પિંગળશી પાતાભાઈ ગઢવી
પિંગળશી પાતાભાઈ ગઢવી | |
---|---|
જન્મ | ૧૮૬૫ સિહોર |
મૃત્યુ | ૧૯૩૯ |
પિંગળશી પાતાભાઈ નરેલા અથવા પિંગળશી પાતાભાઈ ગઢવી અથવા ફક્ત પિંગળશી ગઢવી એ ભાવનગર રજવાડા સમયના રાજકવિ હતા.
જીવન
[ફેરફાર કરો]એમનો જન્મ વિક્રમસંવત ૧૯૧૨ની (ઇ.સ. ૧૮૫૬) આસો સુદ અગીયારસને દિવસે સિહોરમાં થયો હતો. એમના પિતાનું નામ પાતાભાઈ મુળુભાઈ નરેલા હતું અને માતાનું નામ આઈબા નરેલા હતું. એ રાજકવિ બન્યા ત્યારે રાજકવિ તરીકેની નરેલા ખાનદાનની ત્રીજી પેઢી હતી.[૧] પિંગળશી ગઢવીના દાદા મુળુભાઈ નરેલા ભાવનગર રાજવી ભાવસિંહજી પ્રથમ અને અખેરાજજીના સમયમાં રાજ કવિ હતા. એમના પિતાજી પાતાભાઈ નરેલા રાજવી અખેરાજજી અને જસવંતસિંહજીના દરબારમાં રાજકવિ રહી ચૂક્યા હતા.[૧] પિંગળશી ગઢવીનું મૃત્યુ વિ.સં. ૧૯૯૫ની મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રિને દિવસે (૪ માર્ચ ૧૯૩૯) થયેલું.[૨][૩] ભાવનગરમાં પિંગળશી બાપુની ડેલી તરીકે ઓળખાતી જગ્યા છે. એ જગ્યાએ તેઓ રહેતા હતા. એમને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ શેઢાવદર ગામમાં ૧૯૩૪માં રહેવા માટેનું મકાન બક્ષીસમાં આપેલું.[૩]
સર્જન
[ફેરફાર કરો]પિંગળવાણી નામનું એમનું પુસ્તક બહુ જ વિખ્યાત છે.[૩] એમના બારમાસી છંદ વિખ્યાત છે અને લગભગ દરેક ડાયરામાં એ ગવાતા હોય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ચારણી સાહિત્ય દોટ ઈન. "ચારણી સાહિત્ય". મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૮.
- ↑ તા ૧૨ માર્ચ ૨૦૨૧ના નવ ગુજરાત સમય વર્તમાનપત્રમાં પાંચમાં પાના પર છપાયેલ લેખ
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ પીનાકી મેઘાણી. "વાઈઝ એન્ડ લર્નેડ ચારણ્સ". મૂળ માંથી 2016-08-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૮.