નાડી નિદાન

વિકિપીડિયામાંથી

ચીની પરંપરાગત તબીબશાસ્ત્રમાં દર્દીનું સામાન્ય નિરીક્ષણ, હૃદયના ઘબકારા કે ફેફસાનું હલનચલન સાંભળવું, આંખ અને નાકની ક્ષમતા તપાસવી અને દર્દીને પ્રત્યક્ષ તેના હાલ સુધીના સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો પૂછીને ઈતિહાસ અને ચિહ્નો જાણવાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ નાડી નિદાનનું છે. આ પ્રકારની નિદાન પદ્ઘતિ ચીન અને જાપાનમાં સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહી છે. આ પદ્ઘતિમાં પારંગતતા હાંસલ કરવી ખૂબ અઘરી માનવામાં આવે છે અને પશ્ચિમના તબીબોમાં આ વિષય બહુ જ ચર્ચાસ્પદ છે. જો કે આ નિદાન દર્દી અને પરંપરાગત ચીની તબીબશાસ્ત્ર(ટ્રેડિશનલ ચીની મેડિસીન-ટીસીએમ) એમ બન્ને માટે બહુ જ મહત્ત્વનું પાસું માનવામાં આવે છે. નાડી નિદાન બહુ ઝડપી, સોંઘુ અને બિનહાનિકારક છે.

મૂળ[ફેરફાર કરો]

ચીની તબીબશાસ્ત્રમાં સૌ પ્રથમ વખત નાડી નિદાનનો ઉપયોગ ક્યારે થયો હતો તે હજુ પણ અજાણ્યું છે. નાડી નિદાનનો સૌ પ્રથમ ઉલ્લેખ ધ યેલો એમ્પેરોર્સ ઈન્ટરનલ ક્લાસિક અથવા ધ યેલો એમ્પરર્સ ક્લાસિક ઈન્ટરનલ મેડિસીન તરીકે જાણીતા હાદી નેઈજિંગ તબીબશાસ્ત્રમાં જોવા મળ્યો હતો. તે પુસ્તકના એક ફકરામાં નોંધનીય છે કે, પ્રાચીન સમ્રાટો અને પ્રતિષ્ઠિત શિક્ષકો નિદાન પદ્ઘતિમાં, માનસિક કે નૈતિક ગુણો અને ચહેરાના રંગનું નિરીક્ષણ તથા હાથને સ્પર્શ કરીને નાડીના ધબકારા જાણવા એ બન્ને પર ખાસ ભાર મૂકતા હતા. જે એ પુરાવાને મજબૂત બનાવે છે કે નાડી નિદાન હાદી નેઈજિંગ લખાયું તે પહેલાના સમયથી અસ્તિત્ત્વમાં છે. તે જ પુસ્તકનો અન્ય એક ફકરો વિવિધ પ્રકારની નાડીના ધબકારા અને તેના લગતા રોગો વિશેની માહીતી પૂરી પાડે છે.

નાડી નિદાનના ઉપયોગના અન્ય મહત્ત્વની નોંધો ધ માઈ જીંગ અથવા પલ્સ ક્લાસિકમાં જાણવા મળ્યા છે, જે ત્રીજી સદીના ચીની તબીબ વાંગ શૂ દ્વારા લખવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ધ માઈ જીંગ હાદી નેજીંગની માહિતીને વિસ્તારે છે અને પૂર્વસૂચનો સાથે વિવિધ પ્રકારની નાડી ચકાસવાની નિદાન પદ્ધતિઓ અને દર્દીના નાડીના ધબકારા મુજબ રોગોનું અર્થઘટન કરવાની માહિતી આપે છે.

