તાઈ ચી ચુઆન
Also known as | t'ai chi ch'üan; taijiquan |
---|---|
Focus | Hybrid |
Hardness | Forms competition, light-contact (pushing hands, no strikes), full contact (striking, kicking, throws, etc.) |
Country of origin | ચીન |
Creator | Disputed |
Famous practitioners | Chen Wangting, Chen Changxing, Yang Lu-ch'an, Wu Yu-hsiang, Wu Ch'uan-yu, Wu Chien-ch'uan, Sun Lu-t'ang, Yang Chengfu, Chen Fake, Wang Pei-sheng |
Parenthood | Tao Yin |
Olympic sport | Demonstration only |
Tai chi chuan |
---|
તાઈ ચી ચુઆન (simplified Chinese: 太极拳; traditional Chinese: 太極拳; pinyin: tàijíquán; Wade–Giles: t'ai4 chi2 ch'üan2) (સાહિત્યીક ભાષાંતર "સર્વોપરી આખરી મૂક્કો") એ રક્ષાત્મક તાલિમ અને આરોગ્ય સંબંધી ફાયદા એમ બંને હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી આંતરિક ચાઈનીઝ લડાઇની રમતગમત છે. આ કલા અન્ય વિવિધ પ્રકારના વ્યકિતગત કારણોથી પણ ઉપયોગમાં લેવામાં આવે છેઃ જેમાં તેની સખત અને નરમ માર્શલ આર્ટ ટેકનિક, સ્પર્ધાઓમાં નિદર્શન, અને લાંબા આયુષ્યનો સમાવેશ થાય છે. તેના પરીણામ સ્વરૂપે, તેની તાલિમના અનેકવિધ સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે, બંને પરંપરાગત અને આધુનિક, જે આ હેતુઓને પૂરા કરે છે. મોટાભાગના લોકો જેને ધીમી ગતિના હલન-ચલન તરીકે વર્ગીકૃત કરે છે તેવા તાઈ ચી ચુઆનના કેટલાક તાલિમ સ્વરૂપો ઘણાં જ પ્રખ્યાત છે.
આજે, તાઈ ચી આખા વિશ્વમાં ફેલાયેલી કલા છે. તાઈ ચીની સૌથી આધુનિક પદ્ધતિ તેના વિકાસને પાંચ પરંપરાગત શાખાઓમાંથી ઓછામાં ઓછા એક સાથે સાંકળે છેઃ ચેન, યાંગ, વૂ/હો, વૂ અને સન.
સંક્ષિપ્ત અહેવાલ
[ફેરફાર કરો]તાઈ ચી ચુઆન શબ્દનું સાહિત્યીક ભાષાંતર "સર્વોપરી આખરી મૂક્કો", "અમાપ મૂક્કો", "મહાન અંતિમ બોકસગ" અથવા સાદી રીતે "આખરી" (નોંધનીય છે કે અહિંયા ચી પિનયીનનું વેડગાઈલ્સ ટ્રાન્સલિટરેશન છે અને તે "જીવન-શકિત" અથવા "ઉર્જા" અર્થ ધરાવતા ચાઈ / ક્વિ થી અલગ છે) થાય છે. તાઈજી ("સર્વોપરી આખરી")નો ખ્યાલ ટોઈસ્ટ અને કન્ફયુશિયર ચાઈનીઝ તત્વજ્ઞાન એમ બંનેમાં જોવા મળે છે,[૧] જયાં તે યીન અને યાંગના એક જ અંતિમના મિશ્રણને રજૂ કરે છે, જેને તાઈજીતૂ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. ચી થીયરી અને પ્રેકિટસ તાઓઈઝમ અને કન્ફયુશિએનિઝમ સહિતનાં ઘણાં ચાઈનિઝ તત્વજ્ઞાન સિદ્ધાંતો પ્રમાણે ઉત્પન્ન થઇ છે.
તાઈ ચી તાલિમમાં નેઈ ગૂન્ગ, તૂઇ શૂ (પ્રતિભાવ કવાયત), સેન્સહૂ (સ્વ બચાવ તકનિક), શસ્ત્રો અને સ્વરૂપ (套路 તાઓલુ) તરીકે ઓળખવામાં આવતા એક હાથને ફેરવવા એમ પાંચ તત્ત્વોનો સમાવેશ થાય છે. લોકપ્રિય સંસ્કૃતિમાં તાઈ ચીની છબી ખૂબ જ ધીમા હલન-ચલન ધરાવતી છે, પરંતુ ઘણી તાઈ ચી સ્ટાઈલ્સ (ત્રણ સૌથી લોકપ્રિય સ્ટાઈલ્સ યાંગ, વૂ અને ચેન સહિત) ઝડપી ગતિ સાથેનું બીજું સ્વરૂપ પણ ધરાવે છે. તાઈ ચી કેટલીક પરંપરાગત શાખાઓ "પૂશિંગ હેન્ડ્સ" સહિતની કેટલીક અન્ય કવાયતો અને સ્વરૂપો પોશ્ચર જેવી માર્શલ આર્ટ પણ શીખવે છે.
રાજય દરબારના વિદ્વાન ઓંગ ટોંગ હેએ યાંગ લૂ ચાન ("અપારજિત યાંગ")નું પ્રદર્શન જોયું ત્યારે આ કલાને આ નામ આપવામાં આવ્યું. ઓંગે લખ્યું હતું કે, "તાઈજીએ પકડેલા હાથે સમગ્ર દુનિયાને હચમચાવી દે છે, અંતિમ કૌશલ્ય ધરાવતો યુવાન અનેક શૂરવીરોના સમૂહને પરાજિત કરે છે."
ચીનમાં, તાઈ ચી ચુઆનને ચાઈનીઝ માર્શલ આર્ટના વૂડાંગ સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવે છે[૨] - એટલે કે આંતરિક શકિતનો ઉપયોગ કરતી કલા (તેના વિસ્તૃત અર્થમાં આ શબ્દ નાઈજીઆની આંતરિક કલાને પણ સમાવી લે છે). વૂડાંગ નામ લોકોને ખોટી રીતે એવું માનવા પ્રેરી લે છે કે અન્ય કેટલીક કલાઓની માફક આ કલા પણ વુડાંગ પર્વતમાંથી પેદા થઇ હતી, પરંતુ તે માત્ર "આંતરિક કલા"ઓના થીયરી અને ઉપયોગોને "સખત" અથવા "બાહ્ય" માર્શલ આર્ટ સ્ટાઈલ્સથી ધરાવતા શાઓલિન ગ્રૂપથી અલગ પાડવા માટે જ છે.
તાઈ ચીના આરોગ્ય સંબંધિત ફાયદાઓનો સૌ પ્રથમ બહોળો પ્રચાર 20મી સદીની શરૂઆતમાં[૩] યાંગ શાઓહૂ, યાંગ ચગફૂ, વુ ચેઈન-ચુઆન અને સન લુટાંગ દ્વારા કરવામાં આવ્યો હોવાને કારણે સ્વાસ્થ્યને થતા લાભ અને સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે માર્શલ તાલિમમાં થોડો ગણો અથવા બિલકુલ રસ નહીં ધરાવતા ઘણાં લોકો વિશ્વભરમાં તેને અનુસરવા લાગ્યા.[૪] તાઈ ચીના તબીબી અભ્યાસે પણ વૈકલ્પિક કસરત અને માર્શલ આર્ટ થેરાપીના સ્વરૂપ તરીકેની તેની અસરકારકતાને ટેકો આપ્યો છે.
આ સ્વરૂપમાં માત્ર હલન-ચલન પર જ મનને કેન્દ્રિત કરવાથી માનસિક શાંતિ અને સ્પષ્ટતાની સ્થિતિ મેળવવામાં મદદ મળે છે. તાઇ ચી તાલિમને અર્પવામાં આવતા સામાન્ય સ્વાસ્થ્ય લાભ અને તણાવ વ્યવસ્થાપન ઉપરાંત કેટલીક પરંપરાગત શાખાઓમાં તાઈ ચીના વિદ્યાર્થીઓને પરંપરાગત ચાઈનીઝ ઔષધોના પાસાઓનું શિક્ષણ પણ આપવામાં આવે છે.[૫]
જો કે આ કલા સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય સંબંધી લાભો માત્ર અમલ કરવાથી જ મેળવી શકાય કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે. પાંચ મુખ્ય કલાસિક લખાણોનો કોઈપણ ભાગ હિલિંગ આર્ટનો સંદર્ભ આપતો નથી.એવું જણાય છે કે ખાસ કરીને 1990થી નવા યુગની ચળવળે આ કલા પર દાવો કરીને તેમાં ફેરફાર કર્યા હતા. મૂળ માર્શલ તાઈ ચી ચુઆન હજુ પણ જોવા મળે છે પરંતુ આ સ્વરૂપની તાલિમથી આગળ અન્ય સામાન્ય ચિહ્નો મેળવવા ઘણાં જ મુશ્કેલ જણાય છે.
