની પ્રતિકાત્મક અભિવ્યક્તિ કરે છે. ભાગ-2માં કાલીના શાશનકાળથી ઉત્પન્ન સંઘર્ષના તેજનું વર્ણન કરે છે. આંધળા ઉન્માદથી ઉત્પન્ન સંઘર્ષની આ શક્તિએ હિન્દુ, મુસ્લિમ, શીખ અને બંને સરહદો પર પકડ જમાવી હતી. કળિયુગ હિન્દુ ધર્મની ધારણા છે “જેમાં બધુ અસ્તવ્યસ્ત થઈ જાય અને માનવતા અરાજકતા, અન્યાય અને અમૂલ્યોના વાદળોથી ઘેરાઈ જાય છે જે નવલકથામાં ભયંકર વાતાવરણને ઉત્પન્ન કરે છે. નવલકથામાં ટ્રેન કર્યા અને જીવનનું રૂપક છે. ઉપરાંત તે મુખ્ય અને આફતને પણ જાહેર કરે છે.[૧] જગ્ગો અને મુસ્લિમ છોકરી નૂરા પ્રેમમાં હોય છે. મુસ્લિમોને લઈ જતી એક ટ્રેનને ગબડાવી પાડવાનું શીખ યુવાનો ષઙ્યંત્ર રચે છે જેમાં નૂરા પણ હોય છે જે વાત જગ્ગો જાણતો હોય છે અને તે જીવના જોખમે આ ષઙ્યંત્રને નિષ્ફળ બનાવે છે.[૩]
૨૦૦૬ આવૃતિ
[ફેરફાર કરો]નવલકથા મૂળ અંગ્રેજી ભાષામાં ૧૯૫૬માં પ્રકાશિત થઈ હતી, બાદમાં બરાબર ૫૦ વર્ષ પછી ૨૦૦૬માં ફરીથી તેની નવી આવૃતિ પ્રકાશિત કરવામાં આવી જેમાં ભારત પાકિસ્તાનના વિભાજનની માર્ગારેટ બૌર્કે-વ્હાઈટ દ્વારા 'લાઈફ' મેગેઝિન માટે લેવાયેલી તસવીરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.[૨]
અનુવાદ
[ફેરફાર કરો]‘ટ્રેન ટુ પાકિસ્તાન’ નવલકથાનો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. જય મકવાણાએ આ નવલકથા ને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરી છે.[૨]
ચલચિત્ર
[ફેરફાર કરો]ઇ.સ. ૧૯૯૮માં નવલકથા પર આધારિત એક ચલચિત્ર બન્યું હતું. જેનું શીર્ષક પણ ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ હતું. તે પામેલા રૂક્સ દ્વારા નિદર્શિત કરવામાં આવ્યું હતું. આ ચલચિત્રને ‘સિનેક્વેન્ટ ફિલ્મ ફેસ્ટિવલ’ (૧૯૯૯)માં ભવિષ્યની શ્રેષ્ઠ ફિલ્મોની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. નિર્મલ પાંડે, મોહન આગશે, રજત કપૂર, સ્મૃતિ મિશ્રા, દિવ્યા દત્ત અને મંગલ મુખ્ય પાત્રો હતા.[સંદર્ભ આપો]
નાટક
[ફેરફાર કરો]આ નવલકથા પર આધારિત એક નાટક ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ શીર્ષક તૈયાર કરવામાં આવ્યું, જેનું હૈદરાબાદની એક ખુલ્લી સાંસ્ક્રુતિક જગ્યા લમાકાનમાં તેના પ્રથમ પ્રકરણ ‘ડકૈટી’ (ધાડ)નું આયોજન થયું હતું. આ નાટકનું આયોજન એમી સિનેમાઘર જુથ દ્વારા કરવામાં આવ્યું હતું.[સંદર્ભ આપો]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Mohan Lal; V.A.Shahane (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. 5. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4367–. ISBN 978-81-260-1221-3.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ત્રિવેદી, પન્ના (ઓગસ્ટ,૨૦૧૮). પરબ. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૭૩. Check date values in:
|year=
(મદદ) - ↑ મહેતા, ભરત (૨૦૦૮). કાળકારોનો ઇતિહાસબોધ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૧૧૨.