લખાણ પર જાઓ

થાલીપીઠ

વિકિપીડિયામાંથી
થાલીપીઠ

થાલીપીઠ આ એક મહારાષ્ટ્રીય ખાદ્ય પદાર્થ છે.

સામગ્રી

[ફેરફાર કરો]
  1. ઘઉંનો લોટ (કરકરો)
  2. તેલ
  3. મરચું
  4. હળદર
  5. મીઠું
  6. કાંદા(ડુંગળી)/ મેથી/ પાલખ/ મૂળા/ લીલા મરચાં/ આદુ (સર્વ ઐચ્છિક)
  7. ધાણા ચૂર્ણ/ જીરા ચૂર્ણ/ કાળો મસાલો/ મિરપુડ (સ્વાદ પ્રમાણે)

પૂર્વ તૈયારી

[ફેરફાર કરો]

પ્રથમ કાંદા/ મેથી/ પાલખ/ મૂળા/ લીલાં મરચાં/ આદુ ઈત્યાદિ જે નાખવું હોય તે, સારી રીતે ધોઈ લેવું.

લોટની કણક બાંધી તેમાં ભરપૂર મોણ નાખવું. ઉપર જણાવેલી વસ્તુઓને સ્વાદ અનુસાર ઉમેરવી. પાણીને મદદ વડે કણક એવી બનાવવી કે જેથી તેને થાપી શકાય. તવા પર થોડું તેલ લઈ તેના પર તૈયાર કરેલ કણકને થાપવી. પાણી વડે ભીનો કરેલ હાથ તેના ઉપર ફેરેવી સરખી સપાટી કરવી. ધીમા તાપે તેને સીજવા દો , હવે બીજી બાજુ ઉથલાવી ફરી તવાપર હજી થોડું તેલ નાખી સીજવવા દો.

ખાવા આપતી વખતે તેની સાથે અથાણાનો રસો કે ટોમેટો સૉસ સાથે પીરસો.

અન્ય માહિતી

[ફેરફાર કરો]

દરેક કડ ધાન્યો, ચોખા, ઘઉં, જુવાર વગેરેને એક્સાથે ભીંજવી અને ત્યારબાદ વાટીને ઉપર જણાવેલ સામગ્રી નાખી થાલીપીઠ બનાવવું. તે ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનશે.