હેમંત કરકરે

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પોલીસ સંયુક્ત કમિશ્નર (જોઇન્ટ કમિશ્નર)

હેમંત કરકરે

જન્મ૧૨ ડિસેમ્બર ૧૯૫૪
મૃત્યુ૨૬ નવેમ્બર ૨૦૦૮ (વય ૫૩ વર્ષ)
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
પુરસ્કારોAshoka Chakra ribbon.svg અશોક ચક્ર
પોલીસ કારકિર્દી
વિભાગભારતીય પોલીસ સેવા
મુંબઈ આતંકવાદ વિરોધિ દળ
દેશભારત
સંસ્થાભારત
સેવાના વર્ષો૧૯૮૨-૨૦૦૮
પદવીInsignia of Inspector General of Police in India- 2013-10-02 16-14.png પોલીસ સંયુક્ત કમિશ્નર

હેમંત કરકરે મુંબઈ આતંકવાદ વિરોધી દળના વડા હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન છાતીમાં ત્રણ ગોળી વાગતાં શહીદ થયા હતા.[૧] તેમને ૨૬ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો હતો.[૨]

તેઓ જાન્યુઆરી ૨૦૦૮માં આતંકવાદવિરોધિ દળના વડા બન્યા હતા. તેમને થાણા, વાશી અને પનવેલ ખાતે થયેલ શ્રેણીબદ્ધ બોમ્બધડાકાની સફળ તપાસ અને ૨૦૦૮ માલેગાંવ શ્રેણીબદ્ધ ધડાકાઓની તપાસ માટે ઓળખવામાં આવે છે.[૩]

ભણતર અને કારકિર્દી[ફેરફાર કરો]

તેમણે પ્રાથમિક શાળાકીય અભ્યાસ વર્ધાની ચિત્તરંજન દાસ મ્યુનિસિપલ શાળામાંથી મેળવ્યો હતો. તેમણે ન્યુ ઇંગ્લિસ હાઇસ્કુલ, વર્ધા ખાતેથી બાકીનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે વિશ્વેશ્વરૈયા નેશનલ ઇન્સટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, નાગપુર ખાતેથી ૧૯૭૫માં યાંત્રિકી ઇજનેરની પદવી હાંસલ કરી હતી. તેઓ સ્નાતક થવા બાદ ભારત સરકારની નેશનલ પ્રોડક્ટીવિટી કાઉન્સિલમાં જોડાયા હતા અને બાદમાં ખાનગી કંપની હિન્દુસ્તાન યુનિલિવરમાં પણ જોડાયા હતા.[૪]

તેમણે ૧૯૮૨ના બેચમાં ભારતીય પોલીસ સેવામાં નિયુક્તિ મેળવી. તેમણે ૨૦૦૮માં આતંકવાદ વિરોધી દળના વડા બનતાં પહેલાં મુંબઈ પોલીસમાં જ વહીવટી બાબતોના સંયુક્ત કમિશ્નર તરીકે સેવા આપી હતી.[૫] આ સિવાય તેમણે ભારતની વિદેશી જાસુસી સંસ્થા રિસર્ચ અને એનાલિસિસ વિંગમાં સાત વર્ષ ઓસ્ટ્રિયા ખાતે સેવા આપી હતી.

માલેગાંવ તપાસ[ફેરફાર કરો]

૮ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ માલેગાંવ, મહારાષ્ટ્ર ખાતે શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા. ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ મોડાસા, ગુજરાત અને માલેગાંવ, મહારાષ્ટ્ર ખાતે બોમ્બ વિસ્ફોટ થયા જેમાં આઠ લોકોના મોત થયાં અને ૮૦ લોકો ઘાયલ થયા.[૬] અમદાવાદ ખાતેથી સંખ્યાબંધ બોમ્બ મળી આવ્યા. હેમંત કરકરેને આ વિસ્ફોટની તપાસ સોંપવામાં આવી જેમણે ઓક્ટોબર ૨૦૦૮માં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, સ્વામી અમૃતાનંદ, લેફ્ટ્ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતની ધરપકડ કરી.[૭] મોટાભાગના કથિત ષડયંત્રકારો અભિનવભારત નામના સંગઠનના સભ્યો હતા.[૮][૯][૧૦][૧૧][૧૨]