કેટલીક માર્શલ આર્ટ્સ, ખાસ કરીને જાપાનીઝ માર્શલ આર્ટ્સ, વિદ્યાર્થીઓને પ્રેકિટસ દરમિયાન ગણવેશ પહેરવાની જરૂરીયાત રહેલી હોય છે. તાઈ ચી ચુઆન શાખાઓમાં સામાન્ય રીતે ગણવેશની જરૂરીયાત નથી પરંતુ પરંપરાગત અને આધુનિક એમ બંને પ્રકારની શાખાઓના શિક્ષકો ખુલ્લાં, આરામદાયક કપડાં અને સપાટ તળિયું ધરાવતા જૂતાં પહેરવાની સલાહ આપે છે.[૬][૭]
હુમલાને ખાળવા માટે કે હુમલો કરવા માટે સ્નાયુઓને ખચવાને બદલે તેમાં સંવાદિતા જાળવી અને આરામદાયક સ્થિતિમાં રાખીને તેના આધાર પર સાંધાઓના ભરપૂર ઉપયોગની લાક્ષણિકતા તરીકે તાઈ ચી ચુઆનની શારીરિક ટેકનિકનું વર્ણન પરંપરાગત વિદ્વાનો દ્વારા લખવામાં આવેલા લખાણોના સંગ્રહ તાઈ ચી કલાસિકમાં કરવામાં આવ્યું છે. શીખવાની પ્રક્રિયામાં ધીમી પરંતુ પુનરાવર્તિત કાર્ય આ ફાયદો કઈ રીતે મૃદુતાથી પેદા કરવામાં આવે છે અને માપી શકાય તે રીતે વધારવામાં આવે છે, (શ્વાસ, શરીરની ગરમી, લોહી, લસિકા, પેરિસ્ટાલ્સિસ વગેરેના) આંતરિક ભ્રમણને ખુલ્લું કરે તે દર્શાવે છે.
તાઈ ચી ચુઆનના અભ્યાસમાં પ્રાથમિક રીતે ત્રણ પાસાઓનો સમાવેશ થાય છેઃ
- સ્વાસ્થ્યઃ બિનતંદુરસ્ત અથવા અન્ય રીતે અસ્વસ્થતા ધરાવતો વ્યકિત શાંતિની સ્થિતિ સુધી પહોંચવા માટે ધ્યાન કરવામાં અથવા તાઈ ચીને માર્શલ આર્ટ તરીકે ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવી શકે. તેથી તાઈ ચીની સ્વાસ્થ્ય તાલિમ શરીર અને મન પરથી થાકની શારીરિક અસરને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તાઈ ચીના માર્શલ ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરતાં લોકો માટે સારી શારીરિક ચુસ્તતા સ્વ-રક્ષણ માટે તરફનું પ્રથમ મહત્ત્વપૂર્ણ પગથિયું છે.
- ધ્યાનઃ તાઈ ચીના ધ્યાનના પાસા દ્વારા કેળવવામાં આવેલું ધ્યાન અને શાંતિને મહત્તમ સ્વાસ્થ્ય (થાકને દૂર કરવા અને સમાન સ્તર જાળવી રાખવાની રીતે) માટે અને આ સ્વરૂપના નરમ શૈલીના માર્શલ આર્ટ તરીકેના ઉપયોગમાં ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.
- માર્શલ આર્ટઃ દ્વંદ યુદ્ધમાં સ્વ-રક્ષાના સ્વરૂપ તરીકે ચાઈ ચીના ઉપયોગની ક્ષમતા આ કલાની વિદ્યાર્થીની સમજણની પરીક્ષા છે. માર્શલની રીતે, તાઈ ચી ચુઆન બહારના બળોના પ્રતિભાવમાં યોગ્ય પરિવર્તનોનો અભ્યાસ છે, તે પરિણામનો અભ્યાસ છે. તે આવતા પ્રહારનો વિરોધી બળથી સામનો કરવાના પ્રયાસના સ્થાને પ્રહારને "વળગી" રહે છે.[૮]. માર્શલ આર્ટ તરીકે તાઈ ચીનો ઉપયોગ ઘણો પડકારરૂપ છે અને તેમાં ઘણી જ તાલિમની જરૂર પડે છે.[૯]
ઇતિહાસ અને સ્ટાઈલ્સ (શૈલી)
[ફેરફાર કરો]તાઈ ચી ચુઆનની પાંચ મુખ્ય શૈલીઓ છે, જેને જે પરિવારમાંથી તે શૈલીનો ઉદ્ભવ થયો હોય તેના પરથી નામ આપવામાં આવ્યા છેઃ
- ચેન વેંગટિંગની ચેન શૈલી (陳氏) (1580–1660)
- યાંગ લૂ-ચાનની યાંગ શૈલી (楊氏) (1799-1872)
- વૂ યૂ-હેસિંગની વુ/વુ હો શૈલી (武氏) (1812-1880)
- વૂ ચુઆન-યૂ (1834-1902) અને તેના પુત્ર વૂ ચીએન-ચુઆન (1870-1942)ની વૂ શૈલી (吳氏) (1870-1942)
- સન લુટાંગની સન શૈલી (孫氏) (1861–1932)
ચકાસણી કરેલી સમય પણ ઉપરની યાદીમાં જણાવવામાં આવ્યો છે. (વિવિધ શૈલીઓનું અનુસરણ કરતાં લોકોની સંખ્યાની રીતે) લોકપ્રિયતાનો ક્રમ યાંગ, વૂ, ચેન, સન અને વૂ/હો છે.[૧૦] મુખ્ય પારિવારિક શૈલીમાં મૂળભૂત થીયરી સમાન હતી, પરંતુ તાલિમ અંગેના તેમના અભિગમમાં તફાવત રહેતો હતો.
હાલમાં લગભગ ડઝનેક નવી શૈલી, સંકર શૈલી અને મુખ્ય શૈલીઓની પ્રશાખા જોવા મળે છે, પરંતુ પાંચ પારિવારિક શાખાઓને રૂઢિવાદી શૈલીઓ તરીકે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા માન્યતા આપવામાં આવી છે. અન્ય મહત્ત્વપૂર્ણ શૈલીઓમાં તાજેતરમાં પશ્ચિમી દેશોના પ્રેકિટશનર્સ દ્વારા અલગ શૈલી તરીકે માન્યતા આપવામાં આવેલી ચેન શૈલીની નજીકની ગણવામાં આવતી ઝાઓબાઓ તાઈ ચી અને ચેન, સન અને યાંગ શૈલીમાંથી ઉદ્ભવેલી તથા પા કૂઆ ચંગની ચળવળને સમાવી લઇને ફૂ ચેન સંગ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફૂ સ્ટાઈલનો સમાવેશ થાય છે.
હાલમાં અસ્તિત્વ ધરાવતી તમામ શૈલીઓનું મૂળ ચેન શૈલી છે, જે પારિવારિક રહસ્ય તરીકે એક પેઢી બીજી પેઢીને વારસામાં આપતી હતી. ચેન પરિવારની તવારીખમાં નોંધવામાં આવ્યું છે કે પરિવારની નવમી પેઢીમાં જન્મેલા ચેન વેગ્ટિંગ આજે તાઈ ચી તરીકે ઓળખવામાં આવતી કલાના શોધક હતા. યાંગ લી-ચેન પરિવારની બહારથી તાઈ ચી શીખનાર પહેલી વ્યકિત બન્યો હતો. લડાઈમાં તેની સફળતાએ તેને અજેય યાંગનું હુલામણું નામ આપ્યું અને તેની કિર્તી અને પ્રયાસોએ તાઈ ચી જ્ઞાનના વિસ્તારમાં ખૂબ જ મહત્ત્વનું પ્રદાન આપ્યું હતું.
