નટવરલાલ વીમાવાળા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નટવરલાલ વીમાવાળા
જન્મનટવરલાલ મહેતા
૩૦, સપ્ટેમ્બર ૧૯૦૦
વ્યવસાયલેખક,
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
લેખન પ્રકારોબાલ સાહિત્ય, પરીકથાઓ, નવલકથા
નોંધપાત્ર સર્જનોસોનેરિ શિરા અથવા પાટલી પુત્રનો પ્રલયકાળ
જીવનસાથીહરવદન કાપડિયા

નટવરલાલ વીમાવાળા અથવા નટવરલાલ શંભુ અથવા નટવરલાલ મહેતા એ ગાંધી યુગના લેખકોમાંના એક હતાં. તેમણે બાળકો માટે ૪૬ જેટલા પુસ્તકો લખ્યા હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૩૦, સપ્ટેમ્બર ૧૯૦૦ ના દિવસે થયો હતો. [૨] અમુક સંદર્ભો તેમના જન્મની તારીખ ૧૦ સપ્ટેમ્બર ૧૯૦૦ દર્શાવે છે.[૩] તેમની મૂળ અટક મહેતા હતી. તેમની માતાનું નામ વિજયાલક્ષ્મી તથા પિતાનું નામ મૂળચંદ હતું, પિતાના વીમાના વ્યવસાયના કારણે તેઓ વીમાવાળા તરીકે જાણીતા થયા. તેમના કુટુંબને કવિ નર્મદ સાથે સારો સંબંધ હતો. તેમના દાદાએ કવિ નર્મદને ઘણી આર્થિક મદદ કરેલી. તેમના પિતા મૂળચંદ ઘેલાભાઈએ ગુજરાતી ભજનો અને ગીતો લખ્યાં હતાં. ચંદ્રવદન ચિમનલાલ મહેતા તેમના એક પિતરાઈ ભાઈ હતા. તેમણે પ્રાથમિક શાળાનો અભ્યાસ મુંબઈમાં કર્યો અને આગળનો અભ્યાસ વિલ્સન કોલેજ, ફર્ગ્યુસન કોલેજ, ગુજરાત મહાવિધ્યાલયમાં કર્યો હતો. અભ્યાસમાં તેમણે સળંગ પ્રથમ વર્ગ જાળવી રાખ્યો હતો. તેમણે સ્નાતકની પરીક્ષા જતી કરી અને બારડોલી સત્યાગ્રહમાં ઝૂકાવ્યું. આને કારણે અભ્યાસ અટક્યો અને સાહિત્ય પ્રકાશનના કામમાં પરોવાયા.[૨]

તેમના પ્રથમ લગ્ન માટે જ્ઞાતિમાં જ વિવાહ થયો હતો, પણ તે તોડી નાંખવો પડ્યો. આ માટે જ્ઞાતિના ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો. અંતે તેમણે જ્ઞાતિ બહાર હરવદન કાપડિયા સાથે લગ્ન કર્યું.[૨]

સાહિત્ય જીવન[ફેરફાર કરો]

તેમને દસ વર્ષની ઉંમરે સાહિત્યમાં રસ જાગ્યો હતો. એ ઉમરથી જ સામાયિકોમાં લેખો, કવિતાઓ લખતાં હતાં. બંગાળી કથા પાત્ર ગોપાલ ભાંડને ગુજરાતી સાહિત્યમાં ઉતારવા માટે તેઓ જાણીતા છે. ગોપાલ ભાંડ અકબરના બીરબલ જેવું જ બંગાળી સહિત્યનું એક વિશેષ પાત્ર છે.[૧]તેમના જીવન પર ગાંધીજી, અમૃતલાલ પઢિયારનાં અને અપ્ટન સીન્ક્લેરનાં પુસ્તકોની ઘણી અસર હતી.

  • ૧૯૧૫ – પહેલું પ્રકાશન, મરાઠી પરથી ’શિર હીન શબ’ નામની ડિટેક્ટિવ નવલકથાનો પહેલો ભાગ. ઘણા વખત પછી ‘બેગમ કે બલા’ નામે પ્રસિદ્ધ કરેલી.
  • ૧૯૨૧– ભાઈ સાથે ગાંડિવ સાહિત્ય મંદિરમાં. નવજીવનનાં પુસ્તકોથી શરૂઆત. શરૂઆતમાં ગાંડિવમાં નિર્દોષ વિનોદ માટે ‘તોપ’ નામનું સામાયિક શરૂ કર્યું હતું!
  • ૧૯૨૨ – ગાંડિવ માટે પ્રેસ શરૂ કર્યું.
  • ૧૯૨૯ – સાહિત્ય પરિષદને બાળસાહિત્ય પ્રકાશન કરવામાં મદદ, શ્રી રમણ કાંટાવાળા સ્મારક તરીકે ‘મધપૂડો’નું પ્રકાશન [૪]

રચનાઓ[ફેરફાર કરો]

ગાંડિવ કથામાળા અને સ્ત્રી શક્તિ ગ્રંથમાળામાં અનેક પુસ્તિકાઓ બહાર પાડી છે.[૨]

કૃતિઓ[ફેરફાર કરો]

બેગલ કે બલા, બરફીપુરી, સોનેરિ શિરા અથવા પાટલી પુત્રનો પ્રલયકાળ (સાતમી સદીના સમયની એક અમોરંજક તથા ચિત્તવેધક નવલકથા) (૧૯૨૦), મેઘ ધનુષ, બનવનીત, બકુલ, ચોપગાંની ચતુરાઈ, ચાલો ભજવીએ, કચુંબર, બિરબલનો બંધુ, મોતીના દાણા (૧૯૩૦), ખોટી ખોટી વાતો (૧૯૩૯), રીકી ટિક્કે તવી (રુડયાર્ડ કીપલીંગની વાર્તા) (૧૯૩૫), ખરેખરી વાતો (૧૯૪૦), ગામટીકા (૧૯૩૪), ચોપગાની ચતુરાઈ (૧૯૩૪), મધપુડો (૧૯૪૩), બકુલ (૧૯૨૮), ધુપસળી (એચ સી એન્ડર્સનના પુસ્તકનો અનુવાદ) (૧૯૨૮), ભવાટવી (૧૯૩૩), પ્રાણી પુરાણ, બીરબલનો બંધો (૧૯૩૦), લીલીની આત્મકથા (૧૯૩૩), તોફાની ટીપુડો ‍(૧૯૨૮), રશીદાની પેટી અને બીજી વાતો.[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ JAMUNA, K. A. (2017-06-01). Children's Literature in Indian Languages (અંગ્રેજીમાં). Publications Division Ministry of Information & Broadcasting. ISBN 9788123024561.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "નટવરલાલ વીમાવાળા, Natwarlal Vimawala". ગુજરાતી પ્રતિભા પરિચય. 2015-03-10. મેળવેલ 2019-02-17.
  3. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ . (૧૯૭૭). ગુજરાતના સારસ્વતો. ગુજરાતી સાહિત્ય સભા.
  4. https://sureshbjani.wordpress.com/2015/03/10/natwarlal-vimawala/
  5. "Vīmāvāḷā, Naṭavara Ema 1900-". 2019-02-17. મેળવેલ 2019-02-17.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]