વિજય સાલસકર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પોલીસ ઇન્સપેક્ટર
વિજય સાલસકર
એસી
મૃત્યુમુંબઈમહારાષ્ટ્રભારત
અન્ય નામોએન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ
સંબંધીઓહેમલતા સાલસકર (માતા), સ્મિતા સાલસકર (પત્ની)
પુરસ્કારોAshoka Chakra ribbon.svg અશોક ચક્ર
પોલીસ કારકિર્દી
વિભાગખંડણી વિરોધી વિભાગ, મુંબઈ
દેશમહારાષ્ટ્ર પોલીસ સેવા
સેવાના વર્ષો૨૫ વર્ષ
પદવીPolice Inspector insignia.png પોલીસ ઇન્સપેક્ટર

વિજય સાલસકર (૧૯૫૭-૨૦૦૮) એ મુંબઈ પોલીસમાં તૈનાત એક પોલીસ ઇન્સપેક્ટર અને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અધિકારી હતા.[૧] તેઓએ આશરે ૭૫-૮૦ અપરાધીઓને અલગ અલગ મુઠભેડોમાં ઠાર માર્યા હતા, જેમાંના મોટાભાગના અરુણ ગવળી ગેંગના સભ્યો હતા.[૨] સાલસકર આતંકવાદીઓ સાથે લડતાં ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન શહીદ થયા હતા.[૩][૪] એકમાત્ર જીવતો પકડાયેલ આતંકવાદી અજમલ અમીર કસાબને તેમના મોત માટે જવાબદાર ગણવામાં આવ્યો હતો.[૫] મૃત્યુ સમયે તેઓ ખંડણી વિરોધી ટુકડીના વડા હતા.[૬] તેમને અશોક ચક્ર વડે મૃત્યુપર્યંત સન્માનિત કરાયા હતા.[૭]

શરુઆતનું જીવન અને કારકિર્દી[ફેરફાર કરો]

તેમણે ૧૯૮૩માં સબ ઇન્સપેક્ટર તરીકે મુંબઈ પોલીસમાં નિયુક્તિ મેળવી. નિયુક્તિના પ્રથમ જ વર્ષમાં તેમણે રાજા શાહબુદ્દીન નામના કુખ્યાત બદમાશને મુઠભેડમાં ઠાર માર્યો હતો.[૮] તેઓએ ૨૦૦૬માં ગુટખા વ્યાપારીઓ અને સંગઠિત ગુનાખોરો વચ્ચેના સંબંધોનો ભાંડો ફોડ્યો હતો.[૯] ત્યારબાદ તેમને ક્રાઇમ વિભાગમાં ખંડણી વિરોધી ટુકડીના વડા બનાવાયા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં અનેક કુખ્યાત બદમાશોને ઠાર માર્યા હતા અને એવું કહેવાય છે કે એક વખત તેઓ સંગઠિત ગુનાઓમાં લિપ્ત ગવળી ગેંગના વડા અરુણ ગવળીને પણ સંકજામાં લાવત. પરંતુ, અરુણ ગવળી નાશી છૂટવામાં સફળ રહ્યો અને સાલસકરે તેના બે ટોચના સાથી સદા પાવલે અને વિજય ટંડેલને ઠાર માર્યા. આ મુઠભેડ સાચી ન હોવાના આરોપ પણ લાગ્યા હતા.[૧૦] ગવળી આનાથી ડરી ગયો અને ૨૦૦૫ની ચૂંટણી દરમિયાન તેણે સાલસકરની બદલી કરવા દબાણ કર્યું હતું.

સાલસકરે ૨૦૦૪માં જણાવ્યું હતું કે "ભલે ગવળી વિધાનસભ્ય બની જાય પરંતુ મારા માટે તે એક સંગઠિત ગુના આચરનાર ટુકડીનો વડો જ રહેશે અને મારે તેની ખબર રાખવી પડશે. જો મને ખબર મળશે કે ગવળી, તેની ટુકડી કે તેની સાથે સંકળાયેલ અન્ય કોઇ સભ્ય દગડી ચાલ ખાતે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે તો હું તે ઠેકાણા પર જાતે જ દરોડો પાડીશ અને ગવળીને પકડીશ. હું કોઈ રાજકીય દબાણ હેઠળ આવીશ નહિ અને માત્ર મુંબઈ પોલીસ વડા પાસેથી જ હુકમ લઈશ. હા, ગવળી વિધાનસભ્ય બનશે તો તેને પકડવા યોગ્ય કાર્યવાહી કરવી પડશે જે હું કરીશ. એ વાત શરમજનક રહેશે કે ગવળીને ખાખી ગણવેશધારી પોલીસકર્મીઓ રક્ષણ આપશે. અગાઉ આમ થતું અનેક વખત રોકાયું છે. તે સમયે મેં તેના ઘણા ટોચના બદમાશોને મેં ઠાર માર્યા છે અને તેથી તે મારાથી ડરે છે. પરંતુ જો તે ખરેખર જ સુધરી ગયો હોય તો તેણે મારાથી કે અન્ય પોલીસકર્મીથી ડરવા જરુર નથી. અમે નિર્દોષને કદી નિશાન નથી બનાવતા."[૧૧]

મૃત્યુ[ફેરફાર કરો]

વિજય સાલસકર આતંકવાદીઓ વિરુદ્ધ ૨૦૦૮ના મુંબઈ હુમલા દરમિયાન કાર્યવાહી કરતાં શહીદ થયા હતા.

