લખાણ પર જાઓ

ફણીશ્વરનાથ રેણુ

વિકિપીડિયામાંથી
ફણીશ્વરનાથ 'રેણુ'
જન્મ(1921-03-04)4 March 1921
ઔરાહી હિંગના, બિહાર, ભારત
મૃત્યુ11 April 1977(1977-04-11) (ઉંમર 56)
વ્યવસાયનવલકથાકાર
નોંધપાત્ર સર્જનોમૈલા આંચલ (૧૯૫૪)
જીવનસાથીઓરેખા, પદ્મા અને લતિકા રેણુ
સંતાનોપદ્મ પરાગ 'વેણુ';
માતા-પિતા
  • શીલા નાથ માંડલ (પિતા)

ફણીશ્વરનાથ રેણુ (૪ માર્ચ ૧૯૨૧ ઔરાહી હિંગના - ૧૧ એપ્રિલ ૧૯૭૭) હિન્દી ભાષાના પ્રમુખ સાહિત્યકાર હતા. તેમની પહેલી જ નવલકથા મૈલા આંચલ ખુબ જ પ્રસિદ્ધિ પામી હતી, અને જેના માટે તેમને પદ્મશ્રી પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[]

ફણીશ્વરનાથ રેણુનો જન્મ ૪ માર્ચ ૧૯૨૧ના રોજ બિહારના અરરિયા જિલ્લાના ફારબિસગંજ પાસેના ઔરાહી હિંગના ગામમાં થયો હતો. તે સમયે આ ગામ પૂર્ણિયા જિલ્લામાં ગણાતું હતું , તેમનું શિક્ષણ ભારત અને નેપાળમાં થયું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ ફારબિસગંજ અને અરરિયામાં પ્રાપ્ત કર્યું હતું. જયારે મેટ્રિક નો અભ્યાસ નેપાળના વિરાટનગરમાં આવેલા વિરાટનગર આદર્શ વિદ્યાલય માંથી કર્યો હતો . તેમણે ઇન્ટરમીડિએટર કાશી હિન્દૂ વિશ્વ વિદ્યાલયમાંથી કર્યું , તેઓ ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા. ૧૯૫૦માં થયેલા નેપાળી ક્રાંતિકારી આંદોલનમાં પણ તેઓએ ભાગ લીધો, જેના પરિણામે નેપાળમાં લોકતાંત્રિક વ્યવસ્થા અમલ માં આવી. પટના વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે છાત્ર સંઘર્ષ સમિતિમાં તેઓએ ભાગ લીધો, અને જયપ્રકાશનારાયણના સંપુર્ણક્રાંતિ આંદોલનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

૧૯૫૨-૫૩ ના સમયમાં તેઓ ખુબજ ગંભીર રીતે બીમાર થયા, આ એજ સમયગાળો હતો જયારે તેઓ લેખનક્ષેત્રે પણ સક્રિય થયેલા. તેઓએ હિન્દી સાહિત્યમાં પ્રાદેશિક કથાઓ સૌપ્રથમવાર લખવાની શરૂઆત કરી હતી.

કવિ અજ્ઞેય (સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન) તેમના ખુબજ નજીકના મિત્ર હતા.[] રેણુજીની કેટલીય રચનાઓમાં કટિહાર, રેલવે સ્ટેશન નો ઉલ્લેખ મળે છે.

સાહિત્યિક કૃતિઓ

[ફેરફાર કરો]

નવલકથાઓ

[ફેરફાર કરો]

હિન્દી સાહિત્યમાં રેણુજીને પોતાની નવલકથા મૈલા આંચલ માટે જેટલી પ્રસિદ્ધિ મળી એટલી ભાગ્યેજ કોઈને મળી હશે. નવલકથા પ્રસિદ્ધ થતાની સાથે જ રાતો રાત તેઓ હિન્દી સાહિત્યના એક મોટા ગજાના નવલકથાકાર તરીકેની નામના પામ્યા, કેટલાક વિવેચકોએતો મૈલા આંચલને હિન્દી સાહિત્યમાં ગૌદાન પછીની સર્વશ્રેષ્ઠ નવલકથા જાહેર કરી. જોકે એ પછી તો તેમના વિરોધીઓએ વિવાદ પણ પેદા કર્યો, તેમની આ નવલકથાને સતીનાથ ભાદુરીની બાંગ્લા નવલકથા 'ધોધાઈ ચરિત માનસ' ની નકલ હોવાનો દાવો કરાયો. જોકે સમય સાથે તેમના વિરોધીઓના આ જૂથ આરોપો પણ પણ શાંત થયી ગયા.

તેમની શરૂઆતની બે નવલકથાઓ 'મૈલા આંચલ' અને 'પરતી પરીકથા' માં જે પ્રકારનું લેખન કૌશલ્ય તેમણે દાખવ્યું છે, તેવું ઉત્કૃષ્ઠ લેખન તેમની પછીની નવલકથાઓમાં જોવા નથી મળ્યું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Padma Awards Official listings સંગ્રહિત ૨૦૦૯-૦૧-૩૧ ના રોજ વેબેક મશિન Govt. of India portal.
  2. Phanishwar Nath Renu at Abhivyakti. Abhivyakti-hindi.org. Retrieved on 7 November 2018.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]