ફાતિમા ઝીણા

વિકિપીડિયામાંથી
"મધર ઓફ ધ નેશન"

ફાતિમા ઝીણા
فاطمہ جناح
વિરોધ પક્ષના નેતા (પાકિસ્તાન)
પદ પર
૧ જાન્યુઆરી ૧૯૬૦ – ૯ જુલાઈ ૧૯૬૭
અનુગામીનૂરૂલ અમીન
અંગત વિગતો
જન્મ
ફાતિમા અલી ઝીણા

૩૧ જુલાઈ ૧૮૯૩
થટ્ટા સિંધ,પાકિસ્તાન
મૃત્યુ૯ જુલાઈ ૧૯૬૭
કરાંચી, સિંધ, પાકિસ્તાન
મૃત્યુનું કારણહૃદય રોગ
નાગરિકતાપાકિસ્તાની
રાષ્ટ્રીયતા Pakistan
રાજકીય પક્ષઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ (૧૯૪૭ પહેલાં)
મુસ્લીમ લીગ (પાકિસ્તાન)(૧૯૪૭–૧૯૫૮)
અપક્ષ(૧૯૬૦–૧૯૬૭)
સંબંધો
માતૃ શિક્ષણસંસ્થાકલકત્તા યુનિવર્સિટી (ડૉક્ટર ઓફ ડેન્ટલ સર્જરી)
વ્યવસાયદંત ચિકિત્સક

ફાતિમા ઝીણા (ઉર્દૂ ભાષામાં: فاطمہ جناح‎; જુલાઇ ૩૧, ૧૮૯૩ — જુલાઇ ૯, ૧૯૬૭) એક પાકિસ્તાની દંત ચિકિત્સક, ચરિત્રલેખક, અને રાજનેત્રી હતાં. તેઓ મહમદ અલી ઝીણાના નાના બહેન અને પાકિસ્તાનના મુખ્ય સંસ્થાપકોમાંના એક હતા.[૧]

પ્રારંભિક જીવન અને કારકિર્દી[ફેરફાર કરો]

ફાતિમાનો જન્મ ૩૧ જુલાઈ ૧૮૯૩ના રોજ પૂંજાભાઈ ઝીણા અને મીઠીબાઈના સાતમા સંતાન તરીકે[૧] કરાંચી ખાતેના તેમના ભાડાના મકાન વજીર હવેલીમાં થયો હતો. તેના અન્ય ભાઈ બહેનોમાં મહમદ અલી ઝીણા, અહમદ અલી, બુન્દે અલી, રહેમત અલી, મરિયમ અને શિરીનનો સમાવેશ થાય છે. તેના ભાઈ બહેનોમાં તે મહમદ અલી ઝીણાની સૌથી નજીક હતા અને ૧૯૦૧માં તેમના પિતાના નિધન બાદ મહમદ અલીના પાલક બન્યા હતા.[૨] ૧૯૦૨માં તેઓએ મુંબઈની બાંદ્રા કોન્વેન્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૧૯માં તેમણે કલકત્તા વિશ્વવિદ્યાલયની ડૉ. આર. અહેમદ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં પ્રવેશ મેળવી દંત ચિકિત્સકની પદવી મેળવી. સ્નાતકની પદવી મેળવ્યા બાદ ૧૯૨૩માં તેમણે મુંબઈ ખાતે એક દંત ચિકિત્સાલય (ડેન્ટલ ક્લિનિક)ની શરૂઆત કરી હતી.[૩]

મહમદ અલી ઝીણાના સહયોગી[ફેરફાર કરો]

૧૯૧૮માં મહમદ અલીના લગ્ન રતનબાઈ પેટીટ સાથે થયા ત્યાં સુધી તેઓ તેમના ભાઈ સાથે જ રહેતા હતા. ફેબ્રુઆરી ૧૯૨૯માં રતનબાઈનું નિધન થવાથી તેઓ પોતાનું ચિકિત્સાલય બંધ કરી મહમદ અલી ઝીણાના નિવાસસ્થાને સ્થળાંતરીત થયા અને ઘરનો કાર્યભાર સંભાળ્યો. તેમનું આ આજીવન સાહચર્ય ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮માં તેમના ભાઈ મહમદ અલી ઝીણાના મૃત્યુ સુધી રહ્યું.[૨]

રાજકીય કારકિર્દી[ફેરફાર કરો]

ફાતિમા તેમના ભાઈની તમામ સાર્વજનિક પ્રવૃતિઓમાં સાથે રહ્યાં હતા.[૪]૧૯૪૭માં ભારત પાકિસ્તાનના વિભાજન દરમિયાન મહમદ અલી ઝીણાએ ગઠન કરેલા મહિલા રાહત સમિતિના સદસ્ય બન્યા હતા. ઉપરાંત પાકિસ્તાનના નિર્માણ બાદ સ્થળાંતરીત મુસ્લિમોના પુનર્વસનમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.[૫]

૧૯૬૦ના દશકમાં તેઓનું રાજનૈતિક જીવન ચરમસીમા પર રહ્યું. તેમણે પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષી દળ (COPP) માટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.[૬]

રાષ્ટ્રપતિ નિર્વાચન (૧૯૬૫)[ફેરફાર કરો]

ઇસ્લામાબાદના પાકિસ્તાન સ્મારક ખાતેની ફાતિમા અલી અને તેમના ભાઈ મહમદ અલી ઝીણાની પ્રતિમાઓ

૧૯૬૫માં ૭૧ વર્ષની વયે ફાતિમાએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. તત્કાલીન સૈન્ય શાસક અયુબખાન અને ફાતિમા ઝીણા સિવાય અન્ય બે અપક્ષ ઉમેદવારો વચ્ચેની આ ચુંટણી ૨ જાન્યુઆરી ૧૯૬૫ના રોજ યોજાઈ.

અવસાન[ફેરફાર કરો]

ફાતિમા ઝીણાનું મૃત્યુ ૯ જુલાઈ ૧૯૬૭ના રોજ કરાંચી ખાતે હૃદય બંધ પડી જવાના કારણે થયું હતું. જોકે એક વર્ગ એવું પણ માને છે કે સૈન્ય શાસકોના આદેશને પગલે તેમની હત્યા કરવામાં આવી હતી. ૨૦૦૩માં તેમના ભત્રીજા અકબર પીરભાઈએ આરોપ લગાવ્યો હતો કે તેમની રાજકીય હત્યા કરવામાં આવી હતી.[૭][૮]ફાતિમાને તેમના ભાઈ મહમદ અલી ઝીણાની કબર મઝાર-એ-કાઇદની બાજુમાં જ કરાંચીમાં દફન કરવામાં આવ્યા હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  2. ૨.૦ ૨.૧ "Death anniversary of Fatima Jinnah tomorrow". Pak Observer. મૂળ માંથી 24 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2012.
  3. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  4. Moniza Inam (11 February 2012). "A long drawn struggle". Dawn. મેળવેલ 4 October 2016.
  5. "Fatima Jinnah [1893–1967"], Personalities in Pakistan's History, Allamaiqbal.com, archived from the original on 12 માર્ચ 2017, http://www.allamaiqbal.com/webcont/393/FatimaJinnah%5B1893-1967%5D.html, retrieved 12 February 2012 
  6. Husain Haqqani (2010), Pakistan: Between Mosque and Military, Carnegie Endowment, p. 44, ISBN 978-0-87-003285-1, https://books.google.com/books?id=nYppZ_dEjdIC&pg=PA44 
  7. New twist to Miss Jinnah controversy – Dawn Pakistan
  8. "Fatima Jinnah: Mother Of Nation (Mader-e Millat)". Pakistan Herald. મૂળ માંથી 1 April 2012 પર સંગ્રહિત. મેળવેલ 31 December 2011.