લખાણ પર જાઓ

પલસદરી (જિ. રાયગઢ)

વિકિપીડિયામાંથી
ચોમાસાની ઋતુમાં પલસધરી ખાતે રમણીય ધોધ

પલસદરી અથવા પલસધરી ( અંગ્રેજી:Palasdari; મરાઠી: પળસદરી), એ મુંબઈ ઉપનગરીય રેલ લાઇન પરના કર્જત અને ખોપોલી સ્ટેશનોની વચ્ચે આવેલું એક લોકપ્રિય પર્યટન સ્થળ અને એક રેલવે જંક્શન છે. આ સ્થળ કર્જત થી લોનાવલા લાઇન પર આવે છે. ખોપોલી માર્ગ પર તેનાથી આગળનું સ્ટેશન કેલાવલી છે. પલસદરીનું નામ " પલાસ"ના વૃક્ષ અને "દરી" એટલે કે "દર્રા" ( પહાડીઓની વચ્ચેથી પસાર થતો માર્ગ) નામના બે શબ્દોના મેળ પરથી બન્યો છે. આ સ્થળ કર્જત ખોપોલી રાજ્ય ધોરી માર્ગ નં. ૩૫ પર આવેલું છે. પલસદરી ખાતે પ્રસિદ્ધ પલસદરી બંધ પણ આવેલો છે. પલસદરી ખાતે બ્રિટિશ રાજના સમયનાં તથા તેનાથી પણ પુરાણા સમયનાં કેટલાંય મંદિરો ઉપસ્થિત છે.

વિશેષ રૂપમાં વરસાદની ઋતુમાં, મુંબઈ, પનવેલ અને નવી મુંબઈજેવા શહેરી વિસ્તારમાંથી ઘણા પર્યટકો અહીં આવે છે. ચોમાસા દરમિયાન અહીં આખા વિસ્તારમાં ઝરણાંઓ સક્રિય બની જાય છે અને ચારેકોર લીલીછમ હરિયાળી છવાઇ જાય છે. પલસદરી ખાતે એક અન્ય આકર્ષણ અહીંયાં આવેલો શ્રી સ્વામી સમર્થ મહારાજ (અક્કલકોટ)નો "મઠ" છે જે એક ખુબજ રમણીય જગ્યા પર આવેલો છે.

પલસદરીની ઓળખ તેની પ્રાકૃતિક સુંદરતા અને કઠિન રસ્તાઓને કારણે બની છે. પહાડીઓ પર પદ યાત્રા (ટ્રેકીંગ), પર્યટકોમાં વિશેષ રૂપમાં લોકપ્રિય છે, પરંતુ પર્યટકોએ અહીં આ પદયાત્રા દરમિયાન અહીંની કાંટાળી ઝાડીઓથી ખુબજ સાવધાન રહેવું પડે છે. આ કાંટાળી ઝાડીઓ કોઈ લાપરવાહ પર્યટક માટે ખતરનાક સાબિત થઇ શકે તેમ છે. આ ઉપરાંત પલસદરી ખાતે ઘણી જગ્યાઓ અંગત માલિકીની પણ છે તથા ત્યાં થઇને પસાર થવાનું અવૈધ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]

૧૮.૮૮૬° N ૭૩.૩૨૧° E