બંજી જમ્પિંગ

વિકિપીડિયામાંથી

બંજી જમ્પિંગ (તેને અંગ્રેજીમાં "Bungy" jumping એમ પણ લખાય છે.)[૧][૨] એક પ્રવૃત્તિ છે જેમાં સ્થિતિસ્થાપકતા ધરાવતા એક લાંબા દોરડા સાથે જોડાઇને કોઇ ઉંચા સ્થળેથી કૂદકો લગાવવામાં આવે છે. સામાન્ય રીતે ઊંચું સ્થળ કોઇ ઇમારત, પૂલ અથવા ક્રેન જેવી કોઇ સ્થિર વસ્તું હોય છે; જો કે જમીનથી અદ્ધર રહીને ગતી કરી શકે તેવા હોટ-એર બલૂ અથવા હેલિકોપ્ટર જેવી કોઇ ગતિશીલ વસ્તુ ઉપરથી પણ કૂદકો લગાવી શકાય છે. કૂદકો લગાવવામાં સર્જાતા મુક્ત પતન તથા પાછું ઉપર ઉછળવામાંથી ઘણો રોમાંચ મળે છે.[૩]

નોર્મેન્ડી, ફ્રાન્સ (સુલેવ્રી વાયડક્ટ)નું બંજી જમ્પનું દૃશ્ય

જ્યારે કોઇ માણસ કુદકો લગાવે, ત્યારે દોરડું ખેંચાય છે અને જ્યારે દોરડું પાછું ઉપર તરફ સંકોચાય ત્યારે કૂદકો લગાવનાર ઉપર જાય છે, જ્યાં સુધી દોરડાની ઉર્જા વપરાઇ ન જાય ત્યા સુધી કૂદકો લગાવનાર સતત ઉપર-નીચે થયા જ કરે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

કેઇર્ન્સ, ક્વિન્સલેન્ડમાં આવેલા એજે હેકેટ બંજી ટાવરની ટોચ પરથી દૃશ્ય

1825માં પ્રસિદ્ધ થયેલા જેમ્સ જેનિંગ્સના પુસ્તક ‘ઓબ્ઝર્વેશન્સ ઓફ સમ ઓફ ધ ડાયલેક્ટ્સ ઇન ધી વેસ્ટ ઇંગ્લેન્ડ’માં સ્પષ્ટ કરવામાં આવ્યા મુજબ, “બંજી” શબ્દpronounced /ˈbʌndʒiː/ (deprecated template) પશ્ચિમી દેશોની બોલી પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ‘જાડી અને સ્થૂળ હોય તેવી કોઇ પણ વસ્તુ’ એવો થાય છે. 1930ની આસપાસ આ નામ લખેલું ભુંસવા માટેના રબર માટે વપરાતું થયું. એ જે હેકેટ દ્વારા જે રીતે બંજી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મુજબ, બંજી શબ્દ ‘સ્થિતિસ્થાપકતા ધરાવતી પટ્ટી માટે ન્યૂ ઝીલેન્ડમાં સાધારણ વાતચીતની બોલીમાં વપરાતો શબ્દ’ હોય તેવું કહેવાય છે.[૪] ત્યારપછીના દાયકાઓમાં છેડે હૂક ધરાવતા કપડાના આવરણ સાથેનાં રબરના દોરડાં બંજી કોર્ડ્સ નાં જનેરિક નામ હેઠળ ઉપલબ્ધ બન્યા.

1950માં ડેવિડ એટનબરો અને બીબીસીની ફિલ્મ ક્રૂ, વેનૌટુનાં પેન્ટેકોસ્ટ ટાપુનાં ‘લેન્ડ ડાઇવર્સ’ની ફૂટેજ લઇ પરત આવ્યા, જેમાં એક યુવાન માણસે પોતાની હિંમત અને સાહસની પરીક્ષા તરીકે પોતાના પગની ઘૂંટી સાથે વેલ બાંધીને લાકડાનાં ઉંચા પ્લેટફોર્મ પરથી કૂદકો લગાવ્યો હતો.[૫] મધ્ય મેક્સિકોનાં ડેન્ઝા દી લોસ વોલાડોરેઝ દી પેપાન્ટલા અથવા ‘પેપાન્ટલા ફ્લાયર્સ’માં પણ આવો જ પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં નીચે પડવાની ગતિ ઘણી ધીમી હતી. આ પ્રણાલિકા એઝટેક લોકોના સમયથી ચાલી આવે છે.

