લખાણ પર જાઓ

સંદીપ ઉન્નીક્રિષ્નન

વિકિપીડિયામાંથી
મેજર
સંદીપ ઉન્નીક્રિષ્નન
એસી
ચિત્ર:Sandeep Unnikrishnan.jpg
જન્મ૧૫ માર્ચ ૧૯૭૭
કોઝિકોડ, કેરળ, ભારત
મૃત્યુ૨૮ નવેમ્બર ૨૦૦૮ (વય ૩૧ વર્ષ)
મુંબઈમહારાષ્ટ્ર, ભારત
અજ્ઞિદાહહેબ્બલ, બેંગાલુરુ, કર્ણાટક
દેશ/જોડાણભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૯૯-૨૦૦૮
હોદ્દો મેજર
સેવા ક્રમાંકઆઈસી-૫૮૬૬૦
દળચિત્ર:NSG-India.png ૫૧ એસએજી, એનએસજી
ચિત્ર:Bihar Regiment Insignia.gif ૭મી બિહાર
યુદ્ધોઓપરેશન વિજય

આતંકવાદ વિરોધી કાર્યવાહી

ઓપરેશન બ્લેક ટોર્નાડો
પુરસ્કારોઅશોક ચક્ર

સંદીપ ઉન્નીક્રિષ્નનન ભારતીય ભૂમિસેનાના એક અધિકારી હતા જે નેશનલ સિક્યુરીટી ગાર્ડના ખાસ કાર્યવાહી ટુકડીમાં તૈનાત હતા. તેઓ નવેમ્બર ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન શહીદ થયા હતા.[] તેમને ૨૬ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો.[]

શરુઆતનું જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ બેંગ્લોર ખાતે નાયર પરિવારમાં થયો હતો. તેઓનો પરિવાર ચેરુવાન્નુર, કોઝિકોડ જિલ્લો, કેરળનો વતની હતા [] તેમના પિતા કે ઉન્નીક્રિષ્નન ભારતીય અંતરિક્ષ અનુસંધાનના કર્મચારી હતા અને માતા ધનલક્ષ્મી ઉન્નીક્રિષ્નન હતા.[]

તેમણે બેંગ્લોર ખાતે ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કુલમાંથી ૧૯૯૫માં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો. તેમના સહપાઠીઓ અને શિક્ષકો તેમને સારા ખેલાડી તેમજ વિદ્યાર્થી તરીકે યાદ કરે છે જેઓ શાળાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા.[] તેઓ શાળાના ગાયકવૃંદના સભ્ય હતા અને સિનેમાના પણ શોખીન હતા.[]

સૈન્ય કારકિર્દી

[ફેરફાર કરો]

તેઓ રાષ્ટ્રિય રક્ષા અકાદમી, પુના, મહારાષ્ટ્ર ખાતે ૧૯૯૫માં જોડાયા. તેઓ ઓસ્કાર સ્ક્વોડ્રન, નંબર ચાર પલટણના સભ્ય હતા અને ૯૪મા કોર્સના સ્નાતક હતા. અકાદમિના સાથીઓ તેમને નિસ્વાર્થ, ઉદાર અને શાંત તેમજ દૃઢ મનોબળવાળા વ્યક્તિ તરીકે ઓળખે છે.[]

તેઓ ૧૨ જુલાઈ ૧૯૯૯ના રોજ બિહાર રેજિમેન્ટની ૭મી પલટણમાં લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત થયા. તેઓએ જમ્મુ અને કાશ્મીર ખાતે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં અને રાજસ્થાન ખાતે સેવા આપી હતી. ત્યારબાદ તેઓ નેશનલ સિક્યુરીટી ગાર્ડમાં જોડાયા હતા.[] તાલીમના અંતે જાન્યુઆરી ૨૦૦૭માં તેઓ ખાસ કાર્યવાહી દળમાં નિયુક્તિ પામ્યા હતા. તેમણે ભારતીય ભૂમિસેનાનો ઘાતક કોર્સ પણ પાયદળ સ્કુલ, બેલગામ ખાતેથી પૂર્ણ કર્યો હતો. તેમાં તેઓને પ્રશસ્તિ પત્ર અને સર્વોચ્ચ ગુણ મળ્યા હતા.[]

