નિરદ સી. ચૌધુરી
નિરદ સી. ચૌધુરી | |
---|---|
જન્મ | ૨૩ નવેમ્બર ૧૮૯૭ ![]() |
મૃત્યુ | ૧ ઓગસ્ટ ૧૯૯૯ ![]() |
અભ્યાસનું સ્થળ | કોલકાતા વિશ્વવિદ્યાલય, Surendranath College, Scottish Church College ![]() |
કાર્યો | Scholar Extraordinary ![]() |
પુરસ્કાર |
નિરદ સી. ચૌધુરી (બંગાળીમાં: নীরদ চন্দ্র চৌধুরী Nirod Chôndro Choudhuri ) (23 નવેમ્બર 1897 – 1 ઓગસ્ટ 1999) એ બંગાળી અને અંગ્રેજી ભાષાના લેખક અને સાંસ્કૃતિક વિવેચક હતા. તેમનો જન્મ તે સમયે બ્રિટિશ હિંદના બંગાળનો એક ભાગ પણ હાલના બાંગ્લાદેશમાં આવેલા કિશોરગંજમાં થયો હતો.
તેમના મેક્સ મુલર પરના જીવનચરિત્ર કે જેનું નામ સ્કોલર એક્સ્ટ્રાઓર્ડિનરી હતું તેને 1975માં ભારતની સાહિત્ય માટેની રાષ્ટ્રીય સંસ્થા સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[૧]
તેમનું જીવન[ફેરફાર કરો]
તેમણે કિશોરગંજ અને કોલકાતા (તે સમયે કલકત્તા તરીકે ઓળખાતું હતું)માં લીધું હતું. તેમણે કલકત્તાની રિપન કોલેજમાં એફએ (સ્કૂલ લિવિંગ) શિક્ષણ મેળવ્યું હતું, જ્યાં તેમની સાથે પ્રસિદ્ધ બંગાળી લેખક બિભૂતિભુષણ બંદોપાધ્યાય પણ હતા. રિપન કોલેજ બાદ, તેઓ પ્રતિષ્ઠિત સ્કોટિશ ચર્ચ કોલેજ, કલકત્તા ખાતે શિક્ષણ લીઘું હતું, જ્યાં તેમણે કોલેજના મુખ્ય વિષય તરીકે ઇતિહાસનું જ્ઞાન મેળવ્યું હતું. તેઓ ઇતિહાસમાં માનદ પદવી સાથે સ્નાતક થયા હતા અને કલકત્તા યુનિવર્સિટીની શ્રેષ્ઠ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. સ્કોટિશ ચર્ચ કોલેજ માં તેઓ પ્રસિદ્ધ ઇતિહાસવિદ પ્રોફેસર કાલિદાસ નાગના સેમિનારોમાં ઉપસ્થિત રહ્યાં હતા. સ્નાતક થયા બાદ, તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં એમ.એ. (M.A.) સ્તરના અભ્યાસક્રમમાં જોડાયા. જો કે, તેમણે એમ.એ. (M.A.)ની તમામ આખરી પરીક્ષાઓ આપી નહોતી, અને તેથી તેઓ એમ.એ. (M.A.)ની ડિગ્રી મેળવી શક્યા નહોતા.
તેમણે ભારતીય સૈન્યના હિસાબી વિભાગમાં કારકૂન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. તે સમયગાળામાં, તેમણે લોકપ્રિય મેગેઝિનોમાં લેખો આપવાનું શરૂ કર્યું. ભરત ચંદ્ર (18મી સદીના પ્રસિદ્ધ બંગાળી કવિ) વિષે તેમણે લખેલો સૌપ્રથમ લેખ તે સમયનાં લબ્ધ પ્રતિષ્ઠિત ઇંગ્લિશ મેગેઝિન મોડર્ન રિવ્યૂ માં પ્રકટ થયો હતો.