વિરોધ પક્ષો જેવા કે શિવસેના અને ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો કે ધરપકડ તત્કાલીન કોંગ્રેસ સરકારના દબાણ હેઠળ કરવામાં આવી હતી.[૧૩][૧૪] આ બાબતોને કારણે કરકરે વિવાદોમાં ઘેરાઇ ગયા હતા. તેમાં ગેરકાયદેસર ધરપકડ અને માર મારવાના આરોપ પણ પોલીસ પર લગાવાયા હતા.[૧૫][૧૬][૧૭]

મૃત્યુ[ફેરફાર કરો]

૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ રાત્રિના આશરે ૯.૪૫ એ તેમને છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલ્વે સ્ટેશન ખાતે આતંકવાદી હુમલો થયો હોવાનો સંદેશ તેમને દાદર ખાતેના રહેઠાણ પર મળ્યો. તુરંત જ તેઓ ડ્રાઇવર અને રક્ષક પોલીસ કર્મીઓ સાથે તે તરફ જવા નીકળી પડ્યા. જ્યાં તેઓએ હેલ્મેટ અને બુલેટ પ્રુફ જેકેટ પહેર્યું અને પ્લેટફોર્મ નં ૧ પર જઈ પહોંચ્યા. પરંતુ તે સંપૂર્ણ ખાલી જણાયું. તે જ સમયે તેમને ખબર મળ્યા કે આતંકવાદીઓ કામા હોસ્પિટલ અને આઝાદ મેદાન પોલીસ સ્ટેશન તરફ દેખાયા હતા.

કાર્યવાહી કરવાનું બહુ મુશ્કેલ હતું કેમ કે રાત્રિનો સમય હતો અને આતંકવાદીઓ ફિદાયિન કાર્યવાહી માટે આવ્યા હતા. અધિકારીઓ કામા હોસ્પિટલમાં પાછળના દરવાજેથી પ્રવેશ્યા અને બે હવાલદારને ત્યાં તૈનાત કરવામાં આવ્યા. બાકી અધિકારીઓ ક્વાલીસ ગાડીમાં સવાર થયા જે ઇન્સપેક્ટર વિજય સાલસકર ચલાવી રહ્યા હતા. આ સમયે જ સંદેશ મળ્યો કે આતંકવાદીઓ હોસ્પિટલ પાસે એક લાલ ગાડીની પાછળ છુપાયા હતા.

તેઓ તે તરફ આગળ વધ્યા રંગ ભવન પાસે તેમણે એક આતંકવાદીઓને જોયો અને મુંબઈ પૂર્વના એસીપી અશોક કામ્ટે અને સાલસકર બંને એ તે દિશામાં ગોળીબાર કર્યો. આતંકવાદી ઘાયલ થયો અને તેની એકે-૪૭ પડી ગઈ. પાછળથી તે જાણવામાં આવ્યું કે તે કસાબ હતો. તેઓ ગાડીમાંથી ઉતરવા વિચારતા હતા તે જ સમયે બીજા આતંકવાદી ઇસ્માઇલ ખાને ગાડી પર ગોળીબાર કર્યો અને આસીસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર જાદવ સિવાયના તમામ અધિકારીઓ શહીદ થયા.[૧૮]

તે સમયે ગાડી સેંટ ઝેવિયર્સ કોલેજ અને રંગ ભવનની શેરીમાં હતી અને ક્રાઇમ બ્રાન્ચ ઓફિસથી બહુ જ નજીક હતી. તેમાં હેમંત કરકરે, અશોક કામ્ટે, સાલસકર અને અન્ય શહીદ થયા હતા.