જયારે તાઓવાદી અને બૌદ્ધ મોનાસ્ટેરીઝ પરના તાઈ ચી ચુઆનના મહત્ત્વપૂર્ણ પ્રભાવો અંગે સંશોધન કરવામાં આવે છે ત્યારે આધુનિક ઐતિહાસિક દૃષ્ટિકોણથી દંતકથાઓથી થોડું આગળ વધવું જરૂરી જણાય છે, પરંતુ કેટલીક પરંપરાગત શાખાઓ દ્વારા સંગ વંશના સમયાંગાળાના નીઓ-કન્ફયુશીયાનિઝમ (તાઓવાદી, બૌદ્ધ અને કેન્ફયુશિયન પરંપરાઓનું વિચારપૂર્વક કરાયેલું મિશ્રણ, ખાસ કરીને મેન્સીઅસના શિક્ષણ માટે) સાથેના તાઈ ચી ચુઆનના વ્યવહારુ જોડાણો અને અવલંબનનો દાવો કરવામાં આવ્યો છે.[૧૦] આ શાખાઓનું માનવું છે કે તાઈ ચી સિદ્ધાંત અને પ્રેકિટસ 12મી સદીમાં તાઓવાદી સાધુ ઝાંગ સેનફેંગ દ્વારા ઘડવામાં આવ્યા હતા, આ સમયે નીઓ-કન્ફયુશિયન શાખાઓ ચાઈનીઝ બૌદ્ધિક જીવનમાં તેનો પ્રભાવ ફેલાવી રહી હતી.[૧૦] જો કે, આધુનિક સંશોધનો આ દાવાઓની સત્યતા અંગે ગંભીર શંકાઓ પેદા કરતાં જણાવે છે કે હ્યુઆંગ ઝાગ્સી (1610-1695) દ્વારા રચવામાં આવેલા 17મી સદીના લખાણ એપીટેફ ફોર વગ ઝેંગનન (1669) માં ઝેંગ સેનફેંગ અને માર્શલ આર્ટ વચ્ચેના જોડાણનો સૌથી પહેલો સંદર્ભ આપે છે, અને તેનો સીધો અર્થ ન કાઢતાં તેને રાજકીય રૂપકના સ્વરૂપમાં તેનો અર્થ કાઢવો જોઈએ. તાઈ ચી અને ઝેંગ સેનફેંગ વચ્ચેના જોડાણના દાવાઓ 19મી સદી પહેલાં કરવામાં આવ્યા ન હતા. [૧૧]
વંશાવળી
[ફેરફાર કરો]વંશાવળીઓ સંપૂર્ણ નથી. વંશાવળીમાં ફૂદડી (*) દ્વારા દર્શાવવામાં આવેલા નામ દંતકથા અથવા અર્ધ-દંતકથા પર આધારિત નામ છે, મુખ્ય શાખાઓ દ્વારા તેમના વંશાવળીમાં સમાવેશને સ્વીકારવામાં આવ્યો છે, પરંતુ ઉપલબ્ધ ઐતિહાસિક રેકોર્ડમાંથી દરેક નામની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી. ચેંગ મેન્ચિંગ અને ચાઈનીઝ સ્પોર્ટસ કમિશનના ટૂંકા સ્વરૂપો યાંગ પરિવારના સ્વરૂપોમાંથી ઉતરી આવ્યા છે પરંતુ તેમાંથી એકને પણ યાંગ પરિવારના શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા માપદંડ ધરાવતા યાંગ ફેમિલી તાઈ ચી ચુઆન તરીકે માન્યતા આપવામાં આવી નથી. ચેન, યાંગ અને વૂ પરિવારો હાલમાં સ્પર્ધાત્મક હેતુ માટે તેમના પોતાના ટૂંકા પ્રદર્શન સ્વરૂપોને પ્રોત્સાહન આપે છે.
દંતકથાસમાન વ્યકિતઓ
[ફેરફાર કરો]Zhang Sanfeng* c. 12th century NEIJIA | |||||||
Wang Zongyue* 1733-1795 | |||||||
પાંચ મુખ્ય કલાસિકલ પારિવારિક શૈલીઓ
[ફેરફાર કરો]Chen Wangting 1580–1660 9th generation Chen CHEN STYLE | |||||||||||||||||||||||||||||||||||||||
Chen Changxing 1771–1853 14th generation Chen Chen Old Frame | Chen Youben c. 1800s 14th generation Chen Chen New Frame | ||||||||||||||||||||||||||||||||||||||
Yang Lu-ch'an 1799–1872 YANG STYLE | Chen Qingping 1795–1868 Chen Small Frame, Zhaobao Frame | ||||||||||||||||||||||||||||||||||||||
Yang Pan-hou 1837–1892 Yang Small Frame | Yang Chien-hou 1839–1917 | Wu Yu-hsiang 1812–1880 WU/HAO STYLE | |||||||||||||||||||||||||||||||||||||
Wu Ch'uan-yu 1834–1902 | Wang Jaio-Yu 1836-1939 Original Yang | Yang Shao-hou 1862–1930 Yang Small Frame | Yang Ch'eng-fu 1883–1936 Yang Big Frame | Li I-yü 1832–1892 | |||||||||||||||||||||||||||||||||||
Wu Chien-ch'üan 1870–1942 WU STYLE 108 Form | Kuo Lien Ying 1895–1984 | Yang Shou-chung 1910–85 | Hao Wei-chen 1849–1920 | ||||||||||||||||||||||||||||||||||||
Wu Kung-i 1900–1970 | Sun Lu-t'ang 1861–1932 SUN STYLE | ||||||||||||||||||||||||||||||||||||||
Wu Ta-k'uei 1923–1972 | Sun Hsing-i 1891–1929 | ||||||||||||||||||||||||||||||||||||||
આધુનિક સ્વરૂપો
[ફેરફાર કરો]Yang Ch`eng-fu | |||||||||||||||
Cheng Man-ch'ing 1901–1975 Short (37) Form | Chinese Sports Commission 1956 Beijing 24 Form | ||||||||||||||
1989 42 Competition Form (Wushu competition form combined from Sun, Wu, Chen, and Yang styles) | |||||||||||||||
તાલિમ અને ટેકનિક
[ફેરફાર કરો]"તાઈ ચી ચુઆન" નામ પશ્ચિમમાં સામાન્ય રીતે "યિન-યાંગ " ડાયેગ્રામ તરીકે ઓળખવામાં આવતા તાઈજી ચિહ્ન (તાઇજીતુ or તાઇ ચી તુ , 太極圖) માંથી ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવતું હોવાથી તાઈ ચી ચુઆન યીન (આસાન) અને યાંગ (સક્રિય) સિદ્ધાંતોનો ચાઈનીઝ કલાસિકસ ખાસ કરીને આઈ ચિંગ અને તાઓ તે ચિંગમાં જેવા મળતા શબ્દોનો ઉપયોગ કરીને અભ્યાસ કરવા માટે તેની પ્રાચીન શાખાઓમાં સાહિત્યમાં સંગ્રહ કરવામાં આવ્યો છે.[૧૦]
મુખ્ય તાલિમમાં બે પાયાના પાસાઓનો સમાવેશ થાય છેઃ પ્રથમ છે એકલ સ્વરૂપ (સોલો ફોર્મ, (ચુઆન અથવા ક્વાન , 拳) જે સીધી કરોડરજજુ, પેટમાંથી શ્વાસ લેવા પર અને કુદરતી હલન-ચલનની શ્રેણી પર ભાર મૂકે છે; જયારે બીજું પાસું તાલિમના જોડીદાર સાથે મળીને હાથને ધકેલવાના (તાઇ શુ , 推手) અને વધારે પ્રેકિટકલ રીતે હલન-ચલન કરવાને લીધે અલગ પડે છે.
સોલો ફોર્મ વિદ્યાર્થીઓને હલન-ચલનની સંપૂર્ણ અને કુદરતી શ્રેણીના માધ્યમથી તેમના ગુરુત્વાકર્ષણના કેન્દ્ર પરથી પસાર કરે છે. સોલો ફોર્મની ચોક્કસ, પુનરાવર્તિત પ્રેકિટસ શરીરના બાંધાને જાળવી રાખે છે, વિદ્યાર્થીઓના સમગ્ર શરીરમાં પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે, તેમના સાંધાઓની સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે અને વધુમાં વિદ્યાર્થીઓને આ ફોર્મ દ્વારા આડકતરી રીતે માર્શલ આર્ટના ઉપયોગની શ્રેણીથી પરીચિત કરાવે છે. તાઈચીની મુખ્ય પરંપરાગત શૈલીઓના સ્વરૂપો બાહ્ય રીતે થોડા અલગ પડે છે પરંતુ તેમાં ઘણી દેખીતી સમાનતા પણ છે જે તેમના સામાન્ય ઉદ્ગમ તરફ નિર્દેશ કરે છે. સોલો ફોર્મ, ખાલી હાથ અને શસ્ત્ર, હલન-ચલનની એવી શ્રેણી છે જે હાથને ધકેલીને વ્યકિતગત રીતે પ્રેકિટસ કરી શકાય છે અને સ્વ-રક્ષણ તાલિમ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના માર્શલ ઉપયોગની પરિસ્થિતિઓ તૈયાર કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. મોટાભાગની પરંપરાગત શાખાઓમાં સોલો ફોર્મના વિવિધ પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છેઃ ઉદાહરણ તરીકે, ઝડપી-ધીમા, નાનું વર્તુળ - મોટું વર્તુળ, ચોરસ - વર્તુળ (જે સાંધાઓ દ્વારા વધુ લાભ મેળવવાના વિવિધ હાવભાવ છે), નીચી બેઠક /ઊંચી બેઠક (સમગ્ર ફોર્મ દરમિયાન ભાર સહન કરતાં ઘૂંટણનો બનાવવામાં આવતો ખૂણો).