ત્યારબાદ ટૂંક સમયમાં જ તેમણે હિસાબ વિભાગની નોકરી છોડી દીધી અને પત્રકાર અને તંત્રી તરીકેની એક નવી કારકિર્દી શરૂ કરી. આ સમયગાળા દરમિયાન તેઓ કોલકાતાના કોલેજ સ્ક્વેર નજીક મિર્ઝાપુર સ્ટ્રીટમાં છાત્રાલયમાં પૈસા આપીને રહેતા હતા, જ્યાં તેમની સાથે બિભૂતિભુષણ બેનર્જી અને દક્ષિણારંજન મિત્ર મજુમદાર જેવા લેખકો રહેતા હતા. તેઓ તે સમના અત્યંત પ્રસિદ્ધ અંગ્રેજી અને બંગાળી મેગેઝિનો જેવા કે મોડર્ન રિવ્યૂ , પ્રોબાસી અને સોનીબારેર ચિઠી ના સંપાદનમાં પ્રવૃત્ત હતા. વધુમાં, તેમણે બે અલ્પજીવી પરંતુ અત્યંત ગુણવત્તાવાન બંગાળી મેગેઝિન, સમાસામાયિક અને નોતુન પત્રિકા ની સ્થાપના પણ કરી હતી. તેમણે 1932માં એક સુપ્રસિદ્ધ લેખિકા અમિયા ધાર સાથે લગ્ન કર્યાં હતા અને તેમને ત્રણ પુત્રો હતા.
1938માં, તેમણે ભારતની સ્વાધિનતા ચળવળના રાજકીય નેતા શરત ચંદ્ર બોઝના સચિવ તરીકે નોકરી મેળવી. પરિણામસ્વરૂપે, તેઓ ભારતના રાજકીય નેતાઓ- મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને શરત ચંદ્ર બોઝના વધુ પ્રસિદ્ધ ભાઈ – સુભાષ ચંદ્ર બોઝ કે જેઓ ભવિષ્યમાં નેતાજી તરીકે જાણીતાં થવાના હતા, તેમના સંપર્કમાં આવ્યા. ભારતનાં રાજનીતિજ્ઞોના આંતરિક વર્તુળમાં રહીને કામ કરવાથી તેમની કામગીરીનો પરિચય થતા નિરદ ચૌધુરી તેમની છેવટની પ્રગતિ વિશે શંકાતુર બન્યાં, અને ભારતની રાજકીય નેતાગીરીની ક્ષમતા વિશેનો તેમનો ભ્રમ દૂર થતો ગયો.
સચિવ તરીકેની કારકિર્દી ઉપરાંત, તેઓએ બંગાળી અને અંગ્રેજી અખબારો તથા મેગેઝિનોમાં લેખો આપવાનું ચાલુ રાખ્યું. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોની કોલકાતા શાખાના રાજકીય વિવેચક તરીકે નિમાયાં. 1941માં, તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોની દિલ્હી શાખા માટે કામ કરવાનું શરૂ કર્યું.
પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ વિપુલ પ્રમાણમાં લખનારા અને સર્જનશીલ લેખક હતા; તેમણે 99 વર્ષની વયે પોતાની છેલ્લી કૃતિ બહાર પાડી હતી. તેમની પત્ની અમિયા ચૌધુરી 1994માં ઓક્સફર્ડ ખાતે મૃત્યુ પામી હતી. 1999માં પોતાની 102મી જન્મતિથિના બે મહિના પૂર્વે જ તેઓ ઇંગ્લેન્ડના ઓક્સફર્ડ ખાતે મૃત્યુ પામ્યાં.
તેમની મુખ્ય કૃતિઓ[ફેરફાર કરો]
તેમની ઉત્કૃષ્ટ કૃતિ ધ ઓટોબાયોગ્રફિ ઓફ અન અનનૉન ઇન્ડિયન (ISBN 0-201-15576-1) 1951માં પ્રસિદ્ધ થઈ હતી, જેણે તેમને ભારતના અંગ્રેજી ભાષાના મહાન લેખકોની ટૂંકી યાદીમાં લાવી મૂક્યાં. નવી સવી સ્વતંત્રતા પ્રાપ્ત કરનારાં ભારતમાં આ પુસ્તકને સમર્પિતતાને લગતા કારણોસર તેમણે વિવાદ વ્હોરી લીધો હતો.
“ | To the memory of the British Empire in India, Which conferred subjecthood upon us, |
” |
આ પુસ્તકનાં સમર્પણનો લેખ વાસ્તવમાં રાજાશાહીની ઠેકડી ઉડાડતો અને લોકો ઉપર પ્રભાવ પાડતો લેખ હતો, જેને ઘણાં ભારતીયોના, ખાસ કરીને રાજકીય અને અમલદાર વર્ગના રોષનો સામનો કરવો પડ્યો હતો. ચૌધુરીના મિત્ર અને તંત્રી, ઇતિહાસવિદ્ અને નવલકથાકાર ખુશવંત સિંહે કરેલી ટિપ્પણી અનુસાર, “લોકોએ આ સમર્પણ લેખને પૂરો જોયા, જાણ્યાં અને સમજ્યાં વિના જ વિરોધનો સૂર ઉચ્ચાર્યો હતો.” ચૌધુરીને સરકારી નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા, તેમને પેન્શનથી વંચિત કરી દેવાયા, ભારતમાં લેખક તરીકે બ્લેકલિસ્ટ કરાયા અને તેમને કંગાલિયતભર્યું જીવન જીવવા માટે ધકેલી દેવાયા. વધુમાં, ભારત સરકારે એક કાયદો બહાર પાડીને કર્મચારીઓ પર લેખ-નિબંધો પ્રસિદ્ધ કરવા સામે પ્રતિબંધ મૂકી દેતા, ચૌધુરીને ઓલ ઇન્ડિયા રેડિયોમાં રાજકીય વિવેચક તરીકેની પોતાની નોકરી છોડી દેવી પડી. બાદમાં ચૌધુરીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે તેમનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. તેમણે ગ્રાન્ટા લેખમાં લખ્યું હતું કે, “આ પુસ્તકનો સમર્પણ લેખ ખરેખર તો આપણને સમોવડિયાં નહીં ગણવા બદલ બ્રિટિશ શાસકોની નિંદા કરતો હતો.” પોતે શું કહેવા ઈચ્છે છે તે સ્પષ્ટપણે દર્શાવવા માટે, તેમણે પૌરાણિક રોમનું સમાંતર ચિત્રણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પુસ્તકનો સમર્પણ લેખ “સિસિલીના રોમન પ્રોકોન્સુલ વેરીસના વર્તાવ વિશે સિસેરોએ જે જણાવ્યું હતું તેની નકલ હતી, વેરીસે સિસિલીના રોમન નાગરિકો ઉપર દમન ગુજાર્યો હતો અને સિસિલીના નાગરિકોએ તેમની હતાશામાં “સિવિસ રોમનસ સમ ” એવું ઉચ્ચારણ કર્યું હતું.”
1955માં બ્રિટિશ કાઉન્સિલ અને બીબીસીએ સંયુક્તપણે આઠ સપ્તાહ માટે તેમને ઇંગ્લેન્ડ લાવવાની વ્યવસ્થા કરી. તેમને બીબીસીમાં વ્યાખ્યાન આપવા જણાવવામાં આવ્યું હતું. તેમણે બ્રિટિશ જીવન વિશે આઠ વ્યાખ્યાન આપ્યાં. બાદમાં, તેમનાં આ વ્યાખ્યાનોને પેસેજ ટુ ઇંગ્લેન્ડ માં ફેરફાર અને સંપાદિત કરીને એકત્રિત કરવામાં આવ્યા. ઈ. એમ. ફોસ્ટરે ધ ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટ માં તે વ્યાખ્યાનોની સમીક્ષા કરી હતી. તેમની 1965ની કૃતિ ધ કોન્ટીનેન્ટ ઓફ સિરસી એ તેમને ડફ કૂપર મેમોરિયલ એવોર્ડ મેળવી આપ્યો, અને આ પુરસ્કાર મેળવનારા તેઓ સૌપ્રથમ અને એકમાત્ર ભારતીય બન્યાં. 1972માં, તેઓ મર્ચન્ટ આઇવરી દસ્તાવેજી ચિત્ર એડવેન્ચર્સ ઓફ અ બ્રાઉન મેન ઇન સર્ચ ઓફ સિવિલાઇઝેશન નો વિષય રહ્યાં હતા. તેમણે થાય હેન્ડ, ગ્રેટ એનાર્ક! શીર્ષક હેઠળ પોતાના આત્મચરિત્રનો બીજો ભાગ બહાર પાડ્યો હતો. તે 1988માં પ્રસિદ્ધ કરાયો હતો. 1992માં, યુનાઇટેડ કિંગડમના રાણી એલિઝાબેથ દ્વિતીયે કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (સીબીઇ (CBE))ના ખિતાબ વડે તેમને નવાજ્યાં હતા. 1997માં, 100 વર્ષની વયે, તેમણે પોતાનું છેલ્લું પુસ્તક થ્રી હોર્સમેન ઓફ ધ ન્યૂ એપોકેલિપ્સ બહાર પાડ્યું હતું.
સામાજિક દ્વષ્ટિકોણો અને લેખનશૈલી[ફેરફાર કરો]
- સ્વતંત્રતા બાદ કોંગ્રેસ પક્ષના નેતાઓના તેઓ તીવ્ર આલોચક રહ્યાં હતા, તેમ છતાં તેઓ ભારતની જમણેરી હિંદુ રાષ્ટ્રવાદી ચળવળ પ્રત્યે વધુ સહાનુભૂતિ ધરાવતા હતા. તેમણે મસ્જિદોના વિધ્વંસની આલોચના કરવાનો ઇનકાર કરી દીધો હતોઃ “અયોધ્યામાં એક મસ્જિદને અપવિત્ર કરવા વિશે ફરિયાદ કરવાનો મુસ્લિમોને થોડો પણ અધિકાર નથી. ઇ.સ. 1000થી કાઠિયાવાડથી લઈને બિહાર સુધી, હિમાલયથી લઈને વિંધ્ય સુધીના દરેક મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને વિધ્વંસ કરાયો હતો. સમગ્ર ઉત્તર ભારતમાં એક પણ મંદિર બચ્યું નહોતું. ગાઢ જંગલોની જેવા કારણોને લીધે જેના સુધી મુસ્લિમ સૈન્ય પહોંચી શક્યું નહોતું, માત્ર તે જ મંદિરો બચી ગયા હતા. અન્યથા, તે એક સતતપણે ચાલનારું જંગલીપણું હતું. સહેજપણ સ્વાભિમાન ધરાવતો કોઈ પણ દેશ આને માફ કરી શકે નહીં. આ ઐતિહાસિક દલીલનો મુસ્લિમોએ જો એક પણ વખત સ્વીકાર કર્યો હોત તો અયોધ્યામાં જે કંઈ પણ બન્યું તે થયું હોત નહીં.”[૨][૩]
- બંગાળના સામાજિક જીવનમાં પેઠેલાં ઊંડા દંભને અને ખાસ કરીને વર્ગ અને જાતિના ભેદભાવમાંથી ઉદભવતા દંભને જોઈને તેઓ ઊંડેથી પીડા અનુભવતા હતા. તેમને ઇતિહાસના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે વિક્ટોરિયન યુગમાં મધ્યમ વર્ગીય બંગાળી સ્ત્રીની કઠોર નૈતિકતા સામાજિકપણે લાદવામાં આવેલી હતી, જેને ધર્મ, પસંદગી અને નિર્ણય સાથે કોઈ લેવાદેવા નહોતા, પરંતુ તેનો ઉછેર, સામાજિક સ્વીકાર્ય અને પેઢી દરપેઢીના ધોરણે મૂલ્યોનાં સ્થળાંતર સાથે સંબંધ હતો.
- તેમની સાદી ભાષા ઉપર સંસ્કૃત અને જૂની ઢબની બંગાળી ભાષા- સાધુભાષા (সাধুভাষা)નો પ્રભાવ હતો. તેઓ તદ્દન નીચલા વર્ગની ભાષા - ચોલતિભાષા (চলতিভাষা ) અથવા ચોલિતોભાષા (চলিতভাষা) પ્રત્યે ઓછું સન્માન ધરાવતા હતા. આ ભાષાઓને તેમણે પરખ અને અવકાશની દ્વષ્ટિએ એકસમાન ગણાવી હતી. તેઓ અરેબિક, ઉર્દૂ અને પર્શિયન ભાષાઓમાંથી ઉદભવેલા શબ્દો અને અભિવ્યક્તિનો ઉપયોગ કરવાનું ટાળતા હતા, આ ભાષાઓ આધુનિક બંગાળીમાં અત્યંત સામાન્ય છે.
બહુમાનો[ફેરફાર કરો]
- સાહિત્ય અકાદમી એવોર્ડ 1975માં.
