પાનશેત બંધ (તાનાજી સાગર)

વિકિપીડિયામાંથી
પાનશેત બંધ
પાનશેત બંધ
પાનશેત બંધ (તાનાજી સાગર) is located in મહારાષ્ટ્ર
પાનશેત બંધ (તાનાજી સાગર)
પાનશેત બંધનું મહારાષ્ટ્રમાં સ્થાન
અધિકૃત નામપાનશેત બંધ
તાનાજી સાગર બંધ
સ્થળવેલ્હે, પુણે જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત
અક્ષાંશ-રેખાંશ18°23′15″N 73°36′46″E / 18.38750°N 73.61278°E / 18.38750; 73.61278
ઉદ્ઘાટન તારીખ૧૯૭૨
માલિકોમહારાષ્ટ્ર સરકાર
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારમાટીકામ બંધ
ગુરુત્વાકર્ષીય બંધ
નદીઆંબી નદી
ઊંચાઇ63.56 m (208.5 ft)
લંબાઈ1,039 m (3,409 ft)
બંધ ક્ષમતા4,190 km3 (1,010 cu mi)

પાનશેત બંધમહારાષ્ટ્રરાજ્યમાં આવેલા પુણે જિલ્લામાં વહેતી મૂઠા નદીની સહાયક નદી એવી આંબી નદી પર પાનશેત ગામ નજીક બનાવવામાં આવેલ છે. આ બંધ પુના શહેરથી આશરે ૫૦ કિ.મી. જેટલા અંતરે આવેલ છે. આ બંધ માટીકામ વડે તેમ જ પાણીના નિકાસ માટેની સગવડ સિમેન્ટ વડે બાંધવામાં આવેલ છે. આ બંધ વડે નિર્મિત જળાશયને તાનાજી સાગર નામ આપવામાં આવ્યું છે.

પાનશેત પૂર[ફેરફાર કરો]

જુલાઈ ૧૨, ૧૯૬૧ના દિવસે ભારતીય સમય અનુસાર સવારે ૭ વાગ્યાને ૧૦ મિનિટે પાનશેત બંધ તૂટતાં પુના અને નજીકના વિસ્તારમાં પૂર આવ્યું હતું. આ આપાત-પ્રસંગ પાનશેત પૂર તરીકે ઓળખાય છે.[૧]

પાનશેત પૂરની અસર[ફેરફાર કરો]

પાનશેતના પૂરમાં વિશાળ પાયે નુકસાન થયું હતું. શનિવાર પેઠ ખાતે રહેલાં ઘણા વિદ્વાનોના પુસ્તકો અને હસ્તપ્રતો ધોવાઈ અને ઘસડાઈ ગઈ હતી. લોકો નદીથી દૂર દૂર રહેવા ચાલ્યા ગયા અને સમગ્ર પુના શહેરનો નકશો બદલાઇ ગયો હતો. પાનશેત પૂરગ્રસ્ત સમિતિ દ્વારા ઘણી બધી માહિતી સંચિત કરી અને ઘણા અસરગ્રસ્તોની મુલાકાતો લઈ 'પાનશેત પૂરગ્રસ્તાંચી કહાણી' નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "July 12, 1961... - Sakal Times". sakaaltimes.com. મૂળ માંથી એપ્રિલ 1, 2016 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ એપ્રિલ ૨૦૧૫.