તાઈ ચી ચુઆનની ફિલોસોફી એ છે કે જો કોઈ વ્યકિત હિંસક બળનો પ્રતિકાર કરવામાં સખ્તાઈનો ઉપયોગ કરે છે ત્યારે કેટલાક અંશે બંને પક્ષોને ચોક્કસ ઈજા થાય છે. આ પ્રકારની ઈજા, તાઈ ચીના સિદ્ધાંત પ્રમાણે, હિંસક શકિતના હિંસક શકિત સાથેના મેળાપનું કુદરતી પરિણામ છે. તેના બદલે વિદ્યાર્થીઓને આવતા બળ સામે સીધી રીતે લડાઈ કરવાનું અથવા તેનો પ્રતિકાર નહીં કરવાનું શીખવવામાં આવે છે, પરંતુ તેને નરમાશથી રોકવાનું અને જયાં સુધી હુમલો કરતી શકિત પોતાની રીતે જ નાશ ન પામે અથવા તેને સુરક્ષિત રીતે અન્ય દિશામાં વાળવામાં ન આવે ત્યાં સુધી શારીરિક રીતે સંપર્કમાં રહીને હલન-ચલનને અનુસરતા રહેવાનું રહેવાનું એટલે કે યાંગને યીન દ્વારા સામનો કરવાનું શીખવવામાં આવે છે. લડાઈમાં અથવા વિસ્તૃત ફિલોસોફિકલ રીતે પણ યીન/યાંગ અથવા યાંગ/યીનનું સંતુલન યોગ્ય રીતે કરવું એ જ તાઈ ચી ચુઆન તાલિમનો મૂળ ઉદ્દેશ્ય છે. લાઈ ત્ઝુએ તાઓ તે ચિંગમાં આ માટેનો આદર્શ પૂરો પાડ્યો છેઃ "નરમ અને સ્થિતિસ્થાપક સખત અને મજબૂતને પરાજિત કરશે."
તાઈ ચીનું માર્શલ પાસું વિરોધીના હલન-ચલન અંગે અને યોગ્ય પ્રતિભાવ નિર્ધારિત કરતા ગુરૂત્વાકર્ષણ કેન્દ્ર અંગેની સંવેદનશીલતા પર આધાર રાખે છે. માર્શલ તાઈ ચીના વિદ્યાર્થીને મૂળભૂત લક્ષ્યાંક તરીકે સંપર્કમાં આવે કે તુરંત જ વિરોધીના ગુરૂત્વાકર્ષણ કેન્દ્રને અસરકારક રીતે અસર કરવાનું અથવા તો તેને "ઝડપી" લેવા અંગેની તાલિમ આપવામાં આપવામાં આવે છે.[૫] કેન્દ્ર પર કબજો જમાવવા માટેની સંવેદનશીલતા ફોર્મ્સ, પુશિંગ હેન્ડ્સ અને સ્પેરિંગથી પ્રથમ યીન (ધીમી, પુનરાવર્તિત, ધ્યાનવાળી, નીચી અસર) અને ત્યાર બાદ તેમાં યાંગ ( વાસ્તવિક, સક્રિય, ઝડપી, ઊંચી અસર)ની હજારો કલાકની પ્રેકિટસથી મેળવવામાં આવે છે. તાઈ ચી તાલિમ ત્રણ મૂળભૂત શ્રેણીમાં આપવામાં આવે છેઃ નજીક, મધ્યમ અને લાંબું અને પછીથી આ વચ્ચેનું તમામ. પુશીસ અને ઓપન હેન્ડ સ્ટ્રાઈકસ પંચની સરખામણીએ વધારે સામાન્ય છે, અને કિકસનો ઉપયોગ સામાન્ય રીતે પગ અને ધડના નીચેના ભાગ પરંતુ થાપાથી ઉપરના ભાગ માટે કરવામાં આવતો નથી, જેનો આધાર શૈલી પર રહેલો છે. આંગળીઓ, મૂક્કા, હથેલીઓ, હાથના બાજુના ભાગ, કાંડાઓ, કોણીઓ, ખભાઓ, પીઠ, થાપાઓ, ઘૂંટણો અને પગનો ઉપયોગ સામાન્ય રીતે પ્રહાર કરવા માટે કરવામાં આવે છે જેની સાથે વધારે તાલિમ પામેલા વિદ્યાર્થીઓ પ્રહાર માટે આંખ, ગળા, હૃદય, જંઘામૂળ અને અન્ય એકયુપ્રેશર પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સાંધાઓના ટ્રેપ્સ, લોકસ અને બ્રેકસ (ચી ના)નો પણ ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના તાઈ ચી શિક્ષકો એવી અપેક્ષા રાખે છે કે તેમના વિદ્યાર્થીઓ પ્રથમ રક્ષણાત્મક અથવા હુમલો ખાળવાનું કૌશલ્ય પ્રથમ શીખે અને પ્રહારના કૌશલ્યોની વિસ્તૃત તાલિમ આપવામાં આવે તે પહેલાં રક્ષણાત્મક કૌશલ્યોનું નિદર્શન અસરકારક રીતે તેમની સામે કરે. પરંપરાગત શાખાઓમાં એવો પણ ભાર મૂકવામાં આવે છે કે વ્યકિતએ રક્ષણવિહીનની રક્ષા કરવા અને હરીફ પ્રત્યે દયા દાખવવીને વૂ ટે (武德), માર્શલ આર્ટના સદ્ગુણો અથવા વિરતાનું પ્રદર્શન કરવું જોઈએ.[૩]
શારીરિક સ્વરૂપ ઉપરાંત માર્શલ તાઈ ચી ચુઆન શાખાઓ પ્રહારની ઉર્જા અન્ય વ્યકિત પર કઇ રીતે અસર કરે છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હથેળી પ્રહાર જે શારીરિક રીતે સમાન દેખાય છે તેને એવી રીતે કરવામાં આવે કે લક્ષ્યાંકના શરીર પર તેની સંપૂર્ણ અલગ પ્રકારની અસર પડે. સામાન્ય રીતે હરીફને પાછળ ધકેલવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હથેળીના પ્રહારનો ઉપયોગ હરીફને જમીન પરથી ઉભો ઊંચકીને તેના ગુરુત્વાકર્ષણના કેન્દ્રને તોડી નાંખવા કરવો જોઈએ અથવા આંતરિક નુકસાન પહાચાડવાના હેતુથી તે સામેની વ્યકિતના શરીરમાં પ્રહારની શકિતને નાશ કરી દે તે રીતે હથેળીના પ્રહારનો ઉપયોગ કરવો જોઈએ.
અન્ય તાલિમ કવાયતમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છેઃ
- શસ્ત્રોની તાલિમ અથવા ફેન્સિંગ એપ્લીકેશન્સ જેમાં જીયાન અથવા ચીન અથવા જીમ (જીયાન 劍) તરીકે ઓળખવામાં આવતી સીધી તલવાર, કેટલીક વખત લાંબી તલવાર અથવા તાઓ (દાઓ 刀, જેને હકીકતમાં મોટા ખંજર તરીકે પણ ઓળખવામાં આવે છે) તરીકે ઓળખવામાં આવતી વજનદાર વાંકી તલવાર, સાન તરીકે ઓળખવામાં આવતા ફોલ્ડિંગ પંખા , કુન (棍) તરીકે ઓળખાતા (2 મીટર લાંબા) લાકડાના દંડા, સાત ફૂટ (2 મીટર)ના ભાલા અને 13 ફૂટ (4 મીટર) બરછી નો (બંનેને ક્વાયાંગ 槍 કહેવાય) ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક પરંપરાગત શૈલીમાં હજુ પણ ઉપયોગમાં લેવામાં આવતા રસપ્રદ શસ્ત્રોમાં મોટા ડેડાઓ અથવા તા તાઓ (大刀) અને પુડાઓ તલવાર અથવા પુ તાઓ (撲刀), હેલબેર્ડ (jǐ 戟), સોટી , દોરડાના ગાળિયા , ત્રિપાંખીયા દંડા , પવન અને અગ્નિચક્ર , લાસો , વ્હિપ , ચેઈન વ્હિપ અને સ્ટીલ વ્હિપ નો સમાવેશ થાય છે.
- બે વ્યકિતઓની સ્પેરિંગ ટુર્નામેન્ટ (પુશ હેન્ડ્સ સ્પર્ધાના અને સાનશોઉ 散手ના ભાગરૂપે) શ્વાસ લેવાની કવાયત,
- શ્વાસ લેવાની કવાયતઃ ની કુંગ (內功 નીગોંગ) અથવા વધારે સામાન્ય રીતે , ચી કુંગ (氣功 ગિગોંગ) અથવા શ્વાસની ઉર્જા વધારવા માટે શારીરિક હલનચલનના સમન્વયમાં અને ઉભા રહ્યા પછી અથવા બેના જોડાણમાં. પહેલાં આ કવાયત શિષ્યોને માત્ર અલગ રીતે જ તાલિમ વ્યવસ્થાના વધારાના ઉપયોગી ભાગ તરીકે શીખવવામાં આવતી હતી. છેલ્લા 60 વર્ષોમાં તે સામાન્ય લોકોમાં વધારે જાણીતી બની છે.
આધુનિક તાઈ ચી
[ફેરફાર કરો]સ્વાસ્થ્ય પર ભાર મૂકવાના શુદ્ધ હેતુથી છેલ્લા 20 જેટલા વર્ષોથી તાઈ ચી વર્ગો હોસ્પિટલ, કિલનિક, સમુદાય અને વયોવૃદ્ધ લોકો માટેના કેન્દ્રોમાં લોકપ્રિય બન્યા છે, કારણ કે બેબી બૂમર્સ એજ અને કલાની મોટી ઊંમરના લોકો માટેની ઓછા થાક સાથેની તાલિમ વધારે જાણીતી બની છે.[૧૨][૧૩]
લોકપ્રિયતાના પરીણામના પરીણામ સ્વરૂપે, જે લોકો કહે છે કે તેઓ પ્રથામિક રીતે સ્વ-રક્ષા માટે તાઈ ચીની પ્રેકિટસ કરે છે અને જે લોકો કલાની રીતે (જુઓ વુશુ નીચે) તેની પ્રેકિટસ કરે છે અને જે લોકો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધી ફાયદાને લીધે તેમાં રસ ધરાવતા થયા છે તેમના વચ્ચે મતભેદ સર્જાયા છે. વુશુ પાસું પ્રાથમિક રીતે પ્રદર્શન માટે છે, આ હેતુ માટે શીખવવામાં આવતા ફોર્મ સ્પર્ધામાં પોઈન્ટ્સ મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે અને મોટાભાગે તેને સ્વાસ્થ્યની જાળવણી અથવા માર્શલની ક્ષમતા સાથે કોઈ લેવાદેવા નથી. વધારે પરંપરાગત સ્ટાઈલિસ્ટ માને છે કે સ્વાસ્થ્ય અને માર્શલ આર્ટ્સના પાસાઓ પણ તેટલા જ મહત્ત્વના છેઃ તાઈ ચી ચુઆનના યીન અને યાંગ . તેથી જ તાઈ ચી "પરીવાર" શાખાઓ તેમનું શિક્ષણ માર્શલ આર્ટના સંદર્ભમાં જ આપે છે, ભલેને પછી તેમના વિદ્યાર્થીઓનો આ કલા શીખવા પાછળનો કાંઈ પણ ઈરાદો હોય.[૧૪]
રમત તરીકે તાઈ ચી
[ફેરફાર કરો]વુશુ ટુર્નામેન્ટમાં નિર્ણય માટે તાઈ ચી ચુઆનના માપંદડ નક્કી કરવા માટે અને ઘણાં તાઈ ચી ટુ ચુઆન શિક્ષકો ચીનની બહાર ચાલ્યા ગયા અથવા તો 1949માં કમ્યુનિસ્ટ સત્તા આવ્યા બાદ તેમને આ કલાની તાલિમ પર મનાઈ ફરમાવવામાં આવી હોવાને કારણે સરકારે ચાઈનીઝ સ્પોર્ટ્સ કમિટી સ્પોન્સર કરી, જેણે ચાર વુશુ શિક્ષકોને ભેગા કરીને 1956માં યાંગ ફેમીલી હેન્ડ ફોર્મને ટૂંકાવીને 24 પોશ્ચરમાં રજૂ કર્યું. તેઓ તાઈ ચી ચુઆનના દેખાવને જાળવી રાખવા માંગતા હતા પરંતુ એવા પ્રકારનું ચીલાચાલુ સ્વરૂપ તૈયાર કરવા માંગતા હતા જે શિખવવામાં ઓછું મુશ્કેલ હોય અને શિખવામાં લાંબા (સામાન્ય રીતે 88 થી 108 પોશ્ચર (અંગમુદ્રાઓ) ધરાવતા), કલાસિકલ સોલો હેન્ડ ફોર્મ્સથી ઘણું ઓછું મુશ્કેલ હોય. 1976માં તેમણે નિદર્શનના હેતુથી થોડું વધારે લાંબું સ્વરૂપ તૈયાર કર્યું જેમાં હજુ પણ પરંપરાગત સ્વરૂપોમાં જરૂરી સંપૂર્ણ સ્મરણશકિત, સંતુલન અને સંવાદિતાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ કમ્બાઈન્ડ 48 ફોર્મ્સ હતા જેને પ્રોફેસર મેન હુઈ ફેંગના વડપણ હેઠળ ત્રણ વુશુ શિક્ષકોએ તૈયાર કર્યા હતા. કમ્બાઈન્ડ ફોર્મ્સ ચેન, યાંગ, વુ અને સન એમ ચાર મૂળભૂત શૈલીઓના કલાસિકલ ફોર્મ્સની કેટલીક બાબતોને સરળ બનાવીને અને જોડીને તૈયાર કરવામાં આવ્યા હતા. તાઈ ચી ફરીથી તેની માતૃભૂમિમાં લોકપ્રિય બનવાની સાથે છ મિનિટની સમયમર્યાદામાં પૂરા કરવામાં આવતા વધારે સ્પર્ધાત્મક ફોર્મ્સ તૈયાર કરવામાં આવ્યા. 1980ના દાયકાના પાછલા વર્ષોમાં, ચાઈનીઝ સ્પોર્ટ્સ કમિટીએ ઘણાં વિવિધ પ્રકારના સ્પર્ધાત્મક ફોર્મ્સના માપદંડ નક્કી કર્યા. તેમણે ચાર મુખ્ય શૈલીઓ ઉપરાંત કમ્બાઈન્ડ ફોર્મ્સનું પ્રતિનિધિત્ત્વ કરે તેવા સેટ્સ તૈયાર કર્યા. આ પાંચ સેટ્સ વિવિધ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા અને પછીથી ચીનમાં વુશુ કોચની બનેલી કમિટીએ તેને મંજૂરી આપી હતી. આ રીતે તૈયાર કરવામાં આવેલા તમામ સેટ્સને તેમની શૈલી પ્રમાણે નામ આપવામાં આવ્યા હતા, દા.ત. ચેન સ્ટાઈલ નેશનલ કમ્પિટીશન ફોર્મ 56 ફોર્મ્સ છે અને તેવી રીતે અન્ય. કમ્બાઈન્ડ ફોર્મ્સ ધ 42 ફોર્મ્સ છે અથવા સરળ રીતે કમ્પિટીશન ફોર્મ છે. અન્ય આધુનિક ફોર્મ ધ 67 મૂવમેન્ટ્સ કમ્બાઈન્ડ તાઈ-ચી ચુઆન ફોર્મ છે, જે 1950ના દાયકામાં તૈયાર કરવામાં આવ્યું હતું, તેમાં યાંગ, વૂ, સન, ચેન અને ફૂ શૈલીઓની લાક્ષણિકતાઓ સંયુકત રીતે ધરાવે છે. વુશુ કોચ બાઉ સીમ માર્ક 67 કમ્બાઈન્ડના ખૂબ જ મોટા પ્રચારક હતા.
