પીલુ મોદી
પીલૂ મોદી ( અંગ્રેજી:Piloo Mody), ( ચૌદમી નવેમ્બર, ૧૯૨૬ - ઓગણત્રીસમી જાન્યુઆરી, ૧૯૮૩) સ્વતંત્ર પક્ષના મુખ્ય હરોળના નેતા હતા. તેઓ ભારત દેશમાં ઉદારવાદી તેમ જ મુક્ત આર્થિક નીતિઓના સમર્થક હતા. તેઓ પારસી ધર્મના અનુયાયી હતા. તેઓ ચોથી તેમ જ પાંચમી લોકસભાના સભ્ય તરીકે પણ રહી ચુક્યા છે.
જીવનવૃતાંત
[ફેરફાર કરો]પીલૂ મોદીનું પ્રારંભિક શિક્ષણ દેહરાદૂન ખાતે દૂન સ્કૂલમાં થયું હતું. એમનું ઉચ્ચ શિક્ષણ બર્કલી ખાતેના કૈલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં થયું, જ્યાં એમણે વાસ્તુકલા (આર્કિટેક્ચર) વિભાગમાં અધ્યયન કર્યું. ત્યાંના સહાધ્યાયી એવા જુલ્ફિકાર અલી ભુટ્ટોના તેઓ નજદીકી મિત્ર હતા તેમ જ તેમણે એમની યાદગીરીમાં પ્રસિદ્ધ પુસ્તક "જુલ્ફી માય ફ્રેંડ" (Zulfy my Friend) લખ્યું હતું. એમના ભાઈ રૂસી મોદી, ટાટા સ્ટીલ એન્ડ ઇસ્પાત કંપની (ટિસ્કો)ના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા.
કટોકટીના સમયમાં ઇ. સ. ૧૯૭૫ના વર્ષમાં સ્વ. ઈન્દિરા ગાંધીએ એમને મીસાના કાયદા અન્તર્ગત ગિરફ્તાર કર્યા હતા.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |