પિંડતારક ક્ષેત્ર, પિંડારા

વિકિપીડિયામાંથી

પિંડતારક ક્ષેત્ર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં દ્વારકા નજીક પિંડારા ગામ નજીક દરિયા કિનારે આવેલ છે. અહીં એક પૌરાણિક કુંડ આવેલ છે, જેની ભગવાન કૃષ્ણએ વારંવાર મુલાકાત લીધી હતી. તે દ્વારકાથી આશરે 20 miles (32 km) અંતરે કાઠિયાવાડના ઉત્તર-પશ્ચિમ છેવાડાના ભાગમાં આવેલ કલ્યાણપુર તાલુકામાં આવેલ છે.[૧]

ધાર્મિક મહત્વ[ફેરફાર કરો]

પિંડારા મંદિર સંકુલ

હિંદુ પરંપરામાં પિતૃશ્રાદ્ધનું ખૂબ જ મહત્વ રહેલું છે. પુરાણોમાં પિતૃશ્રાદ્ધ માટેનાં પાંચ ક્ષેત્રો વર્ણવવામાં આવેલ છે. આ પાંચ ક્ષેત્રોમાં શીરક્ષેત્ર તરીકે ગયાજી, નાભિક્ષેત્ર તરીકે વૈતરાણી, પાદક્ષેત્ર તરીકે પિંડારક (પિંડારા), બ્રહ્મકપાલિ ક્ષેત્ર તરીકે બદરીનાથ અને માતૃક્ષેત્ર તરીકે સિદ્ધપુરનો મહિમા છે.[૨] જેમાં પિંડારા ખાતે સરોવર કુંડમાં પિંડ પધરાવવામાં આવે છે, જે ડૂબતા નથી અને તરતા રહે છે.[૩]

મહાભારતમાં પિંડારક માટે વર્ણવવામાં આવે છે કે "શાંત ઇન્દ્રિયો અને નિયંત્રિત ખોરાક સાથે દ્વારાવતી નગરી જઈ પિંડારકના પવિત્ર સ્થળ કુંડમાં સ્નાન કરવાથી વિપુલ સોનું પ્રાપ્ત થયાનું ફળ મળે છે (૩,૮૨)."

તે ઉજ્જયંત પર્વતમાં આવેલું છે અને તે મહાભારતમાં પણ વર્ણવાયેલ છે કે "ઉજ્જયંત પર્વત સૌરાષ્ટ્રમાં પિંડારક મંદિર નજીક આવેલ છે." મહાભારતના વનપર્વના પ્રકરણ ૨૧ મુજબ આ પર્વત પર ભેદી શક્તિઓ હોવાનું કહેવાય છે. આ મંદિર દ્વારકા નગરીનો અને યાદવોનો વિનાશ થતાં દરિયામાં ગરક થયું હતું.

આ એ સ્થળ છે, જ્યાં ઋષિઓએ યાદવ કુળને શ્રાપ આપ્યો હતો, જેના પરિણામે આ કુળનો વિનાશ થયો હતો.[૪]

સંશોધન[ફેરફાર કરો]

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશનોગ્રાફી, ગોવા દ્વારા દરિયામાં ડૂબી ગયેલ મંદિર સંકુલ પિંડારકના કિનારે શોધી કાઢવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના ઉત્તરપશ્ચિમ ભાગમાં થયેલ તટવર્તી સંશોધન મુજબ એક મંદિર સંકુલ હાલમાં આ દરિયાઈ ભરતીક્ષેત્રમાં છે.[૫]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Saurashtra Samachar: Pindara Sakti Peet - Found as Sea merged". Saurashtrasamachar.blogspot.in. ૨૦૧૧-૧૦-૨૬. મેળવેલ ૨૦૧૫-૦૩-૦૮.
  2. https://nri.gujarat.gov.in/images/pdf/e-magazine-30-june-14.pdf[હંમેશ માટે મૃત કડી]
  3. "પિતૃતર્પણ માટે આસ્થાનું સ્થળ પીંડારા તીર્થ". દિવ્ય ભાસ્કર. ૨૦૧૧-૦૪-૧૭. મેળવેલ ૨૦૧૭-૦૪-૦૬.
  4. "who were the rushis who cursed yadava at pindaraka kshetra?". madhwas.com.
  5. Gaur, A. S.; Tripathi, Sila (૨૦૦૭). Sundaresh, National Institute of Oceanography, Goa. "A submerged temple complex off Pindara, on the northwestern coast of Saurashtra". Man and Environment. Indian Society for Prehistoric and Quaternary Studies. XXXII (૨): ૩૭-૪૦ – ResearchGate વડે.