- ડ્લીટ ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી 1990માં.[૪]
પુસ્તકો[ફેરફાર કરો]
તેમણે નીચેના પુસ્તકો અંગ્રેજી ભાષામાં લખ્યાં હતાઃ
- ધ ઓટોબાયોગ્રફિ ઓફ અન અનનૉન ઇન્ડિયન (1951)
- અ પૅસેજ ટુ ઇંગ્લેન્ડ (1959)
- ધ કન્ટિનેન્ટ ઓફ સિરસી (1965)
- ધ ઇન્ટલેક્ચ્યુઅલ ઇન ઇન્ડિયા (1967)
- ટુ લિવ ઓર નોટ ટુ લિવ (1971)
- સ્કોલર એક્સ્ટ્રાઓર્ડિનરી, ધ લાઇફ ઓફ પ્રોફેસર ધ રાઇટ ઓનરેબલ ફ્રેડ્રિક મૅક્સ મુલર, પી.સી. (1974)
- કલ્ચર ઇન ધ વેનિટી બૅગ (1976)
- ક્લાઇવ ઓફ ઇન્ડિયા (1975)
- હિંદુઇઝમઃ અ રિલિજિયન ટુ લિવ બાય (1979)
- થાય હેન્ડ, ગ્રેટ એનાર્ક! (1987)
- થ્રી હોર્સમેન ઓફ ધ ન્યૂ એપોકેલિપ્સ (1997)
- ધ ઇસ્ટ ઇઝ ઇસ્ટ એન્ડ વૅસ્ટ ઇઝ વૅસ્ટ (પૂર્વ-પ્રકાશન નિબંધોનો સંગ્રહ)
- ફ્રોમ ધ આર્ચિવ્ઝ ઓફ અ સેન્ટેનેરિયન (પૂર્વ-પ્રકાશન નિબંધોનો સંગ્રહ)
- વ્હાય આઇ મોર્ન ફોર ઇંગ્લેન્ડ (પૂર્વ-પ્રકાશન નિબંધોનો સંગ્રહ)
તેમણે નીચેના મૂલ્યવાન પુસ્તકો બંગાળીમાં પણ લખ્યાં હતાઃ
- બંગાલી જિબાને રમાની (બંગાળી જીવનમાં સ્ત્રીની ભૂમિકા)
- આત્મઘાતી બંગાલી (આત્મઘાતી બંગાળી)
- આત્મઘાતી રબિન્દ્રનાથ (આત્મઘાતી રવિન્દ્રનાથ)
- અમાર દેબોતાર સંપત્તિ (મારી ભાવિ પેઢી માટેની સંપત્તિ)
- નિર્બાચિતા પ્રબંધા (પસંદગીના નિબંધો)
- અજી હોતે સતબર્ષા એજ (એકસો વર્ષ પૂર્વે) (એક સો વર્ષ અગાઉ)
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "Sahitya Akademi Award - English (Official listings)". Sahitya Akademi.
- ↑ રામકી નગર, વન્સ અગેઇન ડેઇલી પાયોનિયર- ઓક્ટોબર 3, 2010
- ↑ રામકી નગર, વન્સ અગેઇન ડેઇલી પાયોનિયર- ઓક્ટોબર 3, 2010
- ↑ http://www-stat.stanford.edu/~naras/ncc/
બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]
- ઉત્તર ઓક્સફર્ડમાં ચૌધુરીની વાદળી તકતી
- નારસ પૅજ
- 93 વર્ષની વયે લીધેલી છબિઓ
- બાંગ્લાપિડીયામાંથી
- મર્ચન્ટ આઇવરી ડોક્યુમેન્ટરી
વ્યક્તિગત માહિતી | |
---|---|
નામ | |
અન્ય નામો | |
ટુંકમાં વર્ણન | |
જન્મ | |
જન્મ સ્થળ | |
મૃત્યુ | |
મૃત્યુ સ્થળ |
- Wikipedia cleanup
- 1897 જન્મો
- 1999માં મૃત્ય
- બંગાળી ઇતિહાસકારો
- બંગાળી લેખકો
- નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
- દક્ષિણ એશિયાના ઇતિહાસવિદો
- ભારતીય આત્મચરિત્રકારો
- ભારતીય શતાયું લોકો
- ભારતીય નિબંધકારો
- ભારતીય ઇતિહાસવિદો
- ભારતીય સાહિત્યિક વિવેચકો
- ભારતીય સંસ્મરણકારો
- ભારતીય રાજકીય લેખકો
- કિશોરીગંજ જિલ્લો
- સુરેન્દ્રનાથ કોલેજ, કોલકાતાના વિદ્યાર્થી
- સ્કોટિશ ચર્ચ કોલેજ, કલકત્તાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
- કલકત્તા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી
- સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારા લોકો
- સાહિત્યકાર