જાદવના નિવેદન અનુસાર ત્રણ અધિકારીઓ કરકરે, કામ્ટે અને સાલસકર ઉપરાંત ચાર હવાલદારને માહિતી મળી હતી કે કામા હોસ્પિટલ ખાતે આતંકવાદીઓ સાથે મુઠભેડમાં પોલીસ અધિકારી સદાનંદ દાતે ગંભીર રીતે ઘાયલ થયા હતા.[૧૯] તેમને મદદ કરવા આ ટુકડી ક્વાલીસ ગાડીમાં તે તરફ રવાના થઈ. સાલસકર ચલાવી રહ્યા હતા, કામ્ટે તેમની બાજુમાં હતા, કરકરે વચ્ચેની બેઠકમાં હતા અને ચાર અન્ય પોલીસકર્મી પાછળની હરોળમાં હતા. થોડા જ સમય બાદ આતંકવાદીઓએ ગોળીબાર કરી અને છ પોલીસ અધિકારીઓને મારી નાખ્યા. વળતા ગોળીબારમાં કસાબ નામનો આતંકવાદી ઘાયલ થયો હતો.[૨૦] જાદવ ઘાયલ થયા હતા અને તેમને કોઇ પગલાં લેવા મોકો જ નહોતો મળ્યો. આતંકવાદીઓ ત્યારબાદ ગાડી તરફ આગળ વધ્યા અને ત્રણ અધિકારીઓના મૃતદેહોને રસ્તા પર નાંખી દીધા. પાછળ રહેલ અન્ય પોલીસકર્મીઓના મૃતદેહો તેમણે ગાડીમાં જ રહેવા દીધા અને તેઓ ગાડી લઈ અને મેટ્રો સિનેમા તરફ આગળ વધ્યા. તે સ્થળે પોલીસ અને પત્રકારોના કાફલા પર તેમણે ગોળીબાર કર્યો અને વિધાન ભવન તરફ નાશી છૂટ્યા. તે સ્થળે પણ તેમણે ગોળીબાર કર્યો, પરંતુ ત્યાં ગાડીનું ટાયર ફાટી જતાં તેઓ ગાડીને છોડી આગળ વધ્યા. આ તબક્કે જાદવને મુખ્યાલયનો સંપર્ક કરવા તક મળી અને મૃતદેહોને સેંટ જ્યોર્જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

બાદમાં પત્રકારોની તપાસમાં આરોપ લગાવ્યો કે કરકરેને અપાયેલ બુલેટ પ્રુફ જેકેટ નબળી ગુણવત્તાનું હતું.[૨૧] જોકે ડોક્ટરો અનુસાર જેકેટની તેમના મૃત્યુમાં વધુ ભૂમિકા નહોતી.[૨૨][૨૩]

તેમના પત્ની કવિતા કરકરે ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ બીમાર થયાં અને તેઓ ૫૭ વર્ષની વયે મૃત્યુ પામ્યાં. તેઓ દાદર ખાતે રહેતા હતાં અને તેઓ પ્રાધ્યાપિકા તરીકે તારદેવ ખાતે સેવા આપતાં હતાં. તેમને બે પુત્રીઓ જુઇ અને સાયલી તેમજ પુત્ર આકાસ છે.[૨૪][૨૫]

વિવાદ[ફેરફાર કરો]

સાધ્વી પ્રજ્ઞાએ કરકરે પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો. સાધ્વીને માલેગાંવ વિસ્ફોટની તપાસ દરમિયાન પકડવામાં આવ્યા હતા.[૨૬]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ATS chief succumbs to injuries
 2. "11 security personnel to get Ashok Chakra". IBN Live. Retrieved ૨૫ જાન્યુઆરી ૨૦૦૯. Check date values in: |access-date= (મદદ)
 3. "Colleagues: Slain terror chief 'superb,' a 'daredevil'". CNN. CNN.com. ૨૯ નવેમ્બર ૨૦૦૮. Retrieved ૪ મે ૨૦૧૦. Check date values in: |access-date=, |date= (મદદ)
 4. http://patientcare.lvpei.org/vision-rehabilitation/images/feb-2010.pdf
 5. "Steel In The Driftwood". www.outlookindia.com. Retrieved ૭ ડિસેમ્બર ૨૦૧૦. Check date values in: |accessdate= (મદદ)
 6. Bidwai, Praful (૨૨ નવેમ્બર ૨૦૦૮). "Confronting the Reality of Hindutva Terrorism". Economic and Political Weekly. 43. JSTOR 40278200. Check date values in: |date= (મદદ)
 7. Rajesh, Y. P. (૨૭ નવેમ્બર ૨૦૦૮). "Karkare's response to death threat: a 'smiley'". The Indian Express. Retrieved ૨૯ નવેમ્બર ૨૦૦૮. Check date values in: |access-date=, |date= (મદદ)
 8. "India Police Say They Hold 9 from Hindu Terrorist Cell". The New York Times (Asia Pacific આવૃત્તિ.). ૧૧ નવેમ્બર ૨૦૦૮. Retrieved ૧૩ ડિસેમ્બર ૨૦૧૪. Check date values in: |access-date=, |date= (મદદ)
 9. "Agent Orange". Outlook. ૨૪ નવેમ્બર ૨૦૦૮. Retrieved ૧૪ ડિસેમ્બર ૨૦૧૪. Check date values in: |access-date=, |date= (મદદ)
 10. The meaning very clearly was, don’t get us favourable orders: Malegaon SPP Rohini Salian, The Indian Express, 13 October 2015.
 11. Bidwai, Praful (૮ નવેમ્બર ૨૦૦૮). "Saffron Terror". Frontline. Retrieved ૧૦ ડિસેમ્બર ૨૦૧૪. Check date values in: |access-date=, |date= (મદદ)
 12. Editorial (૧૫ નવેમ્બર ૨૦૦૮). "Hindutva's Terrorism Links". Economic and Political Weekly. JSTOR 40278164. Check date values in: |date= (મદદ)
 13. "Arrests of 'Hindu terrorists' embarasses BJP". Hindustan Times. ૨૮ ઓક્ટોબર ૨૦૦૮. Retrieved ૨૮ ઓક્ટોબર ૨૦૦૮. Check date values in: |access-date=, |date= (મદદ)
 14. "'I'm not ready to believe that Sadhvi Pragya Thakur is a terrorist'". Indianexpress.com. ૧૭ નવેમ્બર ૨૦૦૮. Retrieved ૭ ડિસેમ્બર ૨૦૧૦. Check date values in: |access-date=, |date= (મદદ)
 15. Voting with our heads, Hindustan Times, ૧૨ ડિસેમ્બર ૨૦૦૮.
 16. Malegaon case: Was there a 'message from top' to Rohini Salian, asks Congress, Firstpost, ૨૫ જૂન ૨૦૧૫
 17. "Colleagues: Slain terror chief 'superb,' a 'daredevil'". CNN.com. ૨૯ નવેમ્બર ૨૦૦૮. Retrieved ૪ મે ૨૦૧૦. Check date values in: |access-date=, |date= (મદદ)
 18. "TOI Pieces Together The Last Hours Of Mumbai's Three Police Officers On The Fateful Night Of November 26" (video). Times of India. ૧૯ ડિસેમ્બર ૨૦૦૮. Check date values in: |date= (મદદ)
 19. "Witness account of Karkare, Kamte and Salaskar's death". India Express. ૨૯ નવેમ્બર ૨૦૦૮. Check date values in: |date= (મદદ)
 20. PTI (૧૦ જાન્યુઆરી ૨૦૦૯). "Injured Ajmal killed Ombale: Maria". Mumbai: Mid-day.com. Retrieved ૭ ડિસેમ્બર ૨૦૧૦. Check date values in: |access-date=, |date= (મદદ)
 21. Ali, S Ahmed (૨૧ નવેમ્બર ૨૦૦૯). "Karkare death not due to faulty jacket". The Times Of India. Check date values in: |date= (મદદ)
 22. "Lies, betrayal and denial in Bombay". Hindustan Times. ૩ જુલાઇ ૨૦૧૦. the original માંથી ૯ જુલાઇ ૨૦૧૦ પર સંગ્રહિત. Check date values in: |date=, |archive-date= (મદદ)
 23. "Karkare's bullet-proof vest misplaced in hospital: Police". Indianexpress.com. ૧૧ જૂન ૨૦૧૦. Retrieved ૭ ડિસેમ્બર ૨૦૧૦. Check date values in: |access-date=, |date= (મદદ)
 24. Lata Mishra (૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪). "Karkare's wife dies, gives life to others by donating organs". Mumbai Mirror. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪. Check date values in: |accessdate=, |date= (મદદ)
 25. "26/11 hero Hemant Karkare's wife dies of brain haemorrhage". The Hindu. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૪. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪. Check date values in: |accessdate=, |date= (મદદ)
 26. "Sadhvi Pragya: 'Saffron terror' a creation of P Chidambaram". The Indian Express (અંગ્રેજી માં). ૨૭ એપ્રિલ ૨૦૧૭. Retrieved ૨૮ એપ્રિલ ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)