દેવીકુલમ, કેરળ

વિકિપીડિયામાંથી
ദേവികുളം
—  ગિરિમથક (ગામ)  —
ફોટો પોઇન્ટ
ફોટો પોઇન્ટ
ദേവികുളംનું
કેરળ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 10°03′46″N 77°06′14″E / 10.062640°N 77.103990°E / 10.062640; 77.103990
દેશ ભારત
રાજ્ય કેરળ
જિલ્લો ઇડ્ડુકી
વસ્તી

• ગીચતા

૩૫૦ (૨૦૧૦)

• 2/km2 (5/sq mi)

અધિકૃત ભાષા(ઓ) મલયાલમ,અંગ્રેજી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

215 square kilometres (83 sq mi)

• 1,600 metres (5,200 ft)

કોડ
  • • પીન કોડ • 685613
    વાહન • KL-68

દેવીકુલમ (Devikulam) એક નાનકડું ગિરિમથક છે, જે ભારતના દક્ષિણી રાજ્ય કેરળના ઇડ્ડુકી જિલ્લાના મુન્નાર થી 5 kilometres (3.1 mi) જેટલા અંતરે આવેલું છે. આ સ્થળની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 1,800 metres (5,900 ft) જેટલી છે.[૧]

નામ[ફેરફાર કરો]

દેવીકુલમ નામ બે શબ્દોનું જોડાણ છે. આ શબ્દો દેવી  એટલે માતા અને કુલમ જેનો અર્થ થાય છે તળાવ.

દંતકથા[ફેરફાર કરો]

દંતકથા અનુસાર, રામાયણ મહાકાવ્યની દેવી સીતાએ રમણીય, ઘેરી લીલીછમ ટેકરીઓ વડે ઘેરાયેલા દેવીકુલમ તળાવના પાણીમાં સ્નાન કર્યું હોવાથી આ જગ્યા હવે સીતા દેવી તળાવ તરીકે ઓળખાય છે. આ તળાવનું પ્રવાસીઓમાં આકર્ષણનું કારણ તેની પવિત્રતા અને રોગહર ખનિજયુક્ત પાણીનું છે.  અહીંના મોટા ભાગના રહેવાસીઓ મલયાલમ અને તમિલ છે. નજીકનાં જોવાલાયક સ્થળો પલ્લીવસલ ધોધ, ગાઢ લીલી ચાના વાવેતરો અને કુદરતી વનસ્પતિ લાલ, વાદળી અને પીળા ગુંદરનાં વૃક્ષો છે.[૨]

૨૦૧૦ના વર્ષની ગણના મુજબ અહીંની વસ્તી આશરે ૩૫૦ જેટલી છે.

ચિત્રદર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Devikulam". Hill Stations in India. મૂળ માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ ઓક્ટોબર ૨૦૦૬.
  2. "Devikulam- Kerala". Hill Resorts in India. મૂળ માંથી 2006-10-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ ઓક્ટોબર ૨૦૦૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]