લખાણ પર જાઓ

પાકિસ્તાનમાં જૈન ધર્મ

વિકિપીડિયામાંથી
સરકાપ ખાતેનું જૈન મંદિર, હાલના તક્ષશિલા, પંજાબ, પાકિસ્તાન નજીક

પાકિસ્તાનમાં જૈન ધર્મ નો વ્યાપક વારસો અને ઇતિહાસ છે, જો કે જૈનો આજે તે દેશમાં ખૂબ નાનો સમુદાય બનાવે છે. તક્ષશિલા, પંજાબ થી લઈને સિંધ સુધી જૈન મંદિરો આવેલા છે; પણ મોટા ભાગનાં ખરાબ પરીસ્થિતિમાં છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ગુજરાનવાલામાં વિજયાનંદસૂરિનું સ્મારક કે જે હવે પોલીસ સ્ટેશન તરીકે વપરાય છે.

દેશભરમાં અનેક પ્રાચીન જૈન મંદિરો પથરાયેલા છે. બાબા ધરમદાસ એક પવિત્ર વ્યક્તિ હતા, જેમની સમાધિ આજે પંજાબ, પાકિસ્તાનના સિયાલકોટ શહેરની નજીક, પાસરુરમાં કૃષિ મુખ્ય કાર્યાલયની પાછળ દેવકા નામની ખાડીની કાંઠે સ્થિત છે. પ્રદેશના બીજા એક જૈન સંત વિજયાનંદસૂરિ હતા કે જેમની સમાધિ હજુ પણ ગુજરાનવાલામાં આવેલી છે.[૧]

ભાબરા[ફેરફાર કરો]

ભાબરા કે ભાભરા એ પંજાબનો એક પ્રાચીન વેપારી સમુદાય છે જે મુખ્યત્વે જૈન ધર્મનું પાલન કરે છે.[૨][૩]

ભાબરાઓનું મૂળ ગૃહ ક્ષેત્ર હવે પાકિસ્તાનમાં છે. જ્યારે વ્યવહારીક રીતે બધા ભાબરાઓ પાકિસ્તાન છોડી ગયા છે, ઘણા શહેરોમાં હજી પણ ભાબરાઓના નામના વિભાગો છે.

 • સિયાલકોટ : અહીંના બધા જૈન ભાબરા હતા અને મુખ્યત્વે સિયાલકોટ અને પસારુરમાં રહેતા હતા. સરાઇ ભાબ્રિયન અને ભબ્રીઆન વાલા વિસ્તારોના નામ તેમના નામે છે. ભારતના ભાગલા પહેલા અહીં અનેક જૈન મંદિરો હતા.[૪]
 • પસરુર : પસરુરનો વિકાસ જૈન જમીનદારે કર્યો હતો, જેને રાજા માનસિંહ દ્વારા જમીન આપવામાં આવી હતી. બાબા ધરમદાસ તે જમીનદાર પરિવારના હતા જેમની હત્યા વ્યવસાયિક મુલાકાતે થઈ હતી.[૫]
 • ગુજરાનવાલા : લાલા કરમચંદ ભાબરા દ્વારા સંચાલિત બે જૂના જૈન ગ્રંથાલયો અહીં હાજર હતા જેની મુલાકાત રામકૃષ્ણ ગોપાલ ભંડારકર દ્વારા કરવામાં આવી હતી.[૬]
 • લાહોર : ત્યાં ઘણા સ્થળોએ જૈન મંદિરો હતા જેને હજી થરી ભાબરિયન કહેવામાં આવે છે.[૭]

કેટલાક સિંધમાં પણ રહેતા હતા. [૮]

જૈન મંદિરો[ફેરફાર કરો]

પંજાબ[ફેરફાર કરો]

નગરપારકર ખાતે એક પ્રાચીન જૈન મંદિર
 • જૈન મંદિર, લાહોર શહેર.
 • જુના અનારકલી ચૌકમાં શિખરબદ્ધ જૈન દિગમ્બર મંદિર: [૯] ૧૯૯૨ના રમખાણોમાં આ મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો.[૧૦] હવે અગાઉના મંદિરમાં મદરેસા ચાલે છે. [૧૧] [૧૨]

સિંધ[ફેરફાર કરો]

