વિજયાલક્ષ્મી પંડિત
મહામહિમ વિજયાલક્ષ્મી પંડિત | |
---|---|
૧૯૬૫માં નેધરલેન્ડ ખાતે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત | |
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આઠમા પ્રમુખ | |
પદ પર ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૩ – ૨૧ સપ્ટેમ્બર ૧૯૫૪[૧] | |
પુરોગામી | લેસ્ટર બી. પીઅરસન |
અનુગામી | ઈલ્કો એન. વેન ક્લેફેન્સ |
૬ ઠ્ઠા મહારાષ્ટ્રના રાજ્યપાલ | |
પદ પર ૨૮ નવેમ્બર ૧૯૬૨ – ૧૮ ઓક્ટોબર ૧૯૬૪ | |
મુખ્યમંત્રી | મારોતરાવ કન્નમવાર પી.કે.સાવંત વસંતરાવ નાઈક |
પુરોગામી | પી. સુબ્બારાયન |
અનુગામી | પી.વી.ચેરીયન |
સંસદસભ્ય, લોકસભા | |
પદ પર ૧૯૬૭–૧૯૭૧ | |
પુરોગામી | જવાહરલાલ નહેરુ |
અનુગામી | વી. પી. સિંઘ |
બેઠક | ફુલપુર સંસદીય મતવિસ્તાર |
અંગત વિગતો | |
જન્મ | વિજયાલક્ષ્મી નહેરૂ 18 August 1900 અલ્હાબાદ, ઉત્તર પશ્ચિમ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ભારત |
મૃત્યુ | 1 December 1990 દહેરાદૂન, ઉત્તર પ્રદેશ, ભારત (વર્તમાન ઉત્તરાખંડ) | (ઉંમર 90)
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | રણજીત સીતારામ પંડિત |
સંતાનો | ૩, નયનતારા સહગલ |
માતા-પિતા | મોતીલાલ નહેરૂ સ્વરૂપ રાણી નેહરુ |
સગાં-સંબંધીઓ | નહેરૂ–ગાંધી પરિવાર |
સહી |
વિજયાલક્ષ્મી પંડિત ( ૧૮ ઓગસ્ટ, ૧૯૦૦ – ૧ ડિસેમ્બર, ૧૯૯૦) એક ભારતીય રાજદ્વારી અને રાજકારણી હતા, જેઓ મહારાષ્ટ્રના છઠ્ઠા ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આઠમા પ્રમુખ હતા, તેઓ આ બંને હોદ્દા પર નિયુક્ત થનાર પ્રથમ મહિલા હતા.
જીવન પરિચય
[ફેરફાર કરો]વિજયાલક્ષ્મીના પિતા મોતીલાલ નહેરૂ (૧૮૬૧–૧૯૩૧), એક ધનવાન બેરિસ્ટર હતા, જેઓ કાશ્મીરી પંડિત સમુદાયના હતા.[૨] સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે બે વખત સેવા આપી હતી. તેમની માતા, સ્વરૂપરાણી થુસુ (૧૮૬૮-૧૯૩૮) કે જેઓ લાહોરમાં સ્થાયી થયેલા એક જાણીતા કાશ્મીરી પંડિત પરિવારમાંથી આવતા હતા,[૩] તેઓ મોતીલાલના દ્વિતીય પત્ની હતાં. મોતીલાલના પ્રથમ પત્નીનું બાળકના જન્મ સમયે અવસાન થયું હતું. તેણીની નહેરૂ દંપતિના ત્રણ બાળકો પૈકીના દ્વિતીય સંતાન હતા. જવાહરલાલ તેમનાથી અગિયાર વર્ષ મોટા હતા (જ. ૧૮૮૯). તેમના નાના બહેન કૃષ્ણા હઠીસિંગ (૧૯૦૭-૧૯૬૭) જાણીતા લેખક હતાં.
૧૯૨૧માં, તેમના લગ્ન રણજિત સીતારામ પંડિત (૧૯૨૧-૧૯૪૪) સાથે થયાં હતાં, જેઓ કાઠિયાવાડ, ગુજરાતના એક સફળ બેરિસ્ટર અને શાસ્ત્રીય વિદ્વાન હતા, જેમણે કલ્હણના ઐતિહાસિક મહાકાવ્ય રાજતરંગિણીને સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદિત કર્યો હતો. તેમના પતિ મહારાષ્ટ્રીયન સારસ્વત બ્રાહ્મણ હતા, જેમનો પરિવાર મહારાષ્ટ્રના રત્નાગિરીના તટ પર આવેલા બામ્બુલી ગામનો વતની હતો. ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૯૪૪માં લખનૌ જેલમાં તેમનું અવસાન થયું હતું. પંડિત દંપતીને સંતાનોમાં ત્રણ પુત્રીઓ ચંદ્રલેખા મહેતા, નયનતારા સહગલ અને રીટા ડાર હતા.
૧૯૯૦ના વર્ષમાં વિજયાલક્ષ્મી પંડિતનું અવસાન થયું હતું.