શા માટે તબીબ દર્દીના નાડી ધબકારા તપાસે છે[ફેરફાર કરો]

ચીની પરંપરાગત તબીબશાસ્ત્રમાં, નાડીના ધબકારા શરીરના વિવિધ કાર્યો ચકાસવા માટે તપાસવામાં આવે છે. પ્રાથમિક ધોરણે દર્દીનું લોહી અને કી એટલે કે એક અદૃશ્ય પ્રકારનું જીવનબળ કે ઊર્જા આખા શરીરમાં એક્યુપંક્ચર મેરિડિયનમાં પસાર થાય છે તેને તપાસવામાં આવે છે. નાડી નિદાનના ઉપયોગ કરીને એક્યુપંકચરિસ્ટ શરીરના કયા ભાગમાં જીનો અવરોધ કે રૂકાવટ છે તે નક્કી કરે છે. તે સિવાય શરીરના અમુક આંતરિક અવયવોની પરિસ્થિતિ પણ નક્કી કરી શકવા સક્ષમ બની શકે છે.ડૉ પંકજ નરમ અનુસાર, શરીર તત્વો નુ અસંતુલન રોગ માટેનું કારણ બને છે જેને "દોષા" કહેવાય છે. દોષો સમાવે "વાત" (પવન કે હવા), "પિત્ત" (અગ્નિ, પિત્ત, ગરમી ઊર્જા હવા દ્વારા પ્રભાવિત), "કફ", "કાફ" (અંદરની અને ઉંજણ) અને "આમ" (પૃથ્વી અને પાણી મિશ્રણ) ( ઝેરી અંદરની).[૧]

નાડીના ધબકારા જાણવા[ફેરફાર કરો]

સમય સાથે શરીરના ધણા ભાગોને આ નાડી નિદાન પદ્ધતિ માટે ધ્યાનમાં લેવામાં આવ્યા. મૂળ રીતે નાડીના ઘબકારા માટે શરીરની નવ જગ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં ત્રણ માથાની, ત્રણ હાથની અને ત્રણ પગની જગ્યાનો સમાવેશ થાય છે. અમુક તબીબો આજે પણ આ જગ્યાઓ તથા શરીરના અમુક પ્રેશર પોઈન્ટ્સ પરથી નાડી પરીક્ષણ કરે છે.

તેમ છતા, આધુનિક સમયમાં મોટા ભાગના તબીબો નાડી નિદાનની સરળ પદ્ધતિ અનુસરે છે. આ સરળ પદ્ઘતિમાં તબીબો કાંડાંની ઉપર હાથની મુખ્ય ગણાતી રેડિયલ ધમનીને ત્રણ આંગળીઓથી કાંડાની તે જ ધમની પર કન, ગુઆન અને ચી નામની ત્રણ પોઝિશન પર હાથ મૂકીને સુપરફિશ્યલ, ઈન્ટરમીડિયેટ અને ડીપ એમ ત્રણ રીતે અહેસાસ કરીને નિરીક્ષણ કરવામાં આવે છે. બન્ને કાંડા વારાફરતી ધબકતા હોય છે. દર્દીના આ પરિણામને ધબકારાની અમુક શ્રેણીમાં મૂકી વિશ્લેષણ કરવામાં ઉપયોગ થતો હોય છે.

ધબકારાની શ્રેણી[ફેરફાર કરો]

ઘબકારાના પ્રકાર અર્થઘટન ટિપ્પણીઓ
છૂટાછવાયા ધબકારા(સ્કેટર્ડ પલ્સ) 

[સન્માઈ]

અનિયમિત ઘબકારા, ભાગ્યે જ જાણી શકાય એવા, જટિલ કિસ્સાઓમાં  કિની થકાવટથી ઉદભવે. આ એવા કેસ હોય છે જેમાં દર્દી ગંભીર રીતે બીમાર હોય છે, કદાચ મોતની નજીક, આવા દર્દીઓ સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ હોય છે.
તૂટક તૂટક ધબકારા(ઈન્ટરમિટેન્ટ પલ્સ)

(દાઈમાઈ)

ધીમા ધબકારા, એક ચોક્કસ અંતરાલ પર નિયમિત ધબકે, ઝાંગફુ અંગો(હૃદય, ફેફસા, યકૃત, બરોળ)ના સખત થાકવાથી, તીવ્ર ઈજા અથવા આધાત દ્વારા ઉદભવે આ પ્રકારના ધબકારા એવા કેસમાં જોવા મળે જેમાં દર્દી હોસ્પિટલમાં દાખલ હોય અથવા અગ્રિમ તબક્કાના રોગમાં હોય.  જે દર્દીઓને ગંભીર હૃદયરોગની સમસ્યા હોય તેમનામાં આ ધબકારા થવાની શક્યતા વધી જાય છે.
ઝડપી  ધબકારા