1892-93ના શિકાગો વર્લ્ડ ફેરમાં “બેસ્ટ રબર”ના કેબલ સાથે બાંધેલ એક ‘રેલવેના ડબા’ને નીચે પડતી મૂકવાની સિસ્ટમ સહિત એક 4,000 ફૂટ ઉંચાઇ ધરાવતા ટાવરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ રેલવેના ડબાને તેમાં બેઠેલા 200 લોકો સહિત એક પ્લેટફોર્મ પરથી નીચે હડસેલી દેવામાં આવે અને પછી તે પાછી ઉછળીને થઇને થોભી જાય. ડિઝાઇનર એન્જિનિયરે સુરક્ષાના કારણસર નીચેની જમીનને આઠ ફૂટની ઉંચાઇવાળા ગાદલાથી ઢાંકી રાખવાનાનું સૂચન કર્યું હતું. ફેરનાં આયોજકોએ આ દરખાસ્ત ઠુકરાવી દીધી હતી. [૬]

કાવારૌ બ્રીજ ખાતે બન્જીનું દૃશ્ય

સૌ પ્રથમ આધુનિક બંજી જમ્પિંગ 1 એપ્રિલ 1979ના રોજ બ્રિસ્ટલનાં 250 ફૂટ ઊંચા ક્લિફ્ટન સસ્પેન્શન બ્રિજ પરથી થયું હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટી ડેન્જરસ સ્પોર્ટ્સ ક્લબના ડેવિડ કિર્ક, ક્રિસ બેકર, સિમોન કીલિંગ, ટીમ હંટ અને એલન વેસ્ટને બ્રિજ પરથી દોરડું બાંધીને કૂદકો લગાવ્યો હતો.[૭] ત્યાર બાદ તુરુંત જ કૂદકો લગાવનારાઓની ધરપકડ કરી લેવામાં આવી, પરંતુ તેમણે અમેરિકાનાં ગોલ્ડન ગેટ તથા રોયલ ગોર્જ બ્રિજ પરથી કૂદકા લગાવવાનું ચાલુ રાખ્યું (છેલ્લો કૂદકો અમેરિકન કાર્યક્રમ ધેટ્’સ ઇન્ક્રેડિબલ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો તથા ટેલિવિઝન પર દર્શાવવામાં આવ્યો હતો) અને આ ખ્યાલને વિશ્વભરમાં ફેલાવી દીધો. 1982 સુધી તેઓ મોબાઇલ ક્રેન અને હોટ એર બલૂનમાંથી કૂદતા રહ્યાં. વ્યવસાયિક બંજી જમ્પિંગનો પ્રારંભ ન્યૂ ઝીલેન્ડની વતની એ જે હેકેટ દ્વારા કરવામાં આવ્યો, જેમણે ઓકલેન્ડનાં ગ્રીનહાઇથ બ્રિજ પરથી 1986માં પોતાનો સર્વપ્રથમ કૂદકો લગાવ્યો હતો.[૮] ત્યારપછીના વર્ષોમાં હેકેટે પુલો તથા અન્ય ઇમારતો (એફિલ ટાવર સહિત) પરથી સંખ્યાબંધ કૂદકા લગાવ્યા, અને આ રમત પ્રત્યે લોકોમાં રસ જાગૃત કર્યો તેમજ ન્યૂ ઝીલેન્ડનાં દક્ષિણ ટાપુના ક્વિન્સટાઉન ખાતે વિશ્વની સર્વપ્રથમ કાયમી વ્યવસાયિક બંજી સાઇટ; ધી કાવારાઉ બ્રિજ બંજી ખૂલ્લી મૂકી.[૯] હેકેટ વિવિધ દેશોમાં કામગીરી ધરાવતા સૌથી વિશાળ કમર્શિયલ ઓપરેટર પૈકીના એક રહ્યાં છે.

