ધરમપુર રજવાડું

વિકિપીડિયામાંથી
ધરમપુર સ્ટેટ
ધરમપુર રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૨૬૨–૧૯૪૮
Flag of ધરમપુર
Flag
Coat of arms of ધરમપુર
Coat of arms

વાંસદા અને ધરમપુર, ૧૮૯૬
વિસ્તાર 
• ૧૮૯૨
1,823 km2 (704 sq mi)
વસ્તી 
• ૧૮૯૨
102000
ઇતિહાસ 
• સ્થાપના
૧૨૬૨
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
Rajput Provinces of India - Dharampur (Princely State)
ઇમ્પિરિયલ ગેઝેટિયર ઓફ ઇન્ડિયામાં ધરમપુર રજવાડું
ધરમપુર રજવાડાના રાજવી પરિવારના વંશજ પાસેની સ્ટાન્ડર્ડ હેરાલ્ડ કાર.

ધરમપુર રજવાડું  બ્રિટિશ શાસન સમયનું ભારતનું એક રજવાડું હતું. તેના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે 10 જૂન 1948 ના રોજ સંમતિ દર્શાવી હતી.

ભૂગોળ[ફેરફાર કરો]

ધરમપુર રજવાડું ૧,૮૨૩ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતું હતું [૧] અને બોમ્બે પ્રેસિડેન્સીની સુરત પ્રેસિડેન્સી હેઠળ આવતું હતું. તે ગુજરાત રાજ્યના ધરમપુર શહેરમાં આવેલું હતું.[૧][૨] આજે ધરમપુર પર્યટકોને આકર્ષતો રાજવી વારસો ધરાવતું નાનું અને શાંત શહેર છે. ધરમપુર વઘઇ-વાંસદા દ્રુતગતિ માર્ગ પર વઘઇથી ૩૦ કિમી દૂર આવેલું છે. આ શહેર સ્વર્ગવાહિની નદીના કાંઠે સહ્યાદ્રિ પર્વતમાળાની તળેટીમાં આવેલું છે. પર્યટકોના આકર્ષણોમાં જાપાનીઝ બગીચો, લક્ષ્મીનારાયણ મંદિર, વિલ્સન હીલ અને લેડી વિલ્સન સંગ્રહાલયનો સમાવેશ થાય છે.[૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

ધરમપુરની સ્થાપના ૧૨૬૨માં થઇ હતી. ૧૭૬૬માં તેની રાજધાની મંદવેગાનમાં ખસેડવામાં આવી તે શહેરનું નામ ધરમપુર કરવામાં આવ્યું. ૩૧ ડિસેમ્બર ૧૮૦૨ના રોજ ધરમપુર બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. રાજ્યના શાસકો સિસોદીયા કુળના રાજપૂત હતા. શાસકોને રાણા મહારાણા સાહેબનો ખિતાબ મળતો હતો અને તેમને ૯ તોપોની સલામી બ્રિટિશ સત્તા દ્વારા આપવામાં આવતી હતી.[૪]

શાસકો[ફેરફાર કરો]

 • ઓક્ટોબર ૧૬૮૦ - ૧૭૨૭ સહાદેવજી (મૃ. ૧૭૨૭)
 • ૧૭૨૭ - ૧૭૫૮ રામદેવજી દ્વિતિય (મૃ. ૧૭૫૮)
 • ૧૭૫૮ - ૧૭૭૪ ધરમદેવજી (મૃ. ૧૭૭૪)
 • ૧૭૭૪ - ૧૭૭૭ નારણદેવજી પ્રથમ (ગુમાન સિંહ) (મૃ. ૧૭૭૭)
 • ૧૭૭૪ - ૧૭૭૭ મહારાણી બાઇજી કુશલ (મૃ. ૧૭૮૪) કુંવરબા (પ્રથમ વખત) - ગાદી સંભાળ
 • ૧૭૭૭ - ૧૭૮૪ સોમદેવજી દ્વિતિય (અભય સિંહ) (મૃ. ૧૭૮૪)
 • ૧૭૭૭ - ૧૭૮૪ મહારાણી બાઇજી કુશલ (સ.અ.) કુંવરબા (દ્વિતિય વખત) - ગાદી સંભાળ
 • ૧૭૮૪ - 1807 રૂપદેવજી (જ. ૧૭૮૩ - મૃ. ૧૮૦૭)
 • ૧૭૮૪ - ૧૮૦૦ મહારાણી બાઇજી કુશલ કુંવરબા (મૃ. આશરે ૧૮૦૮) સાહેબ - ગાદી સંભાળ
 • ૧૮૦૭ - ૧૮૫૭ વિજયદેવજી પ્રથમ (મૃ. ૧૮૫૭)
 • ૧૮૫૭ - ૨૦ જાન્યુઆરી ૧૮૬૦ રામદેવજી તૃતિય વિજયદેવજી (મૃ. ૧૮૬૦)
 • ૨૦ જાન્યુઆરી ૧૮૬૦ – ૧૭ સપ્ટેમ્બર ૧૮૯૧ નારાયણદેવજી રામદેવજી (જ. ... - મૃ. ૧૮૯૧)
 • ૧૮૯૧ - ૨૬ માર્ચ ૧૯૨૧  મોહનદેવજી નારાયણદેવજી (જ. 1863 - મૃ. ૧૯૨૧)
 • ૨૬ માર્ચ ૧૯૨૧ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ વિજયદેવજી મોહનદેવજી (જ. ૧૮૮૪ - મૃ. ૧૯૫૨)

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "Dharampur". મૂળ માંથી 2011-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-05.
 2. Dharampur State
 3. "GJ tourism". મૂળ માંથી 2011-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-05.
 4. States before 1947 A-J

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]