(સ્વિફ્ટ પલ્સ)

[જીમાઈ]

આ ધબકારા એકદમ ઝડપી અને અચાનક જેવો અહેસાસ કરાવે છે, એક મિનિટમાં 120-140, મોટે ભાગે તાવજન્ય રોગો અથવા ક્ષયરોગની પરિસ્થિતિમાં ઉદભવે છે. આ ધબકારા એટલા ઝડપી હોય છે(સામાન્ય ઝડપ કરતાં બેગણા ઝડપી) કે તરત જ પકડમાં આવી જાય છે. તાવજન્ય રોગો શરીરનું તાપમાન ઊંચું હોવાથી ધબકારાનું પરીક્ષણ ત્વરિત થાય.
ખોખલા ધબકારા

[કૌમુઈ]

એવા ધબકારા જે અવારનવાર બદલતા રહે, મોટા, હળવા અને તકલાદી, સ્કેલિઓન સ્ટોક(એક પ્રકારના ધબકારા) જેવા જે વ્યાપક પ્રમાણમાં લોહી ઓછું થવાથી ઉદભવે. ભારે પ્રમાણમાં લોહીનો ઘટાડો અચાનક થઈ શકે. આ ઘબકારા સુપરફિશ્યલ સ્તરે અને ડિપ સ્તરે હળવા સંભળાય પરંતુ ઈન્ટરમિડિયેટ સ્તરે ભાગ્યે જ સાંભળી શકાય.
હળવા ધબકારા(ફેઈન્ટ પલ્સ) 

[વેઈમાઈ]

એવા ધબકારા જે હળવા અને નરમ, ભાગ્યે જ પકડમાં આવે, તેમ જ સખત થાક દર્શાવતા હોય છે. સખત થાકની અસર તબીબ અને દર્દી બન્ને પર થાય છે. એવા ધબકારા જેમાં ગુણવત્તા, પ્રમાણ અને મજબૂતાઈનો અભાવ, હોય તે શારીરિક થાક દર્શાવે છે.
સર્જીંગ પલ્સ 

[હોંગમાઈ]

એવા પલ્સ જે આવેગી તરંગોની જેમ બળપૂર્વક ઉપર જાય અને ધીમે ધીમે નીચે આવે એવી રીતે ધબકે, જે શરીરના વધારે તાપમાનનું સૂચક છે. તીવ્ર તાપમાનને પકડવું ભાગ્યે જ અઘરું બને છે. તેથી આ ધબકારા વિશે થોડી વધુ માહિતી મળે છે. આ ધબકારાનું જોર રોગાત્મક અતિશ્યોક્તિ સૂચવે છે, ધીરે ધીરે આ ધબકારાનું જોર ઓછું થાય તે પ્રાથિમક રીતે પ્રવાહીની તીવ્રતા કરતા એક પ્રકારનું તાપમાન(કીની તીવ્રતા) છે.
છૂપાયેલા ધબકારા (હિડન પલ્સ)

(ફુમાઈ)

એવા ઘબકારા જે માત્ર હાડકાને દબાવીને જ જાણી શકાય, તે કાંડા પર જે ઘબકારા સાંભળી શકાય તેના કરતા પણ ઊંડાણવાળી જગ્યા પર હોય છે. મોટા ભાગે સખત દુઃખાવામાં કે બેભાન અવસ્થામાં સાંભળી શકાય છે. આ ઘબકારા તીવ્ર હોવાથી ભાગ્યે જ જાણી શકાય છે. તેને ઊંડા દબાણ દ્વારા જ જાણી શકાય છે. તેનાથી એ જાણવા મળે છે કે ધબકારા સ્નાયુમાં છૂપાયેલા છે. તેમજ તીવ્ર દુઃખાવામાં સરળતાથી હિડન પલ્સ જાણી શકાય છે.
તાણયુક્ત ધબકારા (નોટેડ પલ્સ)

(જેમાઈ)

ધીમા ધબકારા જે ચોક્કસ સમયાંતરે ધબકે, જે લોહી અને કિના સ્થિર થવાથી ઉદભવે છે. કિ અને રક્ત જડતા પરંપરાગત નિદાનની શ્રેણી રજૂ કરે છે જેને પ્રત્યક્ષ રીતે આધિનક નિદાન સાથે કોઈ લેવાદેવા નથી. આ ધબકારામાં, અવરોધને કારણે અનિયમિતતા ને ધીમી ગતિ ઉદભવે છે.
ઉતાવળિયા ધબકારા (હરિડ પલ્સ)

(કુમાઈ)

આ ઝડપી ધબકારા અનિયમિત સમયે બંધ થઈ જાય છે. મોટે ભાગે કિ અને લોહીની સ્થિરતા સાથે તીવ્ર ઉષ્માને કારણે અથવા કફ તથા અપાચિત આહારને કારણે ઉદભવે છે. આ ઉતાવળિયા ધબકારાની અધિક આવૃત્તિ ગણવામાં આવે છઝે. ઘણી વખત તેને "રનિંગ"(તેજ) અથવા "એબરપ્ટ"(ઓચિંતા) ઘબકારા પણ કહેવામાં આવે છે.
લાંબા ધબકારા

(લોંગ પલ્સ)

(ચાંગમાઈ)

આ ધબકારા લાંબા દરે અને લાંબા સમય સુધી સ્ટ્રોક સાથે આવે છે. લાંબા ધબકારા સાથે સિમિત તાણવાળા ધબકારા સામાન્ય માનવોમાં પણ હોય છે. પરંતુ લાંબા અને સ્ટીંન્ગી ધબકારા તીવ્ર ગરમી(એક્સેસ યાંગ) દર્શાવે છે તેમાં ખાસ કરીને યકૃત યાંગ. ખાસ કરીને યુવાનોમાં, ત્રણ આંગળીઓ વડે ધબકારા સરળતાથી જાણી શકાય છે કારણ કે તેની લાક્ષણિકતા લાંબા ધબકારા છે. લાંબા આંચકા એ સૂચવે છે કે વાહિનીઓ મજબૂત અને લવચીક છે.
ટૂંકાં ધબકારા (શોર્ટ પલ્સ) (દુઆમાઈ) ઘબકારા બહુ જ ટૂંકા દરે આવે છે. કિ સ્થિરતાની પરિસ્થિતિમાં નાના અને જોરથી આવતા ઘબકારા ટૂંકા અને નબળા હોવાનું સૂચવે છે. ટૂંકાં ધબકારા મધ્યમ ધબકારાના સ્થાનેથી તેના બે નજીકના ધબકારાના સ્થાન તરફ નબળા થતા જોવા મળે છે.
ઝીણા ધબકારા (ફાઈન ધબકારા) (ઝીમાઈ)

અથવા

પાતળા દોરા જેવા ધબકારા (થ્રેડી ધબકારા) 

એવા ધબકારા જે એકદમ પાતળા દોરો જેવા લાગે, પરંતું હંમેશાં સ્પષ્ટ રીતે તારવી શકાય, કિ અને લોહી તેમજ અન્ય કમીઓને કારણે આ ધબકારા ઉદભવે છે. જો કે શરીરમાં કોઈ પણ તત્ત્વોની કમીને અન્ય ધબકારાઓ દ્વારા પર સરળતાથી જાણી શકાય છે. અમુક દર્દીઓમાં બાહ્ય રીતે ખડતલ દેખાતા હોય  છે પરંતુ તેમના પણ નોંધનીય ઉણપો જોવા મળે છે.
એચોક્કસ ધબકારા અથવા 

અનઈવન ધબકારા અથવા

ચોપી ધબકારા (સીમાઈ)

