નેપોલિયન બોનાપાર્ટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નેપોલિયન
ઊભેલા નેપોલિયનનું તૈલચિત્ર જેમાં તે તેની ચાળીસીમાં છે, લશ્કરના હાઇ રેન્કના સફેદ અને વાદળી ગણવેશમાં તે કાગળો પથરાયેલા ૧૮મી સદીના રાચરચિલા પાસે ઊભો છે અને સામેવાળી વ્યક્તિની સામે જોઈ રહ્યો છે. આગળ લટ નિકળેલા ટૂંકા કાપેલા વાળ છે, લટકતા ડાબા હાથની મુઠ્ઠીમાં કશુંક પકડ્યું છે અને જમણો હાથ તેના વેસ્ટકોટ (બંડી)માં નાખેલો છે.
સમ્રાટ નેપોલિયન તેના તુઇલેરિ મહેલના અભ્યાસખંડમાં, જેક્વિસ લુઇસ ડેવિડે દોરેલું ચિત્ર, ૧૮૧૨
એમ્પેરર ઓફ ફ્રેન્ચ (ફ્રાન્સના સમ્રાટ)
રાજ્યકાળ ૧૮ મે ૧૮૦૪ – ૧૧ એપ્રિલ ૧૮૧૪
૨૦ માર્ચ ૧૮૧૫ – ૨૨ જૂન ૧૮૧૫
ફ્રાન્સ ૨ ડિસેમ્બર ૧૮૦૪
પૂર્વાધિકારી પોતે - ફર્સ્ટ કોન્સ્યુલ
ઉત્તરાધિકારી લુઇસ આઠમો (Louis XVIII of France) (de jure in 1814)
કિંગ ઓફ ઈટાલી (ઈટાલીના રાજા)
રાજ્યકાળ ૧૭ માર્ચ ૧૮૦૫ – ૧૧ એપ્રિલ ૧૮૧૪
રાજ્યાભિષેક ૨૬ મે ૧૮૦૫
પૂર્વાધિકારી પોતે - ઈટાલી ગણતંત્રના પ્રમુખ
ઉત્તરાધિકારી કોઈ નહિ (kingdom disbanded, next king of Italy was Victor Emmanuel II)
જીવનસાથી જોસેફિન ડે બ્યુહર્નાઇસ
નેરી લુઇસ ઓફ ઓસ્ટ્રિયા
સંતતિ
નેપોલિયન બીજો
આખું નામ
નેપોલિયન બોનાપાર્ટ
રાજવંશ હાઉસ ઓફ બોનાપાર્ટ
પિતા કાર્લો બોનાપાર્ટ
માતા લેતિઝિયા રોમાલિનો
જન્મ (1769-08-15)15 ઓગસ્ટ 1769
અજાક્ચિયો, કોર્સિકા, ફ્રાન્સ રજવાડું
અવસાન 5 મે 1821(1821-05-05) (51ની વયે)
લોંગ વુડ, સેન્ટ હેલેના
અંત્યેષ્ટિ લેસ એન્વેલિડેસ, પેરિસ, ફ્રાન્સ
હસ્તાક્ષર
ધર્મ રોમન કેથલિક (excommunicated on June 10, 1809[૧] - see Religions section)
નેપોલિયન પ્રથમનું ઇમ્પેરિયલ સ્ટાન્ડર્ડ
સમ્રાટનું રાજચિહ્ન

નેપોલિયન બોનાપાર્ટ (/nəˈpliən, -ˈpljən/;[૨] French: [napɔleɔ̃ bɔnapaʁt], જન્મે નેપોલિયન ડિ બોનાપાર્ટ-Napoleone di Buonaparte; ૧૫ ઓગસ્ટ ૧૭૬૯ – ૫ મે ૧૮૨૧) ફ્રેન્ચ લશ્કરી વડો અને શાસક હતો. તે ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ અને તેની સાથે સંકળાયેલા યુદ્ધોના છેલ્લા તબક્કા દરમ્યાન આગળ આવ્યો. નેપોલિયન પહેલા (Napoleon I) તરિકે તે ૧૮૦૪થી ૧૮૧૪ અને ફરીથી એક વખત ૧૮૧૫ દરમ્યાન ફ્રાન્સના સમ્રાટ (એમ્પેરર ઓફ ધ ફ્રેન્ચ) પદે રહ્યો.

