દાબેલી

વિકિપીડિયામાંથી
દાબેલી
Daabeli.JPG
દાબેલી
અન્ય નામોદાબેલી
વાનગીફરસાણ
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યગુજરાત, ભારત
બનાવનારકેશવજી ગાભા ચુડાસમા ઉર્ફે કેશા માલમ
પીરસવાનું તાપમાનઓરડાના ઉષ્ણતામાને
મુખ્ય સામગ્રીબટેટા, પાંઉ, મસાલો, ચટણીઓ

દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્‌ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.

ઉદ્‌ગમ[ફેરફાર કરો]

પાઉંની વચમાં મસાલો દાબીને આ વાનગી બનતી હોવાથી આનું નામ "દાબેલી" પડ્યું છે. દાબેલીની શરૂઆત ૧૯૬૦ના દશકમાં કચ્છ જિલ્લાનાં માંડવી શહેરના રહેવાસી કેશવજી ગાભા ચુડાસમા ઉર્ફે કેશા માલમ દ્વારા કરાઈ હતી. તેમણે ક્યારેય ધાર્યું નહોતું કે તેમનું નિર્માણ આટલી પ્રસિદ્ધી પામશે. જ્યારે તેમણે દાબેલી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેઓ ૧ આના (૬ પૈસા)માં એક દાબેલી વેચતા હતાં. આજે તેમની બીજી પેઢી દ્વારા દાબેલીનો ધંધો ચલાવવામાં આવે છે.[૧]

આમ દાબેલીનું ઉદ્‌ગમ માંડવી શહેર મનાય છે અને જિલ્લાનાં નામ પરથી આને કચ્છી દાબેલી પણ કહે છે. આજે પણ આ શહેરમાં બનતો દાબેલીનો મસાલો અસલ મનાય છે. આ સિવાય ભુજ અને નખત્રાણામાં પણ સારી ગુણવત્તાની દાબેલી મળે છે.

અન્ય માહિતી[ફેરફાર કરો]

  • દાબેલીનો મસાલો, કે જે દાબેલીનો પ્રમુખ ઘટક છે તે દરેક શહેરોમાં તૈયાર મળે છે. કચ્છમાં વિવિધ બ્રાંડના નામ હેઠળ આને તૈયર કરવામાં આવે છે. માંડવી અને ભુજમાં બનતા દાબેલી મસાલાની માંગ વધુ હોય છે. આ મસાલો સૂકા લાલ મરચાં, મરી, સૂકું કોપરું, મીઠું, લવિંગ, જીરું, ધાણા, હળદર, એલચી, બાદિયાન, સંચળ, તમાલ પત્ર અને અન્ય ગરમ મસાલાને મેળવીને બનવવામાં આવે છે. આ મસલાને ૬ થી ૧૨ મહિના સાચવી શકાય છે.
  • ચટણી એ અન્ય ભારતીય વ્યંજનની જેમ દાબેલીમાં પણ વપરાય છે. આ ચટણી ખજૂર આમલીની ચટણી, તજ-લવિંગનાં પાણી સ્વરૂપે હોય છે.
  • સેવ મૂળ રૂપે દાબેલીનો ભાગ નથી. તે પાછળથી ઉમેરવામાં આવેલો સુધારો છે અને જરૂરી નથી કે દરેક જગ્યાએ મળતી દાબેલીની ઉપર સેવ ભભરાવેલી હોય જ.

રાંધવાનો સમય

  • દાબેલીનો મસાલો તૈયર હોવાથી તેને તૈયાર કરવામાં બટેટાને બાફવા માટે અને બધી સામાગ્રીનું સંયોજન કરવામાં સમય લાગે તેટલો જ લાગે છે.

પ્રચલન[ફેરફાર કરો]

દાબેલી માત્ર કચ્છમાં કે ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના અમુક ભાગોમાં પણ પ્રચલિત છે. દાબેલીની નાનકડી રેંકડીઓ ભારતના બધાજ મોટા શહેરોમાં મળી આવે છે

દાબેલીને ક્યારેક "કચ્છી બર્ગર", "દેશી બર્ગર", કે કચ્છી ડબલ રોટી તરીકે પણ ઓળખાવવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kacchi Dabeli Recipe | Dabeli Recipe | Dabeli Masala Recipe". WhatsCookingIndia (અંગ્રેજીમાં). 2019-11-06. મેળવેલ 2020-05-21.