પતંગ હોટલ
આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે. (૨૦૨૩)
|
પતંગ હોટલ, સત્તાવાર રીતે નીલકંઠ પતંગ - ધ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ એ અમદાવાદ, ગુજરાત, ભારતમાં સ્થિત એક ફરતી રેસ્ટોરન્ટ છે.[૧] ૧૯૮૦-૧૯૮૪ દરમિયાન બાંધવામાં આવેલી જમીનથી ૨૨૧ ફીટ (૬૭ મીટર) ઊંચી આ રેસ્ટોરન્ટ અમદાવાદનું એક સીમાચિહ્ન ગણવામાં આવે છે.[૨][૩]
ઇતિહાસ
[ફેરફાર કરો]તેની રચના સ્થપતિ હસમુખ પટેલ દ્વારા કરાઇ હતી.[૪][૫][૨] રેસ્ટોરન્ટ અને તેની બાજુમાં આવેલ વ્યાપારી ઇમારત ચિનુભાઈ સેન્ટર ૧૯૮૦-૮૪માં આશરે ૧.૨૫ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવી હતી.[૬][૩]
સ્થાપત્ય અને સેવાઓ
[ફેરફાર કરો]પતંગની રચના પક્ષીઓને દાણા ખવડાવવા માટે બાંધવામાં આવતા મિનારા - ચબુતરા દ્વારા પ્રેરિત હતી.[૬][૩] ૨૦૧૮માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અનુસાર, તે 221 feet (67 m)ની ઊંચાઇ ધરાવતી ભારતની પ્રથમ ફરતી હોટેલ હતી.[૭] તે ૯૦ મિનિટમાં ૩૬૦ ડિગ્રીનો ચકરાવો પૂર્ણ કરે છે.[૩][૭] તે સાબરમતી નદીના કિનારે સાબરમતી રિવરફ્રન્ટ નજીક આવેલી છે, જેથી મુલાકાતીઓ જૂના અને નવા શહેરને જોઇ શકે છે.[૩][૭]
તે એક બુફે રેસ્ટોરન્ટ છે, જે ભારતીય, કોંટિનેંટલ, થાઈ અને ચાઈનીઝ મૂળની ૪૦-૪૫ પ્રકારની શાકાહારી વાનગીઓ પીરસે છે. તે એક પ્રવાસી આકર્ષણ કેન્દ્ર માનવામાં આવે છે.[૮][૯]
છબીઓ
[ફેરફાર કરો]-
સાબરમતી નદીમાંથી દેખાતી પતંગ હોટલ
-
સાબરમતી રિવરફ્રન્ટ પરથી દેખાતી પતંગ હોટેલ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Desai, Nikita (2010). A Different Freedom: Kite Flying in Western India. Cambridge Scholars Publishing. પૃષ્ઠ 19. ISBN 9781443823104.
- ↑ ૨.૦ ૨.૧ "Architect who designed 'Patang' dies". DNA India (અંગ્રેજીમાં). 2018-01-21. મૂળ સંગ્રહિત માંથી 2018-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-30.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "'Patang' sold, set to soar again". The Times of India (અંગ્રેજીમાં). 2007-03-15. મૂળ સંગ્રહિત માંથી 2020-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-30.
- ↑ "Hasmukh C. Patel: A Pioneer Of Modern Indian Architecture Passed Away". World Architecture Community (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2020-08-05.
- ↑ Catherine Desai, Bimal Patel (2017). The Architecture of Hasmukh C. Patel: Selected Projects 1963-2003. Mapin Publishing. ISBN 9781935677659.
- ↑ ૬.૦ ૬.૧ "Chinubhai Centre And Patang Hotel | HCP". www.hcp.co.in. મૂળ સંગ્રહિત માંથી 2020-05-24 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-30.
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ Limca Book of Records: India at Her Best. Hachette UK. 2018. ISBN 9789351952404.
- ↑ Jhumari Nigam-Misra (May 27, 2010). "Toothsome tales". India Today (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 2020-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2020-08-05.
- ↑ "Restaurants :: Ahmedabad Municipal Corporation". ahmedabadcity.gov.in. મૂળ સંગ્રહિત માંથી 2020-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2020-08-05.