બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

વિકિપીડિયામાંથી
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
જન્મનું નામ
বঙ্কিমচন্দ্র চট্টোপাধ্যায়
જન્મ26 June 1838 [૧][૨][૩]
નૈહાતી, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન પશ્ચિમ બંગાળ)
મૃત્યુ8 April 1894(1894-04-08) (ઉંમર 55)
કોલકાતા, બ્રિટીશ ભારત (વર્તમાન પશ્ચિમ બંગાળ)
ઉપનામકમલાકાન્તા
વ્યવસાયલેખક, કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, સરકારી અધિકારી
ભાષાબંગાળી, અંગ્રેજી
માતૃ શિક્ષણ સંસ્થાકલકત્તા વિશ્વવિદ્યાલય
સાહિત્યિક ચળવળબંગાળ પુનર્જાગરણ
નોંધપાત્ર સર્જનોદુર્ગેશનંદિની
કપાલકુંડલા
દેવી ચૌધરાની
આનન્દમઠ
વિષવૃક્ષ
સહી
વેબસાઇટ
બંકિમ રચનાવલી

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા બંકિમચંદ્ર ચેટર્જી (૨૬/૨૭ જૂન ૧૮૩૮ – ૮ એપ્રિલ ૧૮૯૪) એક ભારતીય નવલકથાકાર, કવિ, નિબંધકાર અને પત્રકાર હતા.[૪][૫] તેઓ ૧૮૮૨ની બંગાળી ભાષાની નવલકથા આનંદમઠના લેખક હતા, જે આધુનિક બંગાળી અને ભારતીય સાહિત્યના સીમાચિહ્નરૂપ છે. તેઓ વંદે માતરમ્ના રચયિતા હતા, જે પ્રચૂર સંસ્કૃત બંગાળી ભાષામાં લખાયેલું હતું, જેમાં બંગાળને એક દેવી તરીકે દર્શાવવામાં આવ્યું હતું અને ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન આ ગીતે કાર્યકરોને પ્રેરણા આપી હતી. ચટ્ટોપાધ્યાયે બંગાળીમાં ચૌદ નવલકથાઓ અને અનેક ગંભીર વ્યંગ્યાત્મક, વૈજ્ઞાનિક અને વિવેચનાત્મક ગ્રંથો લખ્યા છે. તેઓ બંગાળીમાં સાહિત્ય સમ્રાટ (સાહિત્ય સમ્રાટ) તરીકે જાણીતા છે.[૬][૭][૮][૯][૧૦]

જીવન પરિચય[ફેરફાર કરો]

ચટ્ટોપાધ્યાયને બંગાળના સાહિત્યિક નવજાગૃતિ તેમજ વ્યાપક ભારતીય ઉપખંડમાં વ્યાપકપણે એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે.[૪] નવલકથાઓ, નિબંધો અને ભાષ્યો સહિતના તેમના કેટલાક લખાણો પરંપરાગત શ્લોકલક્ષી ભારતીય લખાણોથી અલગ નવો ચીલો ચાતરીને ભારતભરના લેખકો માટે પ્રેરણા પૂરી પાડી હતી.[૪] ચટ્ટોપાધ્યાયનો જન્મ ઉત્તર ૨૪ પરગણા, નૈહાટી શહેરમાં કંથલપરા ગામમાં એક રૂઢિચુસ્ત બંગાળી બ્રાહ્મણ પરિવારમાં યાદવચંદ્ર ચટ્ટોપાધ્યાય અને દુર્ગાદેબીને ત્યાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમના પૂર્વજો હુગલી જિલ્લાના દેશમુખો ગામના હતા. તેમના પિતા એક સરકારી અધિકારી હતા અને આગળ જતાં મિદનાપુરના ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. તેમના ભાઈઓમાંના એક સંજીવચંદ્ર ચટ્ટોપાધ્યાય પણ એક નવલકથાકાર હતા અને તેમના પુસ્તક "પલામૂ" માટે જાણીતા છે. બંકિમચંદ્ર અને તેમના મોટાભાઈ બંનેએ હુગલી કૉલેજિયેટ સ્કૂલ (તે વખતની સરકારી જિલ્લા શાળા)માં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે તેમની પ્રથમ કવિતા લખી હતી. તેમનું શિક્ષણ હુગલી મોહસિન કૉલેજમાં અને ત્યાર બાદ પ્રેસિડેન્સી કોલેજ, કલકત્તામાં થયું હતું અને ૧૮૫૯માં તેમણે વિનયન વિષયોમાં આર્ટ્સની ડિગ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું. બાદમાં તેઓએ કલકત્તા યુનિવર્સિટીમાં પ્રેવેશ મેળવ્યો હતો. તેઓ પ્રથમ સ્નાતક બનવા માટે અંતિમ પરીક્ષા પાસ કરનારા બે ઉમેદવારોમાંના એક હતા.[૧૧] ૧૮૬૯માં તેમણે કાયદાની પદવી મેળવી હતી. પિતાના પગલે બંકિમચંદ્ર ગૌણ કાર્યકારી સેવામાં જોડાયા હતા. ૧૮૫૮માં તેમને જેસોરના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૮૬૩માં આ સેવાઓનું વિલીનીકરણ કર્યા બાદ, તેઓ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા અને ૧૮૯૭માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. તેમને ૧૮૯૧માં રાય બહાદુરનું બિરુદ મળ્યું હતું.

સાહિત્ય[ફેરફાર કરો]

ચટ્ટોપાધ્યાયના પ્રારંભિક પ્રકાશનો ઈશ્વરચંદ્ર ગુપ્તાના સાપ્તાહિક અખબાર સંગબાદ પ્રભાકરમાં પ્રકાશિત થયા હતા.[૧૨] તેમણે સાહિત્યિક કારકિર્દીની શરૂઆત કાવ્યલેખન તરીકે કરી હતી અને ત્યાર બાદ તેઓ કાલ્પનિક કથા તરફ વળ્યા હતા. તેમનો પ્રથમ પ્રયાસ બંગાળીમાં એક નવલકથા હતી જે જાહેર કરેલા ઇનામ માટે રજૂ કરવામાં આવી હતી. પરંતુ તે કૃતિ વિજેતા નીવડી ન હતી અને ક્યારેય પ્રકાશિત થઈ ન હતી. તેમની પ્રથમ પ્રકાશિત નવલકથા અંગ્રેજી ભાષામાં લખાયેલી રાજમોહન્સ વાઇફ (રાજમોહનની પત્ની) હતી.[૧૩] દુર્ગેશનંદિની તેમની પ્રથમ બંગાળી નવલકથા હતી જે ૧૮૬૫માં પ્રકાશિત થઈ હતી.[૧૪] તેમનો નિબંધ શકુંતલા (૧૮૭૩) બંગાળી ભાષાના વિવિધ સાહિત્યોના તુલનાત્મક વિશ્લેષણના પ્રથમ પ્રયાસ તરીકે ગણવામાં આવે છે.

આનંદમઠની બીજી આવૃત્તિ (૧૮૮૩)

આનંદમઠ એક રાજકીય નવલકથા છે, જેમાં હિન્દુ તપસ્વી સૈન્યને બ્રિટીશ દળો સામે લડતા દર્શાવવામાં આવ્યું છે. પુસ્તકમાં ભારતીય રાષ્ટ્રવાદના ઉદયની વાત કહેવામાં આવી છે. આ નવલકથા વંદે માતરમ્ ગીતનો સ્ત્રોત હતી જેને ઘણા ભારતીય રાષ્ટ્રવાદીઓએ અપનાવી હતી, અને હવે તે ભારતનું રાષ્ટ્રીય ગીત છે. નવલકથાનું કથાનક સંન્યાસી બળવા પર આધારિત છે. તેમણે એવી કલ્પના કરી હતી કે બિનપ્રશિક્ષિત સંન્યાસી સૈનિકો બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડી રહ્યા છે અને તેમને હરાવી રહ્યા છે. તેમ છતાં, તેમણે સ્વીકાર્યું કે બ્રિટીશ સામ્રાજ્યને હરાવી શકાતું નથી.[૧૫] ચટ્ટોપાધ્યાયની આ નવલકથા ૧૮૭૨માં સ્થાપેલા સાહિત્યિક સામયિક બંગદર્શનમાં આ નવલકથા સૌ પ્રથમ ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઇ હતી. સ્વદેશી ચળવળ દરમિયાન વંદે માતરમ્ અગ્રણી બન્યું હતું, જે લોર્ડ કર્ઝનના બંગાળને હિન્દુ બહુમતી ધરાવતા પશ્ચિમ અને મુસ્લિમ બહુમતી ધરાવતા પૂર્વમાં વિભાજિત કરવાના પ્રયાસથી શરૂ થયું હતું. બંગાળી હિન્દુઓની શક્તિ પરંપરામાંથી ઉતરીને ચટ્ટોપાધ્યાયે ભારતને ભારતમાતા તરીકે ઓળખાતી માતા તરીકે રજૂ કર્યું હતું, જેણે આ ગીતને હિન્દુત્વનું સ્વરૂપ આપ્યું હતું.[૧૬]

બંકિમ ખાસ કરીને બંગાળમાં ૧૪ મી અને ૧૫ મી સદીના એતિહાસિક ગૌડિયા વૈષ્ણવ સાંસ્કૃતિક પ્રભાવથી પ્રભાવિત થયા હતા. ચટ્ટોપાધ્યાયનું ભગવદ્ ગીતા પરનું ભાષ્ય તેમના મૃત્યુના આઠ વર્ષ પછી પ્રકાશિત થયું હતું અને તેમાં પ્રકરણ ૪ ના ૧૯ માં શ્લોક સુધીની તેમની ટિપ્પણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.[૧૭] સાંખ્ય દર્શન પરના એક લાંબા નિબંધમાં તેમણે એવી દલીલ કરી છે કે બૌદ્ધ ધર્મ સહિત ભારતમાં ધાર્મિક માન્યતાઓના જબરજસ્ત હિસ્સાનો મુખ્ય દાર્શનિક પાયો સાંખ્યની દર્શનમાં રહેલો છે. રાજકીય અને સામાજિક સત્તાને બદલે વ્યક્તિગત વૈરાગ્ય (ત્યાગ) પર ભાર મૂકવાના અર્થમાં દર્શનની તેઓ ટીકા કરતા હતા.[૧૮]

બંકિમચંદ્રના બંને હાથમાં સમાન શક્તિ હતી, તેઓ સાચા સવ્યસાચી હતા. તેમણે એક હાથે ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિઓનું સર્જન કર્યું હતું; અને બીજા હાથે યુવાન અને મહત્વાકાંક્ષી લેખકોને માર્ગદર્શન આપ્યું. એમણે એક હાથે સાહિત્યિક જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવ્યો; અને બીજા હાથે, અજ્ઞાનતા અને ખોટી કલ્પનાઓના ધુમાડા અને રાખને ઉડાવી દીધી.

પોતાના માર્ગદર્શકની સ્મૃતિમાં રવિન્દ્રનાથ ટાગોર

વિરાસત[ફેરફાર કરો]

૧૯૬૯ની ભારતીય ટપાલ ટિકિટ પર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

બંકિમ પુરસ્કાર (બંકિમ મેમોરિયલ એવોર્ડ) એ બંગાળી સાહિત્યમાં યોગદાન આપવા બદલ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Library, S.T.N.Y.P.; Skillion, A. (2001). The New York Public Library Literature Companion. Free Press. પૃષ્ઠ 160. ISBN 978-1-4391-3721-5.
 2. Encyclopaedia Britannica, I.; Encyclopaedia Britannica, I. (2008). Britannica Concise Encyclopedia. Encyclopaedia Britannica. પૃષ્ઠ 380. ISBN 978-1-59339-492-9.
 3. "Remembering Bankim Chandra Chattopadhyay, writer of the national song Vande Mataram".
 4. ૪.૦ ૪.૧ ૪.૨ "Bankim Chandra: The First Prominent Bengali Novelist", The Daily Star, 30 June 2011
 5. Khan, Fatima (8 April 2019). "Bankim Chandra — the man who wrote Vande Mataram, capturing colonial India's imagination". ThePrint (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-01.
 6. Chakraborty, Dr. Dulal (2007). History of Bengali Literature (in Bengali). Bani Bitan.
 7. "Remembering Bankim Chandra Chattopadhyay, the face of Bengal renaissance, on his birth anniversary". The Indian Express (અંગ્રેજીમાં). 27 June 2017. મેળવેલ 2021-09-01.
 8. "'Harbinger of Indian renaissance': Indians remember 'Sahitya Samrat' Bankim Chandra Chatterjee on his 183rd birth anniversary". Free Press Journal (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-01.
 9. Chattopadhyay, Sachis Chandra (1952). Bankim's Biography (Bengaliમાં). Calcutta. પૃષ્ઠ 9.
 10. Bhattacharya, Amitrasudana (1991). Bankima-chandra-jibani (Bengaliમાં). Calcutta: Anand Publishers. પૃષ્ઠ 25.
 11. "Shri Bankim Chandra Chattopadhayay". West Bengal Council of Higher Secondary Education. West Bengal Council for Higher Secondary Education.
 12. Bankim Chandra Chattopadhyay (Chatterjee) સંગ્રહિત ૨૦૧૫-૦૪-૨૩ ના રોજ વેબેક મશિન, from BengalOnline.
 13. Mukherjee, Meenakshi (1 January 2002). Early Novels in India (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788126013425.
 14. "Literary lion - Bankim Chandra Chattopadhyay: The Statesman Notebook". The Statesman (India) (અંગ્રેજીમાં). 2019-07-08. મૂળ સંગ્રહિત માંથી 22 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 2021-01-29.
 15. "किसकी वंदना है वंदे मातरम – Navbharat Times". Navbharat Times. 28 January 2012. મેળવેલ 11 February 2018.
 16. Mazumdar, Aurobindo (2007). Vande Mataram and Islam. Mittal Publications. ISBN 9788183241595.
 17. Minor, Robert (1986) Modern Indian Interpreters of the Bhagavad Gita. State University of NY press. ISBN 0-88706-298-9
 18. Partha Chatterjee, “Chapter 3 The Moment of Departure: Culture and Power in the Thought of Bankimchandra” in National Thought and the Colonial World: A Derivative Discourse? (Delhi:Oxford University Press, 1986), 54-84.

પૂરક વાંચન[ફેરફાર કરો]

 • Ujjal Kumar Majumdar: Bankim Chandra Chattopadhyay: His Contribution to Indian Life and Culture. Calcutta: The Asiatic Society, 2000. ISBN 81-7236-098-3.
 • Walter Ruben: Indische Romane. Eine ideologische Untersuchung. Vol. 1: Einige Romane Bankim Chattopadhyays iund Ranbindranath Tagore. Berlin: Akademie Verlag, 1964. (German)
 • Bhabatosh Chatterjee, Editor: Bankimchandra Chatterjee: Essays in Perspective (Sahitya Akademi, New Delhi) 1994.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]