તાઈ ચી ચુઆનના આ આધુનિક સ્વરૂપો (કેટલીકવાર પિનયિન રોમનાઇઝેશન તાઇ જી ક્વાન નો ઉપયોગ કરીને લિસ્ટ થાય છે)આંતરરાષ્ટ્રીય વુશુ ટુર્નામેન્ટ સ્પર્ધાના મહત્ત્વના ભાગ બની ગયા છે અને જેટ લી અને ડોની યેન સહિતના પ્રસિદ્ધ વુશુ હરીફોને દર્શાવતી અથવા તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરીયોગ્રાફી ધરાવતી લોકપ્રિય ફિલ્મોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
1990ની 11મી એશિયન ગેમ્સમાં વુશુને પ્રથમ વખત સ્પર્ધામાં સમાવવામાં આવી હતી જેમાં તાઈ ચીનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે 42 ફોર્મ ને પસંદ કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ વુશુ ફેડરેશન (આઈડબલ્યુયુએફ) (IWUF)એ ઓલિમ્પિક રમતોમાં વુશુને સમાવી લેવા અરજી કરી હતી, પરંતુ તેના ચંદ્રકોને ગણતરીમાં લેવામાં આવશે નહીં.[૧૫]
આ કલાની પ્રેકિટસ કરનારા લોકો તેમના પ્રેકિટકલ માર્શલ કૌશલ્યનું પરીક્ષણ અન્ય શાખાઓના વિદ્યાર્થીઓની સામે અને પુશિંગ હેન્ડ્સ અને સેનશાઉ સ્પર્ધામાં તેમના માર્શલ આર્ટ્સ શૈલીનું પરીક્ષણ કરે છે.
સ્વાસ્થ્ય લાભો
[ફેરફાર કરો]તાઈ ચીનો પશ્ચિમના વિદ્યાર્થીઓને પરિચય કરાવવામાં આવ્યો તે પહેલાં તાઈ ચી ચુઆનના આરોગ્ય સંબંધી ફાયદાઓની વિસ્તૃત સમજણ પરંપરાગત ચીની દવાઓ દ્વારા આપવામાં આવી હતી, જે એવા પ્રકારના અભિપ્રાય પર આધારિત છે કે શરીર અને સારવાર તંત્રના અભ્યાસ અને તેને ટેકો આપવામાં આધુનિક વિજ્ઞાન હંમેશા સક્ષમ નથી. આજે, તાઈ ચી પર પશ્ચિમી દેશોમાં ઘનિષ્ટ વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.[૧૬] મોટાભાગના આરોગ્ય અભ્યાસોએ તાઈ ચીની પ્રેકિટસથી કેટલાક ક્ષેત્રોમાં ઘણો જ લાભ થતો હોવાનું દર્શાવ્યું હોવાથી, આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત વ્યાવસાયિકોએ સૌથી વધારે લાભદાયક શૈલી, શ્રેષ્ઠતમ પરીણામો મેળવવા માટે પ્રેકિટસના સમયના સૂચન, અને તાઈ ચી એકસસાઈસના અન્ય સ્વરૂપ તરીકે અસરકારક છે કે નહીં વગેરે જેવા પરીણામસંબંધી કારણો નક્કી કરવા માટે વધારે ઊંડાણપૂર્વકના અભ્યાસનું સૂચન કર્યું છે.[૧૬]
દીર્ઘકાલિન પરિસ્થિતિઓ
[ફેરફાર કરો]સંશોધકોએ શોધી કાઢ્યું છે કે તાઈ ચી ની ઘનિષ્ઠ પ્રેકિટસ સંતુલન સંયમ, સ્થિતિસ્થાપકતા, હૃદય સંબંધી તંદુરસ્તી (ર્કાિડયોવાસ્કયુલર ફિટનેસ)માં હકારાત્મક અસરો જોવા મળી છે [૧૭] અને મોટી ઊંમરના તંદુરસ્ત દર્દીઓ અને દીર્ઘકાલીન રોગોના હુમલા,[૧૮] હૃદય બંધ પડી જવું, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, મલ્ટીપલ સ્કલીરોસીસ, લકવા, અલ્ઝાઈમર્સ અને ફાઈબ્રોમાલ્ગિયામાંથી બહાર આવેલા એમ બંને પ્રકારના લોકોના પડી જવાના જોખમમાં ઘટાડો કરે છે.[૧૯] તાઈ ચી ની નરમ અને ઓછી અસર ધરાવતી મૂવમેન્ટ સર્ફીંગ અને ડાઉનહીલ સ્કિઈંગ કરતાં વધારે પ્રમાણમાં કેલેરી બાળે છે.[૨૦]
યોગની સાથે તાઈ ચીની પ્રેકિટસ 12-14 અઠવાડિયા સુધી કરવામાં આવતાં એલડીએલ (LDL)ના સ્તરમાં લગભગ 20-26 મિલિગ્રામનો ઘટાડો થાય છે.[૨૧] આ અભ્યાસોની ઊંડાણપૂર્વકની સમીક્ષાએ કેટલીક મર્યાદાઓ અથવા પૂર્વગ્રહો દર્શાવ્યા હોવાથી તાઈ ચીના ફાયદાઓ અંગેના નિશ્ચિત તારણો કાઢવા મુશ્કેલ બનાવ્યા હતા.[૧૬] આ જ સંશોધકોના વડપણમાં કરવામાં આવેલા પછીના અભ્યાસની સમીક્ષામાં જોવા મળ્યું કે તાઈ ચી (નિયમિત સ્ટ્રેચિંગની સરખામણીએ)એ ઘૂંટણનો તીવ્ર ઓસ્ટેઓઆર્થરાઈટીસ ધરાવતા 60 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં દર્દમાં ઘણો જ ઘટાડો કરવાની અને સમગ્ર રીતે શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો કરવાની ક્ષમતા દર્શાવી હતી.[૨૨] વધુમાં, પીર-રીવ્યુડ મેડિકલ જર્નલમાં પ્રકાશિત નહીં થયેલા પ્રાયોગિક અભ્યાસમાં તાઈ ચી અને તેને સંબંધિત કવીગોંગ ડાયાબિટીસની તીવ્રતામાં પણ ઘટાડો કરતાં હોવાના પ્રાથમિક પૂરાવાઓ મળ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.[૨૩]
એક તાજેતરના અભ્યાસમાં તાઈ ચી અને આરોગ્ય શિક્ષણ એમ બે પ્રકારની વર્તનસંબંધી દરમિયાનગીરીનું પુખ્તવયના લોકો પરની અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમને 16 અઠવાડિયાની દરમિયાનગીરી બાદ અસરકારકતા ઓછી કરેલા જીવતા ઓકા મેર્ક વેરીસેલા ઝોસ્ટર વાઈસરની રસી વેરીવેકસનો ડોઝ આપવામાં આવ્યો. એવું જણાયું કે તાઈ ચી વેરીસેલા ઝોસ્ટર વાઈરસ-સ્પેસિફિક સેલ-મીડિયેટેડ ઈમ્યુનિટીની સુષુપ્ત અવસ્થામાં વધારો કરીને વેરીસેલા રસીની અસરકારકતામાં વધારો કરે છે. તાઇ ચી વેરિસેલા ઝોસ્ટર વાઇરસનું રેસ્ટિંગ સ્તર વધારે છે અને વરિસેલા રસીની પ્રતીકારકતા અને કાર્યક્ષમતા વધારે છે. તાઈ ચી સ્વતંત્ર રીતે દરાજની અસરને કે તેની શકયતાને ઓછી કરતી નથી પરંતુ વેરીસેલા ઝોસ્ટર વાઈરસ રસીની અસરકારકતામાં વધારો કરે છે.[૨૪]
તાણ અને માનસિક આરોગ્ય
[ફેરફાર કરો]એવા પણ નિર્દેશો મળે છે કે તાઈ ચી મૂડ અને હૃદયના ધબકારા પર અસર કરતા નોરેડ્રેનેલિન અને કોર્ટીસોલ સ્ત્રાવોના ઉત્પાદન પર પણ કેટલીક અસર કરે છે. જો કે, આ અસર અન્ય પ્રકારની કસરતથી થતી અસર કરતાં અલગ નથી.[૨૫] એક અભ્યાસમાં તાઈ ચીએ 13 તરુણોમાં એટેન્શન ડેફિસીટ અને ઈપરએકિટવિટી ડિસઓર્ડર (એડીએચડી (ADHD)- બેધ્યાનપણા અને વધારે પડતી સક્રિયતાને કારણ થતી અવ્યવસ્થા)માં ઘટાડો કર્યો હોવાનું પણ ગણાવવામાં આવ્યું છે. તાઈ ચીના સત્રો પૂરા થયા બાદ આ ચિહ્નોમાં સુધારો ચાલુ રહ્યો હોવાનું જણાયું હતું.[૨૬]
જૂન 2007માં યુનાઈટેડ સ્ટેટ્સ નેશનલ સેન્ટર ફોર કોમ્પ્લેમેન્ટરી એન્ડ ઓલ્ટરનેટિવ મેડિસીને યુનિર્વિસટી ઓફ આલ્બેર્ટા સ્થિત પ્રેકિટસ સેન્ટર ખાતેના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા મેડિટેશન સંશોધની સ્થિતિના સ્વતંત્ર, સમકક્ષો દ્વારા સમીક્ષા કરાયેલા મેટા-એનાલિસિસને પ્રકાશિત કર્યું હતું. આ અહેવાલમાં ધ્યાનની પાંચ વિસ્તૃત શ્રેણીઓઃ મંત્ર ધ્યાન, માઈન્ડફુલનેસ ધ્યાન, યોગ, તાઈ ચી અને કવી ગોન્ગને સમાવી લેતા 813 અભ્યાસો (જેમાંથી 88 તાઈ ચીના સમાવેશ સાથેના હતા)ની સમીક્ષા કરવામાં આવી હતી. આ અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે હાલના સાહિત્યને આધારે ધ્યાનની થેરાપેટીક અસરને સ્થાપિત કરી શકાતી નથી અને ઉપલબ્ધ પૂરાવાઓને આધારે ધ્યાનની સ્વાસ્થ્ય અંગેની અસરો અંગે કોઈ નિશ્ચિત તારણ કાઢી શકાતું નથી.[૨૭]
ઓનલાઈન તાઈ ચી અને આરોગ્ય માહિતી કેન્દ્ર
[ફેરફાર કરો]વિશ્વની સોથી મોટી મેડિકલ લાઈબ્રેરી અને અમેરીકાના આરોગ્ય અને માનવીય સેવાઓના વિભાગોના પેટાવિભાગ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીને 2003માં અમેરિકન તાઈ ચી એન્ડ કવીગોન્ગ એસોશિએસનને ધ તાઈ ચી એન્ડ કન્ઝ્યુમર હેલ્થ ઈન્ફોર્મેશન સેન્ટર નામ ધરાવતી વેબસાઈટનું નિર્માણ કરવા માટે ગ્રાન્ટ આપી. આ માહિતી કેન્દ્રનું સત્તાવાર ઉદ્ઘાટન 2004માં કરવામાં આવ્યું અને ત્યારથી તે આર્થરાઈટીસ, ડાયાબિટીસ, દર્દમાં ઘટાડા, માનસિક આરોગ્ય, હૃદય સંબંધી રોગો, તંદુરસ્તી અને સામાન્ય તંદુરસ્તી અંગેના તાઈ ચીના વિવિધ લાભ અંગેની વૈજ્ઞાનિક, ભરોસાપાત્ર અને સમગ્રલક્ષી માહિતી પૂરી પાડે છે.[૨૮]
તાઈ ચી ચુઆન સાહિત્યમાં
[ફેરફાર કરો]- તાઈ ચી અને નેઈજીઆએ વુકસીઆ નવલકથાઓ, ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓમાં સામાન્ય રીતે ઘણી જ મોટી ભૂમિકા ભજવી છે, જેમાં યુએન વો પિંગની જેટ લીને ચમકાવતી તાઈ ચી માસ્ટર અને લોકપ્રિય ક્રોચિંગ ટાઈગર, હિડન ડ્રેગન નો સમાવેશ થાય છે. પરંપરાગત તાઈ ચી ચુઆનના શિક્ષકને મુખ્ય ભુમિકામાં દર્શાવતી ફિલ્મ એંગ લીની પ્રથમ પશ્ચિમી ફિલ્મ પુશિંગ હેન્ડસ હતી. આંતરિક ખ્યાલની કદાચ મજાક પણ ઉડવવામાં આવતી હોય છે, જેમ કે શાઓલિન સોકર અને કુંગ ફૂ હસ્ટલ . સાહિત્યિક ચિત્રણોમાં ઝેંગ સેનફેંગ અને વડાંગશેન પરના તાઓઈસ્ટ મઠનો ઘણી વખત સમાવેશ કરવામાં આવે છે.
- ઘણાં વયોવૃદ્ધ લોકો દ્વારા કરવામાં આવતા ચાઈનીઝ વર્કઆઉટ તરીકે તાઈ ચીએ ફાઈવ એન્સેસ્ટર્સ નામની પુસ્તકની શ્રેણીમાં ઘણી જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
- એનિમેટેડ ટેલિવિઝન શ્રેણીઓમાં વોટરબેન્ડિંગની કલાનો આધાર તાઈ ચી છે.
- રીક રીઓર્ડનની લોકપ્રિય રહસ્ય નવલકથાનો જાસૂસ ટ્રેસ નેવેરે તાઈ ચી માસ્ટર છે.
- તાઈ ચી લડાઈ શૈલીનો ઉપયોગ ડેડ ઓર અલાઈવ શ્રેણીમાં લેઈફાંગ અને મોર્ટલ કોમ્બેટ શ્રેણીમાં કેન્શીએ કર્યો છે.
- સ્ટ્રીટ ફાઈટર શ્રેણીમાં ચુન લી પણ તાઈ ચીની કેટલીક વિવિધતાનો ઉપયોગ કરે છે.
આધુનિક શબ્દસમૂહોમાં તાઈ ચી ચુઆન
[ફેરફાર કરો]ખાસ કરીને ચીન, તાઈવાન અને સિંગાપોર અને કદાચ વિશ્વના અન્ય ભાગોમાં જયાં વિવિધ એથનિક ચાઈનીઝ સમૂહો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે, ત્યાં શબ્દસમૂહનો ઉપયોગ લોકો ધીરેથી પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટેનો પ્રયાસ કરે છે તેવું દર્શાવવા કરવામાં આવે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- અસાહી હેલ્થ
- સેન્ટર્ડ રાઈડિંગ
- ચી કૂંગ
- ચાઈનીઝ માર્શલ આર્ટ્સ - કૂંગ ફૂ
- ઈન્ટરનેશનલ કૂંગ ફૂ ફેડરેશન
- કાઈનેસિઓથેરાપી
- લી સ્ટાઈ તાઈ ચી ચુઆન
- તાઈ ચી ચુઆન સ્વરૂપોની યાદી
- લૂહેબાફા
- તાઈ ચી ચુઆન ફિલોસોફી
- તાઈજીજીઆન
- તાઓવાદી તાઈ ચી
- ટીચાંગ ટે-ચેન
- વર્લ્ડ તાઈ ચી એન્ડ કિવગોંગ ડે
- વુડાંગ સંપ્રદાય
- વુડાંગ તાઈ ચી ચુઆન
- વુડાંગકયુઆન
નોંધ
[ફેરફાર કરો]- ↑ Cheng Man-ch'ing (1993). Cheng-Tzu's Thirteen Treatises on T'ai Chi Ch'uan. North Atlantic Books. પૃષ્ઠ 21. ISBN 978-0938190455.
- ↑ Sun Lu Tang (2000). Xing Yi Quan Xue. Unique Publications. પૃષ્ઠ 3. ISBN 0-86568-185-6.
- ↑ ૩.૦ ૩.૧ Wile, Douglas (1995). Lost T'ai-chi Classics from the Late Ch'ing Dynasty (Chinese Philosophy and Culture). State University of New York Press. ISBN 978-0791426548.
- ↑ "T'ai Chi gently reduces blood pressure in elderly" (required registration). The Lancet. મેળવેલ 2007-07-02.
- ↑ ૫.૦ ૫.૧ Wu, Kung-tsao (2006). Wu Family T'ai Chi Ch'uan (吳家太極拳). Chien-ch’uan T’ai-chi Ch’uan Association. ISBN 0-9780499-0-X.
- ↑ Lam, Dr. Paul. "What should I wear to practice Tai Chi?". Tai Chi Productions. મેળવેલ 2008-07-14.
- ↑ Fu, Zhongwen (2006-06-09). Mastering Yang Style Taijiquan. Louis Swaim. Berkeley, California: Blue Snake Books. ISBN 1583941525.
- ↑ Wong Kiew Kit (November 1996). The Complete Book of Tai Chi Chuan: A Comprehensive Guide to the Principles. Element Books Ltd. ISBN 978-1852307929.
- ↑ જેફ પીટરસન, અન્ડરસ્ટેન્ડિંગ તાઇ ચી પુશ હેન્ડ્સ[૧]
- ↑ ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ Wile, Douglas (2007). "Taijiquan and Taoism from Religion to Martial Art and Martial Art to Religion". Journal of Asian Martial Arts. Via Media Publishing. 16 (4). ISSN 1057-8358.
- ↑ Henning, Stanley (1994). "Ignorance, Legend and Taijiquan". Journal of the Chen Style Taijiquan Research Association of Hawaii. 2 (3). મૂળ માંથી 2010-01-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-09.CS1 maint: ref duplicates default (link)
- ↑ Yip, Y. L. (Autumn 2002). "Pivot – Qi". The Journal of Traditional Eastern Health and Fitness. Insight Graphics Publishers. 12 (3). ISSN 1056-4004.
- ↑ "SGMA 2007 Sports & Fitness Participation Report From the USA Sports Participation Study". SGMA. પૃષ્ઠ 2. મૂળ માંથી 2012-12-10 પર સંગ્રહિત. મેળવેલ 2007-08-18.
- ↑ Woolidge, Doug (1997). "T'AI CHI". The International Magazine of T’ai Chi Ch’uan. Wayfarer Publications. 21 (3). ISSN 0730-1049. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑ "Wushu likely to be a "specially-set" sport at Olympics". Chinese Olympic Committee. 2006. મૂળ માંથી 2007-03-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-13.
- ↑ ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ Wang, C (2004). "The effect of Tai Chi on health outcomes in patients with chronic conditions: a systematic review". Archives of Internal Medicine. 164 (5): 493–501. doi:10.1001/archinte.164.5.493. PMID 15006825. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ);|access-date=
requires|url=
(મદદ) - ↑ Wolf, SL (2003). "Intense tai chi exercise training and fall occurrences in older, transitionally frail adults: a randomized, controlled trial". Journal of the American Geriatric Society. 51 (12): 1693–701. doi:10.1046/j.1532-5415.2003.51552.x. PMID 14687346. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ);|access-date=
requires|url=
(મદદ) - ↑ Au-Yeung, PhD, Stephanie S. Y. (January 7, 2009). "Short-form Tai Chi Improves Standing Balance of People With Chronic Stroke". Neurorehabilitation and Neural Repair. 23 (5): 515. doi:10.1177/1545968308326425. PMID 19129308. મૂળ માંથી જૂન 20, 2009 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 9, 2010. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ તાઈ ચી કસરતની ફાઈબ્રોમીઆલ્ગીઆ ચિહ્નો અને આરોગ્ય સંબંધી જીવનની ગુણવત્તા પર અસર. ટેગ્ગાર્ટ એચ એમ, આર્સલેનિયન સીએલ, બાઈ એસ, સિંઘ કે. આર્મસ્ટ્રોંગ એટલાન્ટિક સ્ટેટ યુનિર્વિસટી, સવાનાહ, જીએ, યુએસએ. પીએમઆઈડીઃ 14595996 (પેબમેડ- ઈન્ડેકસ્ટ ફોર મેડલાઈન)
- ↑ "Calories burned during exercise". NutriStrategy. મેળવેલ 2007-04-13.
- ↑ Brody, Jane E. (2007-08-21). "Cutting Cholesterol, an Uphill Battle". The New York Times. મેળવેલ 2008-07-14.
- ↑ "Tai chi helps cut pain of knee arthritis: study". Reuters. October 25, 2008. મેળવેલ 2008-10-26.
Those who did tai chi experienced greater pain reduction, less depression and improvements in physical function and overall health, researchers led by Dr. Chenchen Wang of Tufts Medical Center in Boston reported...
- ↑ Pennington, LD (2006). "Tai chi: an effective alternative exercise". DiabetesHealth. મૂળ માંથી 2007-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-13.
- ↑ Irwin, MR (2007). "Augmenting Immune Responses to Varicella Zoster Virus in Older Adults: A Randomized, Controlled Trial of Tai Chi". Journal of the American Geriatrics Society. 55 (4): 511–517. doi:10.1111/j.1532-5415.2007.01109.x. PMID 17397428. મેળવેલ 2007-04-08. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ Jin, P (1989). "Changes in Heart Rate, Noradrenaline, Cortisol and Mood During Tai Chi". Journal of Psychosomatic Research. 33 (2): 197–206. doi:10.1016/0022-3999(89)90047-0. PMID 2724196. મૂળ માંથી 2007-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-13.
- ↑ Hernandez-Reif, M (2001). "Attention deficit hyperactivity disorder: benefits from Tai Chi". Journal of Bodywork & Movement Therapies. 5 (2): 120–123. doi:10.1054/jbmt.2000.0219. મૂળ માંથી 2007-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-13. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ Ospina MB, Bond TK, Karkhaneh M, Tjosvold L, Vandermeer B, Liang Y, Bialy L, Hooton N,Buscemi N, Dryden DM, Klassen TP (June 2007). "Meditation Practices for Health: State of the Research (Prepared by the University of Alberta Evidence-based Practice Center under Contract No. 290-02-0023)" (PDF). Evidence Report/Technology Assessment No. 155. Rockville, MD: Agency for Healthcare Research and Quality (AHRQ Publication No. 07-E010): 6. મૂળ (PDF) માંથી 2009-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-09.CS1 maint: multiple names: authors list (link)
- ↑ "The Online Tai Chi and Health Information Center funded by the U.S. government". American Tai Chi and Qigong Association. મેળવેલ 2010-05-23.
પૂરક વાચન
[ફેરફાર કરો]- Davis, Barbara (2004). Taijiquan Classics: An Annotated Translation. North Atlantic Books. ISBN 978-1556434310.CS1 maint: ref duplicates default (link)
- Eberhard, Wolfram (1986). A Dictionary of Chinese Symbols: Hidden Symbols in Chinese Life and Thought. Routledge & Kegan Paul, London. ISBN 0415002281.CS1 maint: ref duplicates default (link)
- Jou, Tsung-Hwa (1998). Tao of Tai Chi Chuan, 3rd ed. Tuttle. ISBN 978-0804813570.CS1 maint: ref duplicates default (link)
- "T'ai Chi Magazine bimonthly". Wayfarer Publications. 2008. ISSN 0730-1049. Cite journal requires
|journal=
(મદદ) - "Taijiquan Journal". Taijiquan Journal. 2008. ISSN 1528-6290. મૂળ માંથી 2021-02-26 પર સંગ્રહિત. મેળવેલ 2022-06-18. Cite journal requires
|journal=
(મદદ) - Wile, Douglas (1983). Tai Chi Touchstones: Yang Family Secret Transmissions. Sweet Ch'i Press. ISBN 978-0912059013.CS1 maint: ref duplicates default (link)
- Yang, Yang (2008). Taijiquan: The Art of Nurturing, The Science of Power. Zhenwu Publication; 2nd edition. ISBN 978-0974099019.CS1 maint: ref duplicates default (link)
- Carradine, David; Nakahara, David (1995). David Carradine's Tai Chi Workout: The Beginner's Program for a Healthier Mind and Body (Paperback)
|format=
requires|url=
(મદદ). Henry Holt and Company. ISBN 0-8050-3767-5. CS1 maint: discouraged parameter (link)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- "Medical Research on T'ai Chi & Qigong (Chi Kung)". World Tai Chi Day. મેળવેલ 2007-04-13.
- "Tai Chi Boosts Immunity, Improves Physical Health in Seniors". Acupuncture Today. 04 (11). 2003. મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-13.
- "Tai Chi: With slow movements as fluid as silk, the gentle Chinese practice of Tai Chi seems tailor-made for easing sore joints and muscles". Arthritis Today. મૂળ માંથી 2009-05-09 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-09.
- "World T'ai Chi & Qigong Day's Headline News". World Tai Chi Day. મેળવેલ 2007-04-13.
- મુખ્ય શૈલીઓના વિડિઓ
- યાંગ ઝેન્ડુઓઝ યાંગ સ્ટાઈલ- યુ ટ્યુબ પર
- વૂ યુંઘુઆઝ વૂ જીઆનકયુઆન સ્ટાઈલ
- ચેન શિંગ્ટોન્સ ચેન સ્ટાઈલ સંગ્રહિત ૨૦૧૧-૦૬-૨૯ ના રોજ વેબેક મશિન - ગૂગલ વિડિયો પર
- સન જીઆનયુન્સ સ્ટાઈલ સંગ્રહિત ૨૦૧૧-૦૬-૨૯ ના રોજ વેબેક મશિન
- હાઓ શૌરુઝ વૂ હો સ્ટાઈલ સંગ્રહિત ૨૦૧૧-૦૬-૨૯ ના રોજ વેબેક મશિન
- બેજિંગ સ્વરૂપના 24-સ્વરૂપ
- યાંગ તાઈ ચી ચુઆન સુધીના 108 સ્વરૂપ