તેમની પુત્રી ચંદ્રલેખાના લગ્ન અશોક મહેતા સાથે થયા હતા અને તેમને અર્જુન, મીનાક્ષી અને મંજરી એમ ત્રણ સંતાનો છે. તેમની બીજી પુત્રી નયનતારા સહગલ એક જાણીતા નવલકથાકાર છે. તેના લગ્ન ગૌતમ સહગલ સાથે થયા હતા અને તેને ત્રણ બાળકો હતા - નોનિકા, રણજિત અને ગીતા સહગલ. તેમની ત્રીજી પુત્રી રીટાના લગ્ન અવતાર કૃષ્ણધર સાથે થયા હતા અને તેમને બે સંતાનો ગોપાલ અને જ્યોતિ છે.
રાજકીય કારકિર્દી
[ફેરફાર કરો]શ્રીમતી પંડિત પ્રથમ ભારતીય મહિલા હતા જેમણે સ્વતંત્રતા પહેલાંના ભારતમાં કેબિનેટ પદ સંભાળ્યું હતું. ૧૯૩૭માં, તેઓ સંયુક્ત પ્રાંતની પ્રાંતીય ધારાસભામાં ચૂંટાયા હતા અને તેમને સ્થાનિક સ્વરાજ્ય અને જાહેર આરોગ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ૧૯૩૮ સુધી આ પદ પર રહ્યા હતા અને ફરીથી ૧૯૪૬ થી ૧૯૪૭ આ પદ સંભાળ્યું હતું. ૧૯૪૬માં તેઓ સંયુક્ત પ્રાન્તમાંથી બંધારણ સભામાં ચૂંટાયાં હતાં.
૧૯૪૭માં બ્રિટીશ કબજામાંથી ભારતની મુક્તિ બાદ તેઓ રાજદ્વારી સેવામાં પ્રવેશ્યા હતા અને ૧૯૪૭ થી ૧૯૪૯ સુધી સોવિયેત યુનિયનમાં ભારતના રાજદૂત બન્યા હતા. ૧૯૪૯ થી ૧૯૫૧ દરમિયાન તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને મેક્સિકો, ૧૯૫૫ થી ૧૯૬૧ સુધી આયર્લેન્ડ (જે દરમિયાન તેઓ યુનાઇટેડ કિંગડમમાં ભારતીય હાઈ કમિશનર પણ હતા) અને ૧૯૫૮ થી ૧૯૬૧ સુધી સ્પેન ખાતે ભારતીય રાજદૂત તરીકે સેવાઓ આપી હતી. ૧૯૪૬થી ૧૯૬૮ દરમિયાન, તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. ૧૯૫૩માં, તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાના ના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા.[૪] (આ સિદ્ધિ માટે તેમને ૧૯૭૮માં આલ્ફા કપ્પા આલ્ફા સોરોરિટીના માનદ સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.[૫])
ભારતમાં, તેમણે ૧૯૬૨ થી ૧૯૬૪ સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી, ત્યારબાદ તેઓ ભારતીય સંસદના નીચલા ગૃહ, લોકસભામાં, ફૂલપુરથી ચૂંટાયા હતા. શ્રીમતી પંડિત વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના ટીકાકાર હતા, ખાસ કરીને કટોકટીનો તેમણે ખુલીને વિરોધ કર્યો હતો.
ઈન્દિરા ગાંધી સાથેના તેમના સંબંધોમાં ખટાશ આવ્યા પછી શ્રીમતી પંડિત સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી, તેઓ હિમાલયની તળેટીમાં દૂન ખીણમાં દહેરાદૂન ચાલ્યા ગયા.[૬] તેઓ ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ પ્રચાર કરવા માટે નિવૃત્તિમાંથી બહાર આવ્યા હતા અને જનતા પાર્ટીને ૧૯૭૭ની ચૂંટણી જીતવામાં મદદ કરી હતી. [૭] તેમણે પ્રમુખપદ માટે ચૂંટણી લડવાનું વિચાર્યું હોવાના અહેવાલ હતા, પરંતુ નીલમ સંજીવ રેડ્ડી આખરે ચૂંટણી લડ્યા હતા અને બિનહરીફ ચૂંટણી જીતી ગયા હતા.[૮]
૧૯૭૯માં તેમને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કમિશનમાં ભારતીય પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા હતા. તેમના લખાણોમાં ધ ઇવોલ્યુશન ઓફ ઇન્ડિયા (૧૯૫૮) અને ધ સ્કોપ ઓફ હેપ્પીનેસ: અ પર્સનલ મેમોઇર (૧૯૭૯)નો સમાવેશ થાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Presidents of the General Assembly | United Nations". Wayback Machine. મૂળ માંથી 11 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 22 March 2012. સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન
- ↑ Moraes 2008, p. 4.
- ↑ Zakaria, Rafiq A Study of Nehru, Times of India Press, 1960, p. 22
- ↑ Oxford Dictionaries, online. "Vijay Lakshmi Pandit". મૂળ માંથી 14 એપ્રિલ 2012 પર સંગ્રહિત. મેળવેલ 2 July 2012. સંગ્રહિત ૨૦૧૨-૦૪-૧૪ ના રોજ વેબેક મશિન
- ↑ "Alpha Kappa Alpha 1978". મૂળ માંથી 26 December 2014 પર સંગ્રહિત. મેળવેલ 14 December 2014.
- ↑ Indira Gandhi's Aunt Says She Is 'Profoundly Troubled' at Direction India Is Taking, NY Times, 31 October 1976
- ↑ Sister Burnishes Nehru's Image, Lest India Forget, NY Times, 22 May 1989
- ↑ Nehru's Sister Campaigning for Presidency of India, NY Times,