પોરબંદર સ્ટોન

વિકિપીડિયામાંથી
પોરબંદર પથ્થરની ખાણ, આશરે ૧૮૯૦
જાહેર બાંધકામ વિભાગની કચેરી, બોમ્બે, ૧૮૭૦. બિલ્ડિંગના રવેશમાં પોરબંદર પથ્થર છે.

પોરબંદર સ્ટોન અથવા પોરબંદરી પથ્થરભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રના પોરબંદરના કાર્બોનેટ ખડકોમાં મળી આવેલા મિલિઓલાઈટ ચૂનાના ખડકો (લાઈમસ્ટોન) છે.[૧] [૨] બ્રિટીશ રાજ દરમ્યાન, બોમ્બે (હાલ મુંબઈ) ની ઘણી જાહેર ઇમારતોના બાંધકામમાં આ પથ્થરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો, જેમાં કે વિક્ટોરિયા ટર્મિનસ, નેસેટ ઇલિયાહૂ સિનેગૉગ, બોમ્બે હાઈકોર્ટ અને ક્રોફોર્ડ માર્કેટ ઈત્યાદિ સમાવેશ થાય છે.[૩][૪][૫]

આ પથ્થરનું નામ પોરબંદર શહેરથી આવ્યું છે જ્યાંથી તેને મુંબઈ અને અન્ય શહેરોમાં મોકલવામાં આવતા હતા. તેનો અર્થ એ નથી કે આ પથ્થર પોરબંદર શહેરમાંથી નીકળતા હતા; એવા પણ દાખલા છે કે અસલ પોરબંદર સ્ટોન કરતા નીચી કક્ષાના આ શહેરના પથ્થરોને અસલ 'પોરબંદર પથ્થર' તરીકે ઓળખાવી પધરાવી દેવામાં આવતા.[૬] મુંબઈ ઉપરાંત, મદ્રાસ અને કોચીનની અગ્રણી ઇમારતોમાં પણ આ પત્થર દેખાય છે.[૭] શિલ્પકારો અને આર્કિટેક્ટ્સ દ્વારા આ પથ્થરને ખૂબ કિંમતી બનાવવામાં આવ્યો હતો, અને ૧૯૧૭-૧૮ દરમિયાન લગભગ ૩૨,૪૨૦ ટન રાજ્યની બહાર કલકત્તા, મદ્રાસ, કરાંચી અને રંગૂન મોકલવામાં આવ્યો હતો.[૮]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • Survey of India, Geological (1921). Records of the Geological Survey of India, Volumes 51-52.
  • Solomon, R. V.; Bond, J. W. (1992). Indian States: A Biographical, Historical, and Administrative Survey. Foreign and Colonial Compiling and Publishing Company. ISBN 9788120619654.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Chapman, Frederick (February 1, 1900). "Notes on the Consolidated Æolian Sands of Kathiawar". Quarterly Journal of the Geological Society. 56 (1–4): 584–589. doi:10.1144/GSL.JGS.1900.056.01-04.32 – jgs.lyellcollection.org વડે.
  2. India, Geological Survey of (June 28, 1885). "Memoirs of the Geological Survey of India". order of the Government of India.
  3. Survey of India 1921: "...while the foraminiferal stone in Kathiawar is extensively used in Bombay and Karachi"
  4. Murray (Firm), John; Eastwick, Edward Backhouse (June 28, 1881). "Handbook of the Bombay Presidency: With an Account of Bombay City". John Murray.
  5. "Nomination documents" (PDF). whc.unesco.org. મેળવેલ 2020-06-28.
  6. India, Geological Survey of (June 28, 1885). "Memoirs of the Geological Survey of India". order of the Government of India.
  7. Lele, V. S. (1988). "Quaternary Formations in the Bhadar Valley-Western India". Bulletin of the Deccan College Research Institute. 47/48: 165–205. JSTOR 42930225.
  8. Solomon & Bond 1992