ઇડ્ડક્કિ જિલ્લો

વિકિપીડિયામાંથી
ઇડ્ડક્કિ જિલ્લાના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા મારયૂર પ્રદેશની એક નદી

ઇડ્ડક્કિ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. ઈડ્ડક્કિ જિલ્લાનું મુખ્યાલય ઈડ્ડક્કિ નગર ખાતે આવેલું છે. આ જિલ્લાનો કુલ વિસ્તાર ૫,૧૦૫.૨૨ ચોરસ કિલોમીટર (૧,૯૭૧.૧ ચોરસ માઇલ) જેટલો છે તેમ જ આ વિસ્તારનો લગભગ ૯૭ % ભાગમાં પર્વતો તેમ જ જંગલો આવેલાં છે. વિસ્તારની બાબતમાં આ જિલ્લો કેરળ રાજ્યનો બીજા નંબરનો જિલ્લો છે.

ઇડ્ડક્કિ ખાતે ભારત દેશનો સૌથી મોટો ધનુષ્યના આકાર વાળો બંધ (આર્ચ ડેમ) ઇડ્ડક્કિ જળ વિદ્યુત યોજના અંતર્ગત ઇ. સ. ૧૯૬૯માં કેનેડા દેશની સરકારના સહયોગથી પેરિયાર નદી પર બનાવવામાં આવ્યો હતો. આ એક જ વિદ્યુત મથક લગભગ કેરળ રાજ્ય તેમ જ અન્ય આસપાસના વિસ્તારોના કુલ વપરાશના ૫૦ % જેટલી વીજળીનું ઉત્પાદન કરે છે. આ જિલ્લામાં માટ્ટુપેટ્ટી બંધ પણ આવેલો છે.

મુન્નાર ખાતે ચાના બગીચાઓ

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]