દાભોસા ધોધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દાભોસા ધોધ ચોમાસા દરમિયાન

દાભોસા ધોધ (Dabhosa Waterfalls) એક ધોધ છે, જે દાભોસા ગામ, જવ્હાર તાલુકો, પાલઘર જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત ખાતે આવેલ છે. આ મુંબઇ નજીક આવેલું સૌથી વધુ ઊંચાઈ ધરાવતા ધોધ પૈકીનો એક છે. આ ધોધ લેન્ડી નદી પર આવેલ છે, જે દમણગંગા નદીની ઉપનદી વાઘ નદીની ઉપનદી છે. આ ધોધ ૩૦૦ ફૂટ જેટલી ઊંચાઇ પરથી નીચે પડે  છે. દાભોસા ધોધ ખાસ કરીને ચોમાસાની મોસમ દરમિયાન જોવાલાયક સુંદર ધોધ છે.[૧]

દાભોસા ધોધ એક સાહસિકો માટેનું સ્થળ છે, જે કાયકિંગ, ટ્રેકિંગ, ખીણ ભ્રમણ અને માછીમારીના રસિકો માટે ઉપયોગી છે. આ ધોધ નજીક દાભોસા ધોધ રિસોર્ટ અને જવ્હાર હિલ સ્ટેશન રિસોર્ટ  એમ બે આવાસ વિકલ્પો  ઉપલબ્ધ છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]