લખાણ પર જાઓ

તાડ બિલાડી

વિકિપીડિયામાંથી
તાડ બિલાડી
તાડ બિલાડી (ફિલિપાઇન્સ)
સ્થાનિક નામતાડ બિલાડી, તાડનું વનીયર
અંગ્રેજી નામAsian Palm Civet, Common Palm Civet, Toddy Cat
વૈજ્ઞાનિક નામParadoxurus hermaphroditus
આયુષ્ય૧૫ વર્ષ
લંબાઇ૧૦૦ સેમી.
વજન૪.૫ કિલો
સંવનનકાળઆખું વર્ષ, ૩ થી ૪ બચ્ચા
ગર્ભકાળ૭૫ દિવસ
પુખ્તતા૧૧ માસ
દેખાવભુખરો-કાળો રંગ, લાંબુ મોઢું, લાંબા વાળ અને શરીરની લંબાઇ જેટલીજ પુંછડી, પીઠ પર લંબાઇમાં હારબંધ કાળા ટપકાં.
ખોરાકઉંદર, નાના પ્રાણી, પક્ષીઓ, ફળ અને તાડનો રસ.
વ્યાપશૂલપાણેશ્વર અભયારણ્યમાં, ટુંકનેર, કાલવટ અને છોટાઉદેપુર વિસ્તારમાં, અન્ય ગીચ જંગલોમાં જોવા મળે છે.
રહેણાંકગીચ જંગલો, આંબા અને નાળીયેરનાં વાવેતરોમાં.
ઉપસ્થિતિ ના ચિન્હોપગલાનાં નિશાન, રસ પીવા માટે તાડીનાં વૃક્ષ પર બાંધેલ રસ એકઠ્ઠો કરવાની મટકી ફોડી નાખે છે, તે પરથી.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૨૧ ના આધારે અપાયેલ છે.

તાડ બિલાડી અથવા વનીયર નામે ઓળખાતું આ પ્રાણી કદમાં બિલાડી જેવડું હોય છે. દક્ષિણ-પૂર્વ એશિયા, દક્ષિણ ભારત, શ્રીલંકા અને દક્ષિણ ચીનમાં જોવા મળે છે. આ પ્રાણીને અંગ્રેજીમાં 'ટોડ્ડી કેટ' (Toddy Cat), ફિલિપાઇન્સમાં 'મોતિત' (Motit), મલયાલમમાં 'મારપત્તિ' (marapatti) (અર્થાત 'વૃક્ષ શ્વાન' કે 'કાષ્ટ શ્વાન') અને શ્રીલંકાની સિંહાલી ભાષામાં 'ઉગુડુવા' (Uguduwa) પણ કહે છે.

વર્તણૂક

[ફેરફાર કરો]

વૃક્ષ પર રહેતું આ પ્રાણી પ્રજનન માટે ઝાડની બખોલ કે પત્થરનું પોલાણ પસંદ કરે છે. આંબા તથા તાડનાં વૃક્ષ પર જોવા મળે છે. ક્યારેક માનવવસ્તીમાં પણ રહે છે. રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]