લખાણ પર જાઓ

પિંડારા મંદિર સમૂહ

વિકિપીડિયામાંથી
પિંડારા મંદિર સમૂહ
નૈઋત્ય દિશામાંથી મંદિર ક્રમાંક ૧, જે મૈત્રક સ્થાપત્ય શૈલી દર્શાવે છે.
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાશિવ
સ્થાન
સ્થાનપિંડારા, કલ્યાણપુર તાલુકો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ22°15′52″N 69°15′10″E / 22.264560°N 69.252885°E / 22.264560; 69.252885
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીમૈત્રક-સૈંધવ (નવ-દ્રાવિડ મૈત્રક, નાગર અને આરંભિક મહા-ગુર્જર)
પૂર્ણ તારીખ૭મી થી ૧૦મી સદી
લાક્ષણિકતાઓ
મંદિરો
સ્મારકો૧ (મંડપ)

પિંડારા મંદિર સમૂહ પિંડારા, કલ્યાણપુર તાલુકો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગુજરાત ખાતે આવેલ છે, જે સ્થાનિકો દ્વારા દુર્વાસા ઋષિ આશ્રમ તરીકે ઓળખાય છે. આ મંદિરો મૈત્રક-સૈંધવ સમયગાળાના (૭મી થી ૧૦મી સદી) છે. આ મંદિરો સમુદ્ર કિનારા નજીક અને દ્વારકાથી ૧૧ માઇલના અંતરે આવેલા છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ મંદિરો ૭મીથી ૧૦મી સદી દરમિયાન બાંધવામાં આવ્યા હતા.[] ફાંસના (પિરામીડ આકારના શિખરો ધરાવતું) શૈલીના આ મંદિરો ૮મી સદીની મધ્યમાં સૈંધવા શાસન દરમિયાન બાંધવામાં આવ્યા હતા. ૧૯૬૫માં અહીં ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં શિલ્પો અને સૈંધવા કાળના સિક્કા પ્રથમ વખત મળી આવ્યા હતા.[] સ્થાનિક લોકો આ સ્મારકોને દુર્વાસા ઋષિ સાથે સાંકળે છે અને તેને દુર્વાસા ઋષિ આશ્રમ તરીકે ઓળખે છે.[]

આ સ્થળને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-121) જાહેર કરાયું છે અને તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વિભાગ હેઠળ આવે છે.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]
પાંચ મંદિરો અને સ્થંભ વાળો મંડપ દર્શાવતો નકશો

અહીં પાંચ મંદિરો અને સ્થંભો ધરાવતો લાંબો મંડપ આવેલો છે.[]

મંદિર ક્રમાંક ૧ (જુનું મંદિર/સૂર્ય મંદિર/ધ્યાન મંદિર)ને એમ.એ. ઢાંકી અને જે.એમ. નાણાવટી નવ-દ્રાવિડ ફાંસના શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેને ચોરસ છત અને સાદી દિવાલો છે, જેના પર પાંચ સ્તરોનું શિખર છે. આ સ્તરોમાં ચંદ્રશાળા કોતરણી ઉતરતા ક્રમમાં ધરાવે છે જેમાં સૌથી નીચે પાંચથી શરુ કરી સૌથી ઉપર એક એમ ચંદ્રશાળા છે. જો કે સૌથી ઉપરનું સ્તર નષ્ટ પામ્યું છે અને આ સ્તરોના ખૂણાઓમાં કર્ણકૂટ આવેલ છે. આ મંદિરે તેનો મંડપ ગુમાવી દીધો છે. આ મંદિર કદાચ સંધાર પ્રકારે બાંધકામમાં બાંધવામાં આવ્યું હશે. (સંધાર પ્રકારમાં મુખ્ય ગર્ભગૃહ ફરતે છતવાળો અને દીવાલોવાળો પરિક્રમા માર્ગ હોય છે.) જો તેમ હોય તો, એવું જણાય છે કે બાહ્ય દિવાલો લાંબા સમય પહેલા નાશ પામી હશે. આ મંદિર પૂર્વાભિમુખ છે.

મંદિર ક્રમાંક ૨ અને ૩ ફાંસના શૈલી પ્રકારના છે. આ મંદિરો પ્રારંભિક મહા-ગુર્જર સ્થાપત્યનો પ્રભાવ ધરાવે છે. આ મંદિરો પશ્ચિમ દિશામાં મુખ ધરાવે છે.