એવા ધબકારા જે અચોક્કસ રીતે નાના, ઝીણા અને ધીમેથી આવે, તેનો ગ્રાફ ચપ્પુ દ્વારા બામ્બુ છોલતા હોય તેવો આવે, તે લોહીની કમી અથવા કિ અને લોહીની સ્થિરતાનું સૂચક છે. આ ધબકારાની પેટર્ન નોટેડ પલ્સ કરતાં બહુ જ અચોક્કસ છે જે કિ અને લોહીની સ્થિરતાનું સૂચક છે.
સ્લિપરી પલ્સ (હૌમાઈ) એવા ધબકારા જેને ડિશમાં મણકા સરકતા હોય તેની સાથે સરખાવી શકાય. એવા દર્દીઓમાં જોવા મળે છે જેમને કફ અથવા ખોરાકના અપચાની સમસ્યા હોય તેમજ સામાન્ય માણસમાં પણ જોવા મળે છે. સ્લિપરી અને ઝડપી ધબકારા ગર્ભાવસ્થાનું સૂચક છે. ગર્ભાવસ્થા નક્કી કરવા માટે ધબકારાની પદ્ધતિનું એટલું મહત્ત્વ રહ્યું નથી( કારણ કે આના કરતાં પણ ઘણી વધારે વિશ્વસનીય પદ્ઘતિઓ ઉપલબ્ધ બની છે) અને આ ધબકારાને લાંબા ધબકારાની જેમ સામાન્ય માનવામાં આવે છે ( મોટે ભાગે વધુ વજન ધરાવતા લોકોમાં જોવા મળે). તે ધબકારા કફ જમા થયું હોવાનું સચોટ નિદાન છે. કેટલીક વખત તેને સ્મૂથ પલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
રિલેક્સ્ડ પલ્સ

અથવા

લૂઝ પલ્સ

(હૌમાઈ)

એવા ધબકારા જે ઘટતા તણાવ સાથે આવે, મોટા ભાગે ભીનાશ અથવા બરોળની અપૂરતી કાર્યક્ષમતા સાથે જ ઉદભવે છે.  આ ધબકારામાં નરમાશ અને હળવાશ હોય છે જે કિની નબળાઈ અને ભેજની અવરોધરૂપ અસરને કારણે પેદા થાય છે.
સાધારણ ધબકારા મોડરેટ પલ્સ (હૌમાઈ) એવા ધબકારા જે ચોક્કસ રિધમ અને માફકસર તાણમાં હોય છે જે સામાન્ય પરિસ્થિતિ સૂચવે છે. આ ધબકારા લૂઝ પલ્સ સાથે સામ્યતા ધરાવે છે, બન્નેના ચીની નામ પણ સમાન છે. આ ધબકારામાં તનાવની માત્રા થોડી સારી હોય છે જે કિની પર્યાપ્ત માત્રા સૂચવે છે. 
તંગ ઘબકારા (ટેન્સ પલ્સ) અથવા

ચુસ્ત પલ્સ (ટાઈટ પલ્સ)

(જીનમાઈ)

જરા ખેંચાયેલા તાર જેવા ધબકારાનો અહેસાસ થાય જે ઠંડી અથવા દુઃખાવો સૂચવે છે. આ ધબકારા વાઈરી(તાર જેવા) પલ્સ સાથે સામ્યતા ધરાવે છે પરંતુ લોંગ પલ્સ સાથે નહીં. દુઃખાવાને સરળતાથી નોંધી શકાય છે, કોલ્ડ સિન્ડ્રોમ કેટલીક વખત સ્થાનિક હિટ સિન્ડ્રોમને કારણે છૂપાઈ જાય છે. આ ધબકારા બાહ્ય ક્યાંતો આંતરિક ઠંડી સૂચવે છે.
સ્ટ્રીંગી પલ્સ

અથવા

વાઈરી પલ્સ (ઝીઆનમાઈ)

એવા ધબકારા જે સંગીત વાદ્યના તારની જેમ લાંબા અને સીધા હોવાનો અહેસાસ કરાવે. મોટા ભાગે યકૃત અને પિત્તાશય ડિસઓર્ડર અથવા તીવ્ર દુખાવાને કારણે ઉદભવે. આ ધબકારા ટેન્સ પલ્સ સાથે ઘણી સામ્યતા દર્શાવે છે અને વધારે કંપન હોય છે. જ્યારે તીવ્ર દુઃખાવો થતો હોય ત્યારે સરળતાથી જાણી શકાય છે. વાઈરી પલ્સ આંતરિક અવયવોના કેન્દ્ર બિંદુ જેવા યકૃત અને પિત્તાશયમાં આવેલી અડચણોને પારખી શકે છે.
પરિપૂર્ણ ધબકારા (રેપ્લિટ પલ્સ) અથવા બળવર્ધક ધબકારા (ફોર્સફુલ પલ્સ)

(શિમાઈ)

એવા ધબકારા જે હળવા અને ભારે દબાણમાં ઝડપભેર અને પ્રબળ હોવાનો અહેસાસ કરાવે, જે અચોક્કસતા દર્શાવે છે.   આ પરિસ્થિતિ મોટે ભાગે જોવામાં આવતી હોય છે તેમ છતાં સરખામણીએ બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. વ્યક્તિએ સૌ પ્રથમ આ અચોક્કસતાની તાસીર નક્કી કરીને જ થેરાપ્યુટિક આયોજન કરવું જોઈએ.
નબળા ધબકારા

(વીક પલ્સ)

(રુઓમાઈ)

કિ અને લોહીની કમીને કારણે સામાન્ય રીતે ઊંડા અને નરમ ધબકારાનો અહેસાસ કરાવે. આ ધબકારા ફાઈન પલ્સની સાથે સામ્યાત ધરાવે છે પરંતુ આની ગુણવત્તામાં નરમાશ હોય છે.  સામાન્ય રીતે, બરોળની કિની નબળાઈ સૂચવે છે. જે કિ અને લોહીની કમી તરફ દોરે છે.
કળણ ધબકારા

(સોગી પલ્સ) (રુમાઈ)

સુપરફિશ્યલ, પાતળા અને હળવા ધબકારા જે પાણીમાં તરતા દોરાની જેમ હળવા સ્પર્શનો અહેસાસ કરાવે, પરંતુ વધારે દબાણથી એકદમ નબળા બની જાય અને તે ઊણપની પરિસ્થિત તથા ડેમ્પ રિટેન્શન સૂચવે છે. આ ધબકારા ફાઈન અને વીક પલ્સ સાથે સામ્યતા ધરાવે છે. હળવા સ્પર્શથી થ્રેડી પલ્સ સંવેદન સરળતાથી હટાવી શકાય એવો આભાસ કરાવે જેમ કે કંઈ પાણીની સપાટી પર તરતું હોય. તેથી આ ધબકારા એક જગ્યાએ પાણી ભરાયું હોય તેની સાથે બરોળ-કિની ઊણપ સૂચવે છે. કેટલીક વખત તેને સોફ્ટ પ્લસ તરીકે પણ ઓળખવામાં આવે છે.    
અશક્ત ધબકારા

(ફિબલ પલ્સ) (ઝુમાઈ)

એવા પલ્સ જે અશક્ત અને નિરર્થક હોવાનો અહેસાસ કરાવે, તે કિ અને લોહીની ઊણપ અથવા શરીરમાં પ્રવાહીની અસમતુલા સૂચવે છે. આ ધબકારા નબળા, ફાઈન અને ફેઈન્ટ પલ્સ સાથે સામ્યતા ધરાવે છે. વીક અને ફાઈન પલ્સના કેસમાં લોહીની ઊણપ હોય તેના કરતાં પણ ગંભીર ઊણપ હોય ત્યારે આ ધબકારા ઉદભવે છે પરંતુ ફેઈન્ટ પલ્સની જેટલી ઊણપ ન હોય.
વેગીલા ધબકારા( રેપિડ પલ્સ) (શૌમાઈ) એવા ધબકારા જેનો વેગ વધતો જાય( એક મિનિટમાં 90 કરતાં પણ વધારે) હોય તે ઉષ્માની હાજરી સૂચવે છે. રેપિડ પલ્સ સામાન્ય પલ્સ કરતાં વધારે વેગીલા હોય છે. સામાન્ય રીતે ગંભીર માદગી અને તાવની પરિસ્થિતિમાં ઉદભવે છે.
ધીમા ધબકારા(સ્લો પ્લસ) (ચીમાઈ) આ ધબકારાનો વેગ ધીમો( એક મિનિટમાં 60 કરતાં ઓછા ધબકારા) હોય છે જે આંતરિક ઠંડી સૂચવે છે. જે વ્યક્તિ ઊચ્ચત્તમ કક્ષાની શારીરિક કસરતોમાં જોડાયેલો હોય અને તે જ્યારે આરામની સ્થિતિમાં હોય ત્યારે તેના ધબકારાની ગતિ ધીમી હોઈ શકે છે. તેનું અન્ય નિદાનની માહિતીના પ્રકાશમાં અર્થઘટન કરવામાં આવે છે.
ઉતરતા ધબકારા (સિંન્કિંગ પલ્સ)

(ચેનમાઈ)

એવા ધબકારા જે સખત દબાણથી જાણવા મળે, સામાન્ય રીતે તે સંજોગોમાં બીમારી શરીરના આંતરિક ભાગમાં પ્રવર્તી હોય શકે છે. આંતરડામાંથી તેની સપાટી પર કિ અને લોહીનું પરિભ્રમણ નબળું હોય છે. આ પરિભ્રમણ આંતરડાની હદમાં જ હોય છે કારણ કે શરીરના અન્ય ભાગો ગંભીર અને જોખમી ડિસઓર્ડસર સાથેની લડતના પ્રયાસમાં કાર્યરત હોય છે. કેટલીક વખત આને ડિપ પલ્સ પણ કહેવામાં આવે છે.
પ્રતર પલ્સ (ફ્લોટિંગ પલ્સ) (ફુમાઈ) સ્પર્શતાની સાથે જ ઉદભવે અને અહેસાસ થયા તેવા ધબકારા જેના પર ભારે દબાણથી નબળા બની જાય, સામાન્ય રીતે શરીરના બાહ્યભાગની ઈજાનું સૂચન કરે છે. કિ અને લોહીનું પરિભ્રમણ શરીરની સપાટી પર કેન્દ્રિત હોય છે અને તે બાહ્ય રોગકારક તત્ત્વો સામે ઝઝૂમે છે. 

સાવચેતી અને વિરોધાભાસ[ફેરફાર કરો]

નાડી નિદાનની ચોક્સાઈ માટે દર્દીની સામાન્ય પરિસ્થિતિમાં આચરવું જોઈએ. નાડી નિદાન કસરત બાદ, ખાધા બાદ, સંભોગ બાદ અથવા પીણા બાદ અથવા એવી રૂમ જેનું તાપમાન અતિ ગરમ કે ઠંડું છે તેમાં ન કરવું જોઈએ. આ બધા પરિબળો નાડી નિદાનની અચોક્સાઈ માટે જવાબદાર બની શકે. આદર્શ પરિસ્થિતિમાં તબીબ અને દર્દી બન્ને આરામદાયક અને સામાન્ય શ્વાસોચ્છવાસ કરતા હોવા જોઈએ. વધુમાં, નાડી નિદાન લગભગ દરેક રોગોના નિદાન માટે ઉપયોગમાં લઈ શકાય પરંતુ તેનો શ્રેષ્ઠ ઉપયોગ અન્ય કોઈ નિદાનની પદ્ઘતિ સાથે જોડવામાં આવે ત્યારે થઈ શકે છે. ખાસ કરીને જ્યારે દર્દીને ગંભીર અથવા લાંબા સમયની પરિસ્થિતિમાં અથવા અજાણ્યા મૂળના ડિસઓર્ડર કે એક્યુપંકચરિસ્ટ દ્વારા સારવાર આપવામાં આવે છે ત્યારે તપાસના અનેક સાધનો સાથે જ્યારે આ પદ્ઘતિને જોડવામાં આવે ત્યારે ઉત્તમ નિદાન સાબિત થઈ શકે છે.

References[ફેરફાર કરો]

અમેરિકન હાર્ટ એસોસિયેશન[૨]

29 પલ્સ rate assessment[૩]

Subhuti Dharmananda, પીએચ.ડી., પોર્ટલેન્ડ, ઑરેગોન - આધુનિક પ્રથા ચિની દવા[૪]

Hammer, Leon. Handbook of Contemporary Chinese Pulse Diagnosis. Copyright 2012.

Walsh S, King E. Pulse Diagnosis: A Clinical Guide. 2008. Edinburugh; Churchill Livingstone

Shu, Jian-Jun; Sun, Y.G. (2007). "Developing classification indices for Chinese pulse diagnosis". Complementary Therapies in Medicine. 15 (3): 190–198[૫]

  1. [૧]
  2. [૨]
  3. [૩]
  4. [૪]
  5. [૫]