દરિયાઈ બોગદું (ઇંગ્લેન્ડ-ફ્રાન્સ)
Appearance
દરિયાઈ બોગદું ( અંગ્રેજી:Channel Tunnel; ફ્રેન્ચ:Le tunnel sous la Manche) એ ઇંગ્લેન્ડ ખાતે આવેલી કેટ કાઉન્ટીને ફ્રાન્સ દેશમાં આવેલા નૉર-પા દા કલાઈ પ્રાંત સાથે જોડતું અને ઇંગ્લિશ ખાડીના તળની નીચેથી બાંધવામાં આવેલું ૫૦.૫ કિમી લાંબું રેલ્વે બોગદું છે. આ ભોંયરામાર્ગની કુલ લંબાઇ પૈકીનું ૩૭.૯ કિમી જેટલું અંતર પાણી નીચેથી પસાર થાય છે. ઇ. સ. ૧૯૯૪ના વર્ષમાં આ બોગદાનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ભોંયરામાર્ગ દ્વારા લંડન તથા પૅરિસ એ યુરોપ ખંડમાં આવેલાં બે સૌથી મોટાં શહેરને જોડતી દ્રુતગતી રેલ્વે શરુ કરવામાં આવી છે. યુરોસ્ટાર નામની વાહતૂક કંપની લંડન થી પૅરિસ તેમજ બ્રસેલ્સ શહેરો વચ્ચે જલદ પ્રવાસી વાહતૂક સેવા પુરી પાડે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર category:Eurotunnel વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |