લખાણ પર જાઓ

તુકારામ ઓમ્બલે

વિકિપીડિયામાંથી
તુકારામ ગોપાલ ઓમ્બલે
જન્મની વિગત૧૯૫૪
મૃત્યુNovember 2008 (aged 53–54)
પુરસ્કારો અશોક ચક્ર
પોલીસ કારકિર્દી
વિભાગમુંબઈ પોલીસ
સેવાના વર્ષો૧૯૯૧ - ૨૭ નવેમ્બર ૨૦૦૮
પદવી મદદનીશ સબ-ઇન્સપેક્ટર

તુકારામ ઓમ્બલે એસી (c. ૧૯૫૪ - ૨૭ નવેમ્બર ૨૦૦૮)[] એ મુંબઈ પોલીસમાં મદદનીશ સબ ઇન્સપેક્ટર તરીકે નિયુક્ત હતા. તેઓ ભારતીય ભૂમિસેનામાંથી નિવૃત્ત થયા બાદ પોલીસમાં જોડાયા હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલો દરમિયાન ગિરગામ ચોપાટી, મુંબઈ ખાતે આતંકવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં શહીદ થયા હતા. તેઓએ હુમલામાં સંડોવણી ધરાવતા આતંકવાદી અજમલ કસાબને જીવિત પકડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પાછળથી અજમલ કસાબ પર ખટલો ચાલ્યો અને તેને ફાંસી પર ચડાવાયો હતો. આ સાહસ, નિસ્વાર્થતા અને સર્વોચ્ચ બલિદાન માટે ઓમ્બલેને ભારત સરકારે અશોક ચક્ર વડે મૃત્યુપર્યંત નવાજ્યા હતા.[]

જીવનકાળ

[ફેરફાર કરો]

ઓમ્બલે ૧૯૯૧માં ભારતીય સેનાના સંચાર કોરમાંથી નાયકના હોદ્દા પરથી નિવૃત્તિ મેળવ્યા બાદ પોલીસમાં ભરતી થયા. ૨૦૦૮ના હુમલા દરમિયાન તેમની ટુકડી આતંકવાદીઓને રોકવા ટાંચા સાધનો સાથે નાકાબંધી કરીને તૈનાત હતી. બે આતંકવાદીઓ ગાડીમાં નાકા પાસે પહોંચ્યા ત્યારે અથડામણમાં તેમની ટુકડીએ એક આતંકવાદીને મારી નાખ્યો જ્યારે અન્ય આતંકવાદી કસાબની બંદૂક નિઃશસ્ત્ર ઓમ્બલે બંને હાથ વડે પકડી રાખી. આમ થતાં કસાબ ટુકડી પર ગોળી ન ચલાવી શક્યો પરંતુ તેણે ઓમ્બલેને અનેક ગોળીઓ મારી. તે સ્થળ પર ઓમ્બલે શહીદ થયા અને બાકીની ટુકડીએ કસાબને જીવિત પકડ્યો.

મુંબઈના નાગરિકોએ તેને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા સરકારને અપીલ કરી કેમ કે ઓમ્બલે આત્મઘાતી હુમલો કરવા આવેલ આતંકવાદીને જીવિત પકડવામાં સફળ રહ્યા હતા.[]

સન્માન અને પુરસ્કાર

[ફેરફાર કરો]
  • શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર
  • 'દેશની અપ્રતિમ સેવા'ની શ્રેણીમાં સીએનએન ઇન્ડિયન ઑફ ધ યર પુરસ્કાર[]
  • ગિરગામ ચોપાટી ખાતે તેમનું તામ્ર મૂર્તિનું અનાવરણ[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Ashish Khetan; Bachi Karkaria; Chris Khetan; George Koshy; Harsh Joshi; Julio Riberio; Rahul Shivshankar (૨૦૦૯). 26/11 Mumbai Attacked. Roli Books Private Limited. ISBN 9789351940708. મેળવેલ ૧૬ માર્ચ ૨૦૧૭.
  2. "11 security personnel to get Ashok Chakra". મૂળ માંથી 2009-02-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જાન્યુારી ૨૦૦૯. Check date values in: |access-date= (મદદ)
  3. "Business News, India Stock Market, Personal Finance, IPO, Financial News Headlines - The Financial Express". archive.financialexpress.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ માર્ચ ૨૦૧૮.
  4. "Madhavan Nair, Team Chandrayan named CNN-IBN Indian of the Year - Thaindian News". Thaindian.com. ૨ ફેબ્રુઆરી ૨૦૦૯. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૩.
  5. Tiwary, Deeptiman. "Tukaram Omble - A extraordinary constable". Mumbai Mirror. મૂળ માંથી 2009-08-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જાન્યુઆરી ૨૦૦૯.