નેપોલિયને લગભગ બે દાયકા સુધી યુરોપમાં પોતાનો પ્રભાવ જમાવી રાખ્યો, જે સમય દરમ્યાન તેણે નેપોલિયોનિક વોર્સ તરીકે જાણીતા શ્રેણીબદ્ધ યુદ્ધોમાં ફ્રાન્સનું નેતૃત્વ કર્યું હતું. ૧૮૧૫માં તેનો આખરી પરાજય થયો તે પહેલા તેણે મોટાભાગના યુદ્ધોમાં વિજય મેળવીને લગભગ સમગ્ર યુરોપિય ખંડ પર આધિપત્ય જમાવ્યું હતું. ઇતિહાસના મહાન કમાન્ડરો પૈકિના એક તરીકે તેની ગણના થાય છે અને તેના શાસન અને નેતૃત્વનો અભ્યાસ આજે પણ વિશ્વભરની લશ્કરી શાળાઓમાં થાય છે. સાથે સાથે તેની ગણના યુરોપના ઇતિહાસમાંના સૌથી વધુ જાણીતા અને વિવાદાસ્પદ રાજકીય નેતાઓમાં પણ થાય છે[૩].

બ્રિટિશ ઇતિહાસકાર એન્ડ્ર્યુ રોબર્ટ્સ નોંધે છે તેમ, તેણે યુરોપભરમાં મુલકી બાબતોમાં ઉદારમતવાદીના સિદ્ધાંતો પ્રચલિત કર્યા:

The ideas that underpin our modern world—meritocracy, equality before the law, property rights, religious toleration, modern secular education, sound finances, and so on—were championed, consolidated, codified and geographically extended by Napoleon. To them he added a rational and efficient local administration, an end to rural banditry, the encouragement of science and the arts, the abolition of feudalism and the greatest codification of laws since the fall of the Roman Empire.[૪]

નેપોલિયનનો જન્મ કોર્સિકા નામના ફ્રાન્સના એક ટાપુ પર એક વિનમ્ર ઈટાલિયન ઉમરાવ કુટુંબમાં થયો હતો (કોર્સિકા ટાપુ ભલે ફ્રાન્સના તાબા હેઠળ આવતો હોય પરંતુ તે ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે ઈટાલીની વધુ નજીક છે). તેના પૂર્વજો લગભગ ૧૬મી સદીમાં આ ટાપુ પર આવીને વસ્યા હતા. તે સારું ભણેલો ગણેલો હતો અને વાંચનનો શોખીન હતો, તેની ફ્રેન્ચ બોલી ભારે કોર્સિકન ઉચ્ચારણોવાળી હતી. તે ઉદ્દામવાદ કે સુધારણાવાદનો હિમાયતિ હતો. તેની લશ્કરી કળા ફ્રાન્સના પ્રથમ ગણતંત્ર (ફ્રેન્ચ ફર્સ્ટ રિપબ્લિક) દરમ્યાન ખૂબ ત્વરાથી ઉભરી આવી. ફ્રેન્ચ ક્રાંતિ દરમ્યાન દુશ્મનોના સંગઠનોની સામે થયેલા ઈટાલિયન અને ઇજિપ્શિયન યુદ્ધોમાં તેની કિર્તિ વ્યાપી રહી..

સંદર્ભ[ફેરફાર કરો]

  1. E. Hales, "Napoleon and the Pope", (London:1962) pg 114
  2. "Napoleon". Random House Webster's Unabridged Dictionary.
  3. Charles Messenger, ed. (2001). Reader's Guide to Military History. Routledge. pp. 391–427. ISBN 9781135959708. Check date values in: |year= (મદદ)CS1 maint: Extra text: authors list (link)
  4. Andrew Roberts, Napoleon: A Life (2014), p. xxxiii.