મંદિર ક્રમાંક ૨ નાગર સ્થાપત્ય યોજના ધરાવે છે અને તેને એક ખુલ્લો મંડપ છે જેમાં અડધે સુધી હોય એવી દીવાલો પર ટૂંકા થાંભલા ગોઠવી તેના પર છત બાંધવામાં આવેલ છે. મંદિરની પૂર્વ દિશામાં આવેલી આ અડધે સુધીની દીવાલ પર નાના કોતરેલ સ્તંભો ધરાવતા ગોખલા છે, જે ગોપ મંદિર જોડે સામ્યતા ધરાવે છે. છતનો માત્ર નીચલો ભાગ અસ્તિત્વ ધરાવે છે અને તેની નીચે દંતપંક્તિ હયાત છે. મંદિરના સરળ દરવાજા પર, શિવ અને પાર્વતીનું લગ્ન દર્શાવતું પટ્ટી શિલ્પ છે. આ પટ્ટીમાં દર્શાવાયેલા ભૂતોના ચહેરા અખોદડના સૂર્ય મંદિરમાં આવેલી એક પટ્ટીશિલ્પ જોડે સામ્યતા ધરાવે છે.

મંદિર ક્રમાંક ૩ ચોરસ યોજના ધરાવે છે અને નાના કદનું છે. તેની છત પણ મંદિર ક્રમાંક ૨ જેવી જ હશે. મંદિર ક્રમાંક ૪ પણ તેના જેવું જ છે, પણ તે પૂર્વાભિમુખ છે. આ બે મંદિરો પણ અડધી દીવાલો પર ટૂંકા થાંભલાના ટેકે ઉભેલો ખુલ્લો મંડપ ધરાવે છે. મંદિર ક્રમાંક ૫નું મુખ પશ્ચિમ દિશામાં મુખ ધરાવે છે અને ફાંસના પ્રકારની શિખર રચના સાથે ચોરસ ખંડ અને કોતરણી રહિત દીવાલો ધરાવે છે.

૨૦૦૭માં આ મંદિર સમૂહની ઉત્તરે પ્રાચીન મંદિરોના ડૂબી ગયેલ અવશેષો મળી આવ્યા હતા. આ મંદિરોની માત્ર જગતી જ હયાત છે જે પરથી એવું અનુમાન લગાવી શકાયું છે કે આ મંદિર પૂર્વાભિમુખ હશે. અહીંથી એક શિવલિંગની યોનિ પણ મળી આવી હતી, જે આ મંદિરો શિવ મંદિરો હોવાનું સૂચન કરે છે. આ મંદિરો ડૂબવાનું કારણ સમુદ્ર સપાટીના સ્તરમાં વધારો અને ધરતીકંપ હશે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Nanavati, J. M.; Dhaky, M. A. (1969). "The Maitraka and the Saindhava Temples of Gujarat". Artibus Asiae. Supplementum. ૨૬. JSTOR: ૫૮, ૭૭-૭૮. doi:10.2307/1522666. મૂળ માંથી ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૩૧ ડિસેમ્બર ૨૦૧૬. {{cite journal}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. Gaur, A. S.; Tripathi, Sila (2007). "A submerged temple complex off Pindara, on the northwestern coast of Saurashtra". Man and Environment. XXXII (2). Sundaresh, National Institute of Oceanography, Goa. Indian Society for Prehistoric and Quaternary Studies: ૩૭–૪૦ – ResearchGate દ્વારા.
  3. Annual Bibliography of Indian Archaeology. Brill Archive. p. ૪૨. ISBN 90-04-03691-1.
  4. Subrahmanyam, R. (માર્ચ–જૂન ૧૯૬૫). "Pindara and its Antiquities". Journal of the Oriental Institute. XIV (૩–૪). Maharaja Sayajirao University of Baroda: ૪૧૯–૪૩૯.{{cite journal}}: CS1 maint: date format (link)
  5. "List of Ancient Monuments and Archaeological Sites and Remains of Gujarat - Archaeological Survey of India". asi.nic.in. મેળવેલ ૧૮ નવેમ્બર ૨૦૧૬. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  6. Prāci-jyotī: Digest of Indological Studies. Kurukshetra University. ૧૯૬૭. p. ૪૯.