દિનકરરાય કેશવલાલ વૈદ્ય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દિનકરરાય વૈદ્ય
જન્મદિનકરરાય કેશવલાલ વૈદ્ય
૨૧ સપ્ટેમ્બર, ૧૯૧૦
મૃત્યુ૨૦૦૦
વ્યવસાયકવિ, પક્ષીવિદ્, ખગોળવિદ, પ્રકૃતિવિદ્
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
લેખન પ્રકારોકવિતા
નોંધપાત્ર સર્જનો
 • વર્ષાજલ (૧૯૬૬)
જીવનસાથીમનોરમા ‍(૧૯૩૧-૧૯૫૬‌)
સંતાનોવર્ષા (પુત્રી)[૧]

દિનકરરાય કેશવલાલ વૈદ્ય (૧૯૧૦-૨૦૦૦) જેઓ તેમના ઉપનામ મીનપિયાસી વડે વધુ જાણીતાં છે[૨], ગુજરાતી ભાષાના કવિ અને પક્ષીવિદ્ હતા.[૩] તેમનો નળ સરોવરના પક્ષીઓનો અભ્યાસ ઘણો જાણીતો બન્યો હતો.[૪]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૧ સપ્ટેમ્બર, ૧૯૧૦ના રોજ જેતપુરમાં થયો હતો. તેમના પિતા કેશવલાલ અને માતા મુક્તાબહેન હતાં. તેમના પિતા વ્યવસાયે ચુડા રજવાડાના રાજવૈદ્ય હતા.

તેમણે મુંબઈની ન્યુ ભરડા હાઇસ્કુલમાંથી ઈ.સ.૧૯૨૯ માં મેટ્રિક અને પછી નેશનલ મેડિકલ કોલેજમાંથી ઇન્ટર એલ.સી.પી.એસ. નો અભ્યાસ કર્યો હતો. મુંબઈનું વાતાવરણ માફક ન આવતાં તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી ચુડા આવી પિતાની સાથે વૈદકના વ્યવસાયમાં જોડાયા. તેમના પિતા જાણીતા વૈદ્ય ઝંડુ ભટ્ટજીના ભત્રીજા હતા.

તેમના લગ્ન ઈ.સ. ૧૯૩૧માં મંજુલાબહેન (અન્ય નામ: મનોરમા) સાથે થયા હતા. ૧૯૫૬માં તેમની પત્નિનું અવસાન થયું હતું. તેમને એક પુત્રી, વર્ષાબહેન છે.

સર્જન[ફેરફાર કરો]

તેમના બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા હતા.[૩] ૨૦૧૬ માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મીનપિયાસીની તમામ રચનાઓ પ્રકાશિત અને અપ્રકાશિત ઝુલ ઝાલાવાડ ઝુલ શીર્ષક હેઠળ પુસ્તક રૂપે પ્રગટ થઇ છે. કવિતા ઉપરાંત ખગોળ પર, પક્ષીઓ ઉપર અને થિયોસોફી પર પણ પુસ્તકો પ્રકાશીત થયા છે.

કાવ્યસંગ્રહો[ફેરફાર કરો]

 • વર્ષાજલ (૧૯૬૬)
 • ગુલછડી અને જુઈ (૧૯૮૬)
 • ઝુલ ઝાલાવાડ ઝુલ (૨૦૧૬) (સંપૂર્ણ સર્જન)

અન્ય[ફેરફાર કરો]

 • ખગોળની ખુબીઓ
 • પંખીમેળો (૧૯૯૨)
 • નળ સરોવરના પંખી
 • મરણ તો નથી જ (૧૯૯૭)
 • અથ થી ઇતિ

સંદર્ભ[ફેરફાર કરો]

 1. શિશિર રામાવત (૨૦ જુલાઇ ૨૦૧૬). "હું અલબેલો અલગારી... (ટેક ઓફ)". સંદેશ. the original માંથી ૨૬ મે ૨૦૨૦ પર સંગ્રહિત. Retrieved ૨૧ જુલાઇ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archive-date= (મદદ)
 2. "અિંકચનત્વ બદમાસીવાળી વિપુલતા કરતા બહેતર". divyabhaskar. 2014-05-24. Retrieved 2020-05-26. Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ શિશિર રામાવત (૧૩ જુલાઇ ૨૦૧૬). "મીનપિયાસીની ડાયરીનું અંગત અંગત... (ટેક ઓફ)". સંદેશ. Retrieved ૧૩ જુલાઇ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. Gujarat State Gazetteers: Surendranagar District. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. ૧૯૭૭. p. ૬૨૩. Retrieved ૧૪ જુલાઇ ૨૦૧૬. Check date values in: |accessdate=, |year= (મદદ)