જાદવના નિવેદન અનુસાર ત્રણ અધિકારીઓ હેમંત કરકરેઅશોક કામ્ટે અને સાલસકર ઉપરાંત ચાર હવાલદારને માહિતી મળી હતી કે કામા હોસ્પિટલ ખાતે આતંકવાદીઓ સાથે મુઠભેડમાં પોલીસ અધિકારી સદાનંદ દાતે ગંભીર રીતે ઘાયલ થયા હતા.[૧૨] તેમને મદદ કરવા આ ટુકડી ક્વાલીસ ગાડીમાં તે તરફ રવાના થઈ. સાલસકર ચલાવી રહ્યા હતા, કામ્ટે તેમની બાજુમાં હતા, કરકરે વચ્ચેની બેઠકમાં હતા અને ચાર અન્ય પોલીસકર્મી પાછળની હરોળમાં હતા. થોડા જ સમય બાદ આતંકવાદીઓએ ગોળીબાર કરી અને છ પોલીસ અધિકારીઓને મારી નાખ્યા. વળતા ગોળીબારમાં કસાબ નામનો આતંકવાદી ઘાયલ થયો હતો. જાદવ ઘાયલ થયા હતા અને તેમને કોઇ પગલાં લેવા મોકો જ નહોતો મળ્યો. આતંકવાદીઓ ત્યારબાદ ગાડી તરફ આગળ વધ્યા અને ત્રણ અધિકારીઓના મૃતદેહોને રસ્તા પર નાંખી દીધા. પાછળ રહેલ અન્ય પોલીસકર્મીઓના મૃતદેહો તેમણે ગાડીમાં જ રહેવા દીધા અને તેઓ ગાડી લઈ અને મેટ્રો સિનેમા તરફ આગળ વધ્યા. તે સ્થળે પોલીસ અને પત્રકારોના કાફલા પર તેમણે ગોળીબાર કર્યો અને વિધાન ભવન તરફ નાશી છૂટ્યા. તે સ્થળે પણ તેમણે ગોળીબાર કર્યો, પરંતુ ત્યાં ગાડીનું ટાયર ફાટી જતાં તેઓ ગાડીને છોડી આગળ વધ્યા. આ તબક્કે જાદવને મુખ્યાલયનો સંપર્ક કરવા તક મળી અને મૃતદેહોને સેંટ જ્યોર્જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Rizwanullah, Syed (૨૮ નવેમ્બર ૨૦૦૮). "They were our heroes". The Times of India. Retrieved ૩૦ નવેમ્બર ૨૦૦૮. Unknown parameter |last૨= ignored (મદદ); Check date values in: |access-date=, |date= (મદદ)
 2. http://www.tehelka.com/story_main26.asp?filename=Ne021007Ab_tak.asp
 3. "Three top cops die on duty-Mumbai-Cities-The Times of India". The Times of India. ૨૭ નવેમ્બર ૨૦૦૮. Retrieved ૨૭ નવેમ્બર ૨૦૦૮. Check date values in: |access-date=, |date= (મદદ)
 4. Katakam, Anupama (૨૮ નવેમ્બર ૨૦૦૮). "Mumbai policemen who led from the front". The Hindu. Chennai, India. Retrieved ૧ ડિસેમ્બર ૨૦૦૮. Check date values in: |access-date=, |date= (મદદ)
 5. "Gunmen wanted to repeat 9/11 in Mumbai". The Post – Pakistan. ૧ ડિસેમ્બર ૨૦૦૮. Retrieved ૧ ડિસેમ્બર ૨૦૦૮. Check date values in: |access-date=, |date= (મદદ)
 6. "Rajan Gangster dead". The Times of India. ૩૧ ઓક્ટોબર ૨૦૦૭. Check date values in: |date= (મદદ)
 7. "11 security personnel to get Ashok Chakra". Retrieved ૨૫ જાન્યુઆરી ૨૦૦૯. Check date values in: |access-date= (મદદ)
 8. "Vijay Salaskar: Life and death by the gun". India Today. ૨૮ નવેમ્બર ૨૦૦૮. Retrieved ૩૦ નવેમ્બર ૨૦૦૮. Check date values in: |access-date=, |date= (મદદ)
 9. "Mumbai Terror attack encounter specialist Vijay Salaskar surrender AK-47 assault rifle". Mid-day.com. Retrieved ૨૫ ઓક્ટોબર ૨૦૧૦. Check date values in: |accessdate= (મદદ)
 10. "I'm shaking with fear, says Arun Gawli". The Indian Express. Retrieved ૨૫ ઓક્ટોબર ૨૦૧૦. Check date values in: |accessdate= (મદદ)
 11. "Arun Gawli shoots down encounter fears". The Times of India. ૧૯ ઓક્ટોબર ૨૦૦૪. Retrieved ૨૫ ઓક્ટોબર ૨૦૧૦. Check date values in: |access-date=, |date= (મદદ)
 12. "Witness account of Karkare, Kamte and Salaskar's death", India Express, 29 November 2008.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]