અત્યંત ઉંચેથી કૂદકો લગાવવામાં સ્વાભાવિક જોખમ હોવા છતાં, 1980થી અત્યાર સુધીના ગાળામાં લાખો વખત સફળતાપૂર્વક જમ્પ થયા છે. બંજી ઓપરેટરો દ્વારા દરેક જમ્પ વખતે બેવડું ચેકિંગ તથા ફીટિંગ જેવા જમ્પનું સંચાલન કરવા માટેના નિયમો અને ધારાધોરણોનું જે કડક પાલન કરવામાં આવે છે તેને આ રમતની સફળતાનું શ્રેય જાય છે. અન્ય કોઇ પણ રમતની જેમ, આ રમતમાં ઇજાઓ પણ થઇ શકે છે (નીચે જુઓ), અને અકસ્માત મૃત્યુ પણ થાય છે. વધુ પડતા લાંબા દોરડાંનો ઉપયોગ કરવો એ અકસ્માત મૃત્યુનાં કિસ્સાઓમાં સર્વસામાન્ય ભૂલ તરીકે જણાઇ આવી છે. બંજી જમ્પિંગનું દોરડું જમ્પિંગ પ્લેટફોર્મની ઊંચાઇ કરતા નોંધપાત્રપણે ટૂંકુ હોવું જોઇએ જેથી દોરડાને તણાવ માટે પુરતું અંતર મળી શકે. દોરડું જ્યારે તેની કૂદરતી લંબાઇ સુધી પહોંચે છે ત્યારે કૂદકો લગાવનાર ધીમો પડવા લાગે છે અથવા તો જમ્પરની ગતિ પ્રમાણે પતનની ગતિ વધતી જાય છે. જ્યાં સુધી દોરડું નોંધપાત્રરીતે ખેંચાય નહી ત્યા સુધી પતનની ગતિ ધીમી પડવાનું શરૂ થતું નથી, કારણ કે કૂદરતી લંબાઇએ દોરડાની પ્રતિકારકતા શૂન્ય સ્તરે પહોંચી જાય છે અને અમુક સમય બાદ જ્યારે દોરડાની પ્રતિકારકતા અને જમ્પરનું વજન બરાબર થાય પછી જ પતનની ગતિ વધે છે. નિયત સ્થિતિસ્થાપકતા અને બંજી જમ્પિંગના દોરડાનાં તણાવ માટે જરૂરી ઉર્જા તથા અન્ય સ્પ્રિન્ગ જેવા પદાર્થોની ચર્ચા માટે ક્ષમતા શક્તિ જુઓ.

સાધનો[ફેરફાર કરો]

