નયનતારા સહગલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નયનતારા સહગલ
Nayantara Sahagal,Indian writer in English language,India.jpg
જન્મ૧૦ મે ૧૯૨૭
વ્યવસાયલેખિકા
રાષ્ટ્રીયતાભારતીય
સમયગાળો૨૦મી સદી
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર

સહી

નયનતારા સહગલ એક ભારતીય અંગ્રેજી ભાષીય લેખિકા છે. તેમનો જન્મ ૧૦ મે ૧૯૨૭ના રોજ થયો હતો. તેઓ એવા પ્રથમ ભારતીય મહિલા લેખિકા છે જેમને પોતાનાં અંગ્રેજી ભાષીય લેખન માટે સન્માનવામાં આવ્યાં હોય.[સંદર્ભ આપો] તેઓ ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની બહેન વિજય લક્ષ્મી પંડિતની દીકરી છે. તેમનું લેખન હંમેશા નિષ્પક્ષ રહ્યું. હાલમાં ઘણાં દાયકાઓથી તેઓ દેહરાદૂન માં રહે છે. (કેટલાં ?)

તેમને ૧૩૮૬માં પોતાની નવલકથા રિચ લાઇક અસ (૧૯૮૫), માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમના પિતા રણજીત સીતારામ પંડિત હતા. તેઓ કાઠિયાવાડના એક સંપન્ન બેરિસ્ટર અને શાસ્ત્રીય વિદ્વાન હતા અને તેમણે કલ્હણના મહાકાવ્ય રાજતરંગિણીનું સંસ્કૃત માંથી અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. તેઓની ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે ધરપકડ કરવામાં આવી હતી અને ૧૯૪૪માં લખનૌ જેલમાં તેમનું અવસાન થયું હતું. તેઓ પોતાની પત્ની અને ત્રણ દીકરીઓ ચંદ્રલેખા મહેતા, નયનતારા સહગલ અને રીટા દાર ને પાછળ છોડી ગયા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Sahitya Akademi Awards listings". Sahitya Akademi, Official website.