ધારેશ્વર મહાદેવ, ખેડાવાડા

વિકિપીડિયામાંથી

ધારેશ્વર મહાદેવ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા હિંમતનગર તાલુકામાં આવેલા ખેડાવાડા ગામમાં સાબરમતી નદીના કિનારે મહાદેવનું એક મંદિર છે. આ મંદિર પૌરાણિક છે. આ મંદિર રજવાડાંઓના સમયમાં બંધાયેલું ઐતિહાસિક મંદિર છે. નદીના કિનારે ડુંગરોની વચ્ચે કુદરતી સૌંદર્ય ધરાવતા નયનરમ્ય સ્થળે આ મંદિર આવેલું છે[૧].

તાલુકામથક હિંમતનગરથી વિજાપુર જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલા દેધરોટા ગામથી ખેડાવાડા જવાય છે, જે હિંમતનગરથી આશરે ૧૮ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહીં દર્શન કરવા માટે મહા શિવરાત્રીનો દિવસનું ( મહા સુદ તેરસ) અનેરું મહત્વ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2014-04-29.