નગર પારકર મંદિર એ નગરપારકરના મુખ્ય બજારમાં આવેલું છે. શિખર અને તોરણ સહિતના મંદિરની રચના સંપૂર્ણપણે અકબંધ છે. સ્પષ્ટરૂપે તે ૧૯૪૭માં પાકિસ્તાનની આઝાદી અને તે પછીના કેટલાક વર્ષો માટે સુધી ઉપયોગમાં હતું. આ શહેરની બહાર એક વિનાશ પામેલું મંદિર પણ છે. ભોડેસર જૈન મંદિર,નગરપારકરથી ૭.૨ કિમી દૂર આવેલું આ મંદિર સોઢા શાસનથી અસ્તિત્વમાં હતું. ત્રણ મંદિરોના અવશેષો અત્યારે હાજર છે. ૧૮૯૭માં તેમાંથી બે પશુઓની ગમાણ તરીકે ઉપયોગમાં લેવાતા હતા અને ત્રીજાના પાછળના ભાગમાં છિદ્રો હતા. સૌથી પ્રાચીન મંદિર, લગભગ 9 મી સદીની આસપાસ બાંધવામાં આવેલા કોઈપણ મોર્ટાર વિના પત્થરો સાથે શાસ્ત્રીય શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. કરૂંજર જૈન મંદિર પર્વતના આધાર પર છે. વિરવાહ જૈન મંદિરમાં જૈન મંદિરોના સંખ્યાબંધ ખંડેર છે. એક મંદિરે તેમાં ૨૭ દેવકુલિકાઓ હતી. સુપ્રસિદ્ધ પરિનગરના ખંડેર અહિં નજીકમાં છે. એક મંદિર સારી જાળવણીમાં છે. વિરવહ ગોરી મંદિર વિરવહથી ૧૪ માઇલ દૂર છે. ૫૨ સહાયક મંદિરો સાથે સુપ્રસિદ્ધ મંદિર ૧૩૭૫ માં બનાવવામાં આવ્યું હતું. તે જૈન તીર્થંકર ગોડી પાર્શ્વનાથને સમર્પિત છે


જૈન સમુદાય[ફેરફાર કરો]

૧૯૪૭ પહેલા પંજાબ અને સિંધ પ્રદેશોમાં જૈનોના નાના સમુદાયો હતા. ભારતના ભાગલા વખતે લગભગ બધા જ જૈનો ભારતમાં સ્થળાંતરિત થયા હતા. [૧૩]

નોંધપાત્ર લોકો[ફેરફાર કરો]

પાકિસ્તાનના ભાગલા પૂર્વેના પ્રખ્યાત જૈનો:

 • બાબા ધરમદાસ
 • ગુલુ લાલવાણી
 • વિજયાનંદસૂરી

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Khalid, Haroon (4 September 2016). "Sacred geography: Why Hindus, Buddhist, Jains, Sikhs should object to Pakistan being called hell". Dawn. મેળવેલ 4 September 2016.
 2. Final Report of Revised Settlement, Hoshiarpur District, 1879-84 By J. A. L. Montgomery, p. 35
 3. Census of India, 1901 By India Census Commissioner, Sir Herbert Hope Risley, p. 137-140
 4. Gazetteer of the Sialkot District, 1920 - Page 51
 5. Baba Dharam Dass Tomb in Pasrur
 6. The two Jain Libraries at Gujranwala by Ramkrishna Gopal Bhandarkar in A Catalogue of Sanskrit Manuscripts in the Library of the Deccan College, by Deccan College Library, Franz Kielhorn- 1884 -- Page 12
 7. "jainrelicsinpakistan - abafna". Abafna.googlepages.com. મૂળ માંથી 2018-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2012-04-20.
 8. A gazetteer of the province of Sindh by Albert William Hughes - 1876, - Page 224
 9. TEPA to remodel roads leading to Jain Mandir Chowk
 10. Ghauri, Aamir (5 December 2002). "Demolishing history in Pakistan". BBC News.
 11. Wikimapia
 12. LIST OF JAIN TEMPLES IN PAKISTAN સંગ્રહિત ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૭ ના રોજ વેબેક મશિન
 13. Kaminsky, Arnold P.; Long, Roger D. (2011). India Today: An Encyclopedia of Life in the Republic. ABC-CLIO. પૃષ્ઠ 372. ISBN 978-0-31337-462-3.