ઝાંમ્બિયા/ઝિમ્બાબ્વેમાં આવેલા વિક્ટોરિયા ફોલ બ્રીજ પરથી બંજી જમ્પિંગનું દૃશ્ય

બંજી જમ્પિંગમાં સૌપ્રથમવાર વપરાનાર અને હાલમાં પણ ઘણાં વ્યવસાયિક ઓપરેટરો દ્વારા ઉપયોગમાં લેવાનારા સ્થિતિસ્થાપક દોરડાં, ફેક્ટરીમાં ગૂંથીને બનાવવામાં આવેલા તણાવ સહન કરી શકે તેવા દોરડાં હોય છે. આ દોરડું કડક બાહ્ય આવરણ ધરાવતી ઘણીબધી લેટેક્સની સેર વડે બનેલું હોય છે. લેટેક્સ જ્યારે તણાવ પહેલાની સ્થિતિમાં હોય ત્યારે બાહ્ય આવરણ લગાવવામાં આવે છે, જેથી દોરડાની કૂદરતી લંબાઇએ ખેંચાણ સામે પ્રતિકારકતા પહેલેથી જ નોંધપાત્ર રહે. આને લીધે સખત અને તીવ્ર વળતો ઉછાળો થાય છે. ગૂંથેલા આવરણને કારણે ટકાઉપણાંના નોધપાત્ર લાભ પણ મળે છે. એ જે હેકેટ અને દક્ષિણ હેમિસ્ફિઅરનાં મોટાભાગના ઓપરેટરો સહિતના અન્ય ઓપરેટરો, ગૂંથ્યા વગરનું દોરડું વાપરે છે જેમાં લેટેક્સની સેર ખુલ્લી હોય છે (જમણે ચિત્ર આપવામાં આવ્યું છે). આને લીધે નરમ, લાંબા સમય સુધી ચાલનારો પરત ઉછાળો સર્જાય છે તથા આ દોરડું ઘરે પણ બનાવી શકાય છે.

માત્ર પગની ઘૂંટી સાથે જોડાણ રાખવું ગુણવત્તા છે તેમ છતાં, અમુક અકસ્માત, જેમાં ભાગ લેનારાઓ જોડાણથી છૂટાં પડી ગયા હતા, તેવા અકસ્માતોને પરિણામે ઘણાં વ્યવસાયિક ઓપરેટરો ઘૂંટીના જોડાણ સિવાય જરૂર પડે તો મદદ માટે શરીરને ટેકો આપતા કવચનો ઉપયોગ કરે છે. શરીરનું રક્ષણ કરતા કવચ પેરાશૂટ ઇક્વિપમેન્ટ જેવા નહી પણ પર્વતારોહણનાં ઇક્વિપમેન્ટમાંથી વ્યુત્પન્ન થયેલા છે.

જમ્પ કરનારને પાછો લાવવાની પદ્ધતિ જમ્પિંગની સાઇટ પ્રમાણેની હોય છે. મોબાઇલ ક્રેનમાં પુનઃ પ્રાપ્તિની ગતિ અને સ્થિતિસ્થાપકતા સૌથી વધારે હોય છે, નીચે આવેલા જમ્પરને ઝડપથી જમીન પર લાવીને જોડાણમાંથી છૂટો કરી શકાય છે. જમ્પ પ્લેટફોર્મના સ્વરૂપ અને ઝડપથી જમ્પ પૂરો કરવાની જરૂરિયાત મુજબ અન્ય ઘણી રીતરસમો અમલમાં મૂકવામાં આવી છે.

સૌથી ઊંચો કૂદકો[ફેરફાર કરો]

ચિત્ર:Img 1074.jpg
ટિકિનો, સ્વિત્ઝર્લેન્ડમાં લોકાર્નો નજીક આવેલા વર્ઝાસ્કા ડેમ બંજી ટાવરની ટોચ પરથી નીચેનું દૃશ્ય

ઓગસ્ટ 2005માં, એ. જે. હેકેટે મકાઉ ટાવર પરથી સ્કાયજમ્પ કરીને, તેને વિશ્વનો સૌથી ઊંચા કૂદકા233 metres (764 ft)નો વિક્રમ બનાવ્યો.[૧૦] સ્કાયજમ્પ વિશ્વના સૌથી ઊંચા બંજી તરીકે લાયક ઠર્યો નથી કેમકે તેને ચોક્કસપણે બંજી જમ્પ કહેવાય નહિ, પરંતુ તેનો ‘ડીસીલરેટર-ડીસન્ટ’ (ધીમી પડતી ગતિ સાથેનું પતન) તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં લવચિકતા ધરાવતા દોરડાંને બદલે સ્ટીલ કેબલ તથા ડીસીલરેટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 17મી ઓક્ટોબર, 2006ના રોજ, મકાઉ ટાવરે યોગ્ય બંજી જમ્પ શરૂ કર્યો, જે ગીનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડસ પ્રમાણે ‘વિશ્વભરમાં સૌથી ઊંચો વ્યવસાયિક બંજી જમ્પ’ બન્યો. મકાઉ ટાવરના બંજી જમ્પમાં ‘ગાઇડ કેબલ’ સિસ્ટમ છે જે ઝોલાને મર્યાદિત (જમ્પ ટાવરની માળખાની ઉંચાઇને અત્યંત નજીક છે) રાખે છે પરંતુ તેને લીધે જમ્પ કરનારની ગતિ ઉપર કોઇ અસર થતી નથી, તેથી તે વિશ્વ વિક્રમ માટેના જમ્પ તરીકે લાયક ઠરે છે.