જુલાઈ ૧૯૯૯માં ઓપરેશન વિજય દરમિયાન પાકિસ્તાન ભૂમિસેનાના ભારે ગોળીબાર અને તોપમારા વચ્ચે તેઓ અગ્રીમ ચોકી પર તૈનાત હતા. ૩૧ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ તેઓ ભારે ગોળીબાર વચ્ચે દુશ્મન સૈન્યની ૨૦૦ મીટર દૂર ચોકી સ્થાપવામાં સફળ રહ્યા હતા. આમાં તેમને છ સૈનિકોએ સાથ આપ્યો હતો.[૧૦]

ઓપરેશન બ્લેક ટોર્નાડો

[ફેરફાર કરો]

૨૬ નવેમ્બર ૨૦૦૮ની રાતમાં દક્ષિણ મુંબઈના અનેક વિખ્યાત સ્થળો પર આતંકવાદીઓએ હુમલો કર્યો. તેમાંનું એક સ્થળ આશરે ૧૦૦ વર્ષ જુની તાજ મહાલ પેલેસ હોટેલ હતી. ઉન્નીક્રિષ્નન ૫૧મી ખાસ કાર્યવાહી દળનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા. તેમનું મુખ્ય કાર્ય હોટલ ખાતે બંધકોને છોડાવવાનું હતું. તેઓ હોટલમાં ૧૦ કમાન્ડો સાથે પ્રવેશ્યા અને સીડી વડે છઠ્ઠા માળ સુધી પહોંચ્યા. ત્યારબાદ નીચે તરફ આવતાં તેમને આતંકવાદીની હિલચાલના આધારે ત્રીજા માળે હોવાની શંકા ગઈ. એક ઓરડો જે અંદરથી બંધ હતો તેમાં કેટલીક સ્ત્રીઓને બંધક બનાવાઇ હતી. દરવાજો તોડતાં જ ગોળીબારની શરુઆત થઈ જેમાં ઉન્નીક્રિષ્નનના સાથી કમાન્ડો સુનિલ યાદવને ગોળી વાગી.[૧૧]

ઉન્નીક્રિષ્નન દ્વારા ગોળીબાર વડે આતંકવાદીઓને રોકી રખાયા અને તે દરમિયાન યાદવને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. આ દરમિયાન આતંકવાદીઓ ભાગીને અન્ય સ્થળે જવા લાગ્યા જેનો ઉન્નીક્રિષ્નન પીછો કરવા લાગ્યા.[૧૨] આ બાદ મુઠભેડમાં તેમને ગોળી વાગતાં તેઓ ઇજાગ્રસ્ત થયા અને બાદમાં શહીદ થયા.[૧૩][૧૪][૧૫]

તેમના સાથીઓ અનુસાર તેમના આખરી શબ્દો "ઉપર ન આવતા, હું તેમને સંભાળી લઈશ" હતા.[૧૬]

અશોક ચક્ર પ્રશસ્તિ પત્ર

[ફેરફાર કરો]
સંદીપ ઉન્નીક્રિષ્નનના માતાને અશોક ચક્ર અર્પણ કરતા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, ૨૬ જાન્યુઆરી ૨૦૦૯.

અશોક ચક્ર પુરસ્કારનું પ્રશસ્તિ પત્ર નીચે મુજબ હતું:

આઈસી-૫૮૬૬૦ મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન બિહાર રેજિમેન્ટ/૫૧ ખાસ કાર્યવાહી દળ મૃત્યુપર્યંત

૨૭ નવેમ્બર ૨૦૦૮ના રોજ હોટલ તાજમાંથી આતંકવાદીઓને ઠાર મારવાની કાર્યવાહીમાં મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન નેતૃત્વ સંભાળી રહ્યા હતા અને તેમણે ૧૪ બંધકોને સલામત રીતે બચાવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન તેમની ટુકડી પર ભારે પ્રમાણમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો જેમાં તેમના એક સાથીને ગંભીર ઇજા પહોંચી. તેમણે સચોટ ગોળીબાર દ્વારા આતંકવાદીઓને રોકી રાખ્યા અને ઇજાગ્રસ્ત સાથીને સલામત સ્થળે ખસેડ્યો. આમ કરતાં તેઓને જમણા હાથમાં ગોળી વાગી. તેમની ઇજા છતાં તેઓ આતંકવાદીઓ સાથે અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા.

મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન દ્વારા વીરતાનું પ્રદર્શન કરતાં તેમણે બંધુત્વ અને નેતૃત્વનું પ્રદર્શન કર્યું અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું.[૧૭]

અંતિમસંસ્કાર

[ફેરફાર કરો]

તેમના અંતિમસંસ્કાર દરમિયાન 'સંદીપ ઉન્નીક્રિષ્નન અમર રહે'ના નારાં લાગ્યાં.[૧૮] હજારો લોકો તેમના બેંગ્લોર ખાતેના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યાં અને તેમની અંત્યેષ્ઠિ સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે યોજવામાં આવી.[૧૯][૨૦]

મધર ડેરી ડબલ રોડને મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન માર્ગ એવું નામ આપવામાં આવ્યું છે. રામામૂર્તિનગર ખાતે મેજર ઉન્નીક્રિષ્નનનું અર્ધપ્રતિમા મૂકવામાં આવી અને ચોકનું નામકરણ તેમના માનમાં કરવામાં આવ્યું.[૨૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "2 NSG men killed, six others injured in Mumbai gunbattles". PTI. ૨૮ નવેમ્બર. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૦૮. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)[મૃત કડી]
  2. "11 security personnel to get Ashok Chakra". મૂળ માંથી 2009-02-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જાન્યુઆરી ૨૦૦૯. {{cite news}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૩ ના રોજ વેબેક મશિન
  3. "Army Major from Kerala dies in Mumbai encounter". WebIndia 123. ૨૮ નવેમ્બર ૨૦૦૮. મૂળ માંથી 2012-02-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૦૮. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  4. "Boy who had a crew cut in school". The Telegraph. Calcutta, India. ૨૯ નવેમ્બર ૨૦૦૮. મૂળ માંથી 2011-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-10. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  5. "A school remembers". TOI. Times of India. ૨૯ નવેમ્બર ૨૦૦૮. મૂળ માંથી 2012-10-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ નવેમ્બર ૨૦૦૮. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૨-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન
  6. "Sandeep Unnikrishnan: A movie maniac". India Today. India Today. ૩૦ નવેમ્બર ૨૦૦૮. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૦૮. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  7. Mund, Prasenjit (૩૦ નવેમ્બર ૨૦૦૮). "NDA Buddies Remember Unni=The Times Of India". The Times Of India. મૂળ માંથી 2012-10-22 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૦૮. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૨-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન
  8. "Mangalorean.Com- Serving Mangaloreans Around The World!". મૂળ માંથી 2008-12-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-10. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  9. Verma, Kumod (૨૯ નવેમ્બર ૨૦૦૮). "Bihar Regiment fondly remembers Major Unnikrishnan". The Times Of India. મૂળ માંથી 2012-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-10. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૨-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન
  10. "Major Unnikrishnan's colleagues recall his qualities". The Hindu. Chennai, India. ૧૦ ડિસેમ્બર ૨૦૦૮. મૂળ માંથી 2009-12-31 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-10. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  11. A buddy called Major Unnikrishnan
  12. sify.com
  13. "Sandeep Unnikrishnan waged a valiant battle against terrorists". Chennai, India: The Hindu. ૨૯ નવેમ્બર ૨૦૦૮. મૂળ માંથી 2008-12-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ નવેમ્બર ૨૦૦૮. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  14. "Nation bids adieu to ATS chief, NSG commando – India News – IBNLive". મૂળ માંથી 2008-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-10. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન
  15. "Maj Sandeep UnniKrishnan – A school remembers". The Times Of India. ૨૯ નવેમ્બર ૨૦૦૮. {{cite news}}: Check date values in: |date= (મદદ)
  16. "Hero's last words — The Hindu". Chennai, India. The Hindu. ૩૦ નવેમ્બર ૨૦૦૮. મૂળ માંથી 2011-09-16 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૦૮. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  17. Ashoka Chakra awardees and their saga of gallantry, Press Information Bureau, Government of India, ૨૫ જાન્યુઆરી ૨૦૦૯, http://pib.nic.in/newsite/erelease.aspx?relid=46980, retrieved ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૪ 
  18. "Hundreds pay tributes to slain NSG major in Bangalore — The Hindu". Chennai, India. The Hindu. ૨૯ નવેમ્બર ૨૦૦૮. મૂળ માંથી 2010-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૩ ડિસેમ્બર ૨૦૦૮. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  19. Ravindran, Nirmala (૨૯ નવેમ્બર ૨૦૦૮). "Nation bid tearful adieu to Karkare, Unnikrishnan". India Today. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૧૫. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  20. "Home They Brought Her Warrior Dead: The Day Major Sandeep Unnikrishnan Died". http://topyaps.com/. મૂળ માંથી 2018-02-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૧૫. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ); External link in |website= (મદદ)
  21. "Teachers' Colony pays tribute, names park after Sandeep Unnikrishnan - Bangalore Mirror -". Bangalore Mirror. મેળવેલ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)