હાલમાં અન્ય એક વ્યવસાયિક બંજી જમ્પ પણ ઉપયોગમાં લેવાય છે જે 220 metres (720 ft)એ ફક્ત 13 મીટર નીચો છે. આ જમ્પ ગાઇડ રોપ્સ વિના સ્વિટ્ઝરલેન્ડનાં લોકાર્નો નજીકના વર્ઝાસ્કા ડેમ (ચિત્રમાં દર્શાવવામાં આવ્યો છે)ની ટોચ પરથી કરવામાં આવે છે. જેમ્સ બોન્ડની ફિલ્મ ગોલ્ડનઆઇનાં પ્રારંભિક દ્રશ્યમાં આ ડેમ ખુબ સારી રીતે દર્શાવવામાં આવ્યો હતો.

નેપાળના લાસ્ટ રિસોર્ટ ખાતે આવેલા પૂલ પરથી બંજી જમ્પિંગનું દૃશ્ય

દક્ષિણ આફ્રિકાના બ્લોઉક્રાન્સ બ્રીજ અને વર્ઝાસ્કા ડેમના જમ્પ એક જ દોરડાં વડે સંપૂર્ણ મુક્તપતન ધરાવતો ઝોલો આપતા બંજી જમ્પ છે.

બ્લોઉક્રાન્સ બ્રીજ 1997માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને તેમાં પેન્ડ્યુલમ (લોલકની જેમ ઝોલાં ખાઇ શકાય તેવી) બંજી સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ બંજી પ્લેટફોર્મથી નીચેની નદી સુધી 216 મીટરની ઊંચાઇ ધરાવે છે.[૧૧]

માપની ચોક્કસાઇની ખાતરી રાખવા માટે ગિનેઝ માત્ર સ્થાયી વસ્તુઓ પરથી લગાવવામાં આવેલા જમ્પને જ ધ્યાનમાં લે છે. જો કે, જોન કોકલમેને 1989માં કેલિફોર્નિયામાં એક હોટ એર બલૂનમાંથી 2,200-foot (670 m) બંજી જમ્પ રેકોર્ડ કરાવ્યો હતો. 1991માં એન્ડ્રૂ સેલિસબરીએ એક ટેલિવિઝન કાર્યક્રમ માટે રીબોકની સ્પોન્સરશિપ હેઠળ હેલિકોપ્ટરમાંથી 9,000 feet (2,700 m) માંથી કૂદકો લગાવ્યો હતો. સંપૂર્ણ ઉંચાઇ 3,157 feet (962 m)નોંધાઇ હતી. તેણે પેરાશૂટ દ્વારા સુરક્ષિત ઉતરાણ કર્યું હતું.

અન્ય તમામ કરતા ઉંચો એવો અન્ય એક વ્યવસાયિક જમ્પ કોલોરાડોમાં રોયલ ગોર્જ બ્રિજ ખાતે છે. આ પ્લેટફોર્મની ઊંચાઇ 321 metres (1,053 ft) છે. જો કે, 2005માં અને ફરીવાર 2007માં રોયલ ગોર્જ ગો ફાસ્ટ ગેમ્સને કારણે આ જમ્પ ભાગ્યે જ ઉપલબ્ધ થયો છે.

લોકપ્રિય સંસ્કૃતિમાં[ફેરફાર કરો]

નોર્મેન્ડીમાં સુલેવ્રી વાયડક્ટ પરથી બંજી જમ્પિંગ

સંખ્યાબંધ મોટી ફિલ્મોમાં બંજી જમ્પ દર્શાવવામાં આવ્યો છે, તે પૈકી સૌથી જાણીતો બંજી જમ્પ 1995ની જેમ્સ બોન્ડની ફિલ્મ ગોલ્ડનઆઇ ના પ્રારંભિક દ્વશ્યમાં જોવા મળે છે જેમાં જેમ્સ બોન્ડ રશિયામાં એક ડેમની ઉપરથી જમ્પ લગાવે છે (વાસ્તવમાં આ ડેમ સ્વિત્ઝર્લેન્ડમાં છે : વર્ઝાસ્કા ડેમ, અને આ જમ્પ એનિમેટેડ સ્પેશ્યલ ઇફેક્ટવાળો નહી પણ વાસ્તવિક હતો).

દક્ષિણ કોરિયાની ફિલ્મ બંજી જમ્પિંગ ઓફ ધેર ઓનનાં ટાઇટલમાં બંજી જમ્પિંગની ઝલક (Beonjijeompeureul hada 번지점프를 하다, 2001) જોવા મળે છે, અલબત્ત આ ફિલ્મમાં બંજી જમ્પિંગની કોઇ વિશેષ ભૂમિકા નહોતી.

1986માં, બીબીસી ટીવીનાં નોએલ એડમન્ડ્સ દ્વારા રજૂ કરાતા કાર્યક્રમ ધી લેટ, લેટ બ્રેકફાસ્ટ શોનાં ‘વ્હર્લી વ્હીલ’ લાઇવ સ્ટંટ સેકશન માટેના બંજી જમ્પનું રિહર્સલ કરતી વેળાએ માઇકલ લશ નામના સ્વયંસેવકનું મોત નીપજતાં આ કાર્યક્રમનું પ્રસારણ અટકાવી દેવાયું હતું.

1982માં, ડેઇલી સ્ટારમાં જજ ડ્રેડ સ્ટોરી ‘ક્રિમિનલ હાઇટ્સ’ પ્રકાશિત થઇ હતી, જેમાં શહેરમાં લોકપ્રિય થઇ રહેલા હવે પછીના ‘ક્રેઝ’ તરીકે બંજી જમ્પિંગનું ચિત્રણ કરવામાં આવ્યું હતું.

માઇકલ કેબોનની નવલકથા ધી અમેઝિંગ એડવેન્ચર્સ ઓફ કેવેલિઅર એન્ડ ક્લે નાં મુખ્ય પ્લોટ પોઇન્ટ તરીકે કાલ્પનિક પ્રોટો-બંજી જમ્પ છે.

સેલિના ફિલ્મ, કે જેમાં જેનિફર લોપેઝ સેલિના ક્વિન્ટેનિલા-પેરેઝની ભૂમિકા અદા કરી છે, તેમાં સેલિનાને એક મેળામાં બંજી જમ્પિંગ કરતી દર્શાવવામાં આવી છે. આ એક વાસ્તવિક ઘટના છે જે 1995માં સિલિનાનાં મૃત્યુનાં થોડા સમય પૂર્વે જ સર્જાઇ હતી.

વૈવિધ્ય[ફેરફાર કરો]

“કેટપોલ્ટ”માં (રિવર્સ બંજી અથવા બંજી રોકેટ) 'જમ્પર' જમીન પરથી શરૂઆત કરે છે.[૧૨] જમ્પર સુરક્ષિત હોય છે અને દોરડું તણાયેલું હોય છે, ત્યારબાદ દોરડું છૂટું મૂકવામાં આવે છે અને જમ્પરને હવામાં ઉછાળે છે. જમ્પરને ઉછાળવા માટે ઘણીવાર ક્રેન અથવા કોઇ (અર્ધ)સ્થાયી માળખા સાથે જોડેલા યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આને લીધે દોરડું તાણવાંની અને બાદમાં જમ્પ લગાવનારને જમીન પર નીચે ઉતારવાની પ્રક્રિયા સરળ બની જાય છે.

“ટ્વિન ટાવર” બે ત્રાંસા દોરડાને મળતા આવે છે.

બંજી ટ્રેમ્પલીનમાં, તેના નામ પરથી જાણવા મળે છે તેમ, બંજી અને ટ્રેમ્પોલાઇનિંગ (સ્પ્રિન્ગ જડેલા બોર્ડ પર કૂદવાની રમત) બન્નેના અમુક અંશોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રમતની શરૂઆત ટ્રેમ્પોલિન ઉપર થાય છે અને ભાગ લેનારે શરીરનું રક્ષણ કરતું કવચ પહેર્યું હોય છે જે ટ્રેમ્પોલિનની બન્ને બાજુએ રહેલા બે ઊંચા સ્તંભ સાથે બંજી કોર્ડ મારફત જોડાયેલા હોય છે. ભાગ લેનાર જમ્પ કરવાનું શરૂ કરે, એટલે બંજી કોર્ડ તણાય છે અને વધુ મોટો જમ્પ થાય છે ત્યારબાદ માત્ર ટ્રેમ્પોલિન દ્વારા જ જમ્પ કરી શકાય છે.

બંજી રનિંગમાં કોઇ પ્રકારના જમ્પિંગનો સમાવેશ થતો નથી. નામ સૂચવે છે તે પ્રમાણે આ રમતમાં એક ટ્રેક પર દોડવાનું હોય છે. દોડનાર સાથે બંજી કોર્ડ જોડાયેલો હોય છે. આ રમતમાં ઘણીવાર વેલક્રોવાળા માર્કરનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેથી બંજી કોર્ડ પાછો ખેંચાયો તે પૂર્વે દોડવીર કેટલે દૂર પહોંચ્યો તેનો ક્યાસ કાઢી શકાય.

બંજી જમ્પિંગ ઓફ અ રેમ્પ. રબરના બે દોરડાં ‘બંજી’ ભાગ લેનારની કમરના ભાગે રક્ષણાત્મક પોષાકની સાથે જોડી દેવામાં આવે છે. આ બંજી દોરડા સ્ટીલ કેબલ સાથે જોડાયેલા હોય છે. સ્ટીલ કેબલ સાથે જોડાયેલા બંજી કોર્ડસ સ્ટેનલેસ ગરગડી દ્વારા લસરી શકે છે. આ રમતમાં ભાગ લેનાર બાઇક, બરફ પર હંકારવાની ગાડી (સ્લેજ)માં સવારી કરી શકે છે અથવા તો જમ્પિંગ પૂર્વે સ્કીઇંગ કરી શકે છે.

ફ્રાન્સના સેઇન્ટ-જીન-દી-સિક્સ્ટ ખાતે બંજી જમ્પિંગ

સલામતી અને સંભવિત ઇજાઓ[ફેરફાર કરો]

ન્યૂ ઝીલેન્ડ ખાતે ક્વિન્સટાઉનમાં કવારૌ બ્રીજ પરથી જમ્પિંગ, એપ્રિલ 2007


કૂદકા દરમિયાન ઇજાની સંભાવનાની માત્રા પુષ્કળ છે. જો સુરક્ષાનો સરંજામ નિષ્ફળ નીવડે, કોર્ડની લવચિકતાનો અંદાજ ખોટો પડે, અથવા તો જમ્પ પ્લેટફોર્મ સાથે દોરડું યોગ્યરીતે જોડાયેલું ન હોય તો કૂદકા દરમિયાન ઇજા થઇ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં ખોટી રીતે સુરક્ષાની વ્યવસ્થાના સ્વરૂપમાં માનવીય ભૂલોના પરિણામે ઇજા થતી હોય છે. આ ઉપરાંત, જમ્પરનું શરીર કોર્ડમાં ફસાઇ/ ગુંચવાઇ જાય તો મોટી ઇજા થઇ શકે છે. આ સિવાય અન્ય ઇજાઓમાં આંખોને આઘાત,[૧૩][૧૪] દોરડાથી છોલાવું, ગર્ભાશય ખસી જવું, મચકોડ આવવી, ઉઝરડા પડવાં, ઓચિંતો આંચકો લાગવો, આંગળીઓમાં ઇજા થવી અને પીઠની ઇજાનો સમાવેશ થાય છે.

વય, સાધન, અનુભવ, સ્થળ અને વજન જેવા પરિબળો, અને ગભરાટ/ ક્ષુબ્ધતા આંખોની ઇજાની વેદનાને વધારી શકે છે. [૧૫][૧૬]

1997માં, 16 સદસ્યોની વ્યવસાયિક બંજી જમ્પિંગ ટીમની સદસ્ય લૌરા પેટરસને જ્યારે લ્યુઇસિઆના સુપરડોમની ટોચના સ્થાનેથી ખોટી રીતે જોડાયેલા બંજી કોર્ડસ સાથે જમ્પ કર્યો ત્યારે કોન્ક્રિટયુક્ત રમતના મેદાન પર માથું જોશભેર ટીચાવાથી થયેલી ખોપરીની ઇજાને લીધે તે મૃત્યુ પામી હતી. લૌરા તે વખતે 31મા સુપર બોલનાં હાફટાઇમ શોમાં રજૂ થનારા એક પ્રદર્શનની તૈયારી કરી રહી હતી. આ ઘટનાને પગલે કાર્યક્રમમાંથી બંજી જમ્પિંગનો ભાગ હટાવી લેવામાં આવ્યો હતો અને પેટરસનનો સ્મારક સમારંભ ઉમેરવામાં આવ્યો હતો.

ઢાંચો:Extreme Sports

સંદર્ભો[ફેરફાર કરો]

 1. એજે હેકેટ (2008). વેલકમ ટુ કેઇર્ન્સ સંગ્રહિત ૨૦૧૦-૦૧-૨૮ ના રોજ વેબેક મશિન. 17 ઓક્ટોબર 2008ના રોજ પ્રાપ્ત કરેલ.
 2. જંગલ બંગી જમ્પ (2008). ફુકેટ થાઇલેન્ડ . 17 ઓક્ટોબર 2008ના રોજ પ્રાપ્ત કરેલ.
 3. કોકેલમેન જેડબલ્યુ, હબાર્ડ એમ. બંગી જમ્પિંગ કોર્ડ ડિઝાઇન યુઝિંગ એ સિમ્પલ મોડલ. સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ 2004; 7(2):89-96
 4. "www.ajhackett.com.au". મૂળ માંથી 2007-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-23.
 5. એજે હેકેટ (2008). ઇતિહાસ 17 ઓક્ટોબર 2008ના રોજ પ્રાપ્ત કરેલ.
 6. એરિક લાર્સન, 2003 પાનું 135, ધ ડેવિલ ઇન ધ વ્હાઇટ સિટી; મર્ડર, મેજિક એન્ડ મેડનેસ એટ ધ ફેર ધેટ ચેન્જ્ડ અમેરિકા . શિકાગો ટ્રિબ્યુન , નવેમ્બર 9, 1889.
 7. એરિયલ એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ (2008). હિસ્ટ્રી ઓફ બંજી સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૮ ના રોજ વેબેક મશિન. 17 ઓક્ટોબર 2008ના રોજ પ્રાપ્ત કરેલ.
 8. Fiona Rotherham (1 August 2004). "Can you Hackett?".
 9. "એજે હેકેટ બંજી". મૂળ માંથી 2008-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-23.
 10. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-23.
 11. [૧] સંગ્રહિત ૨૦૧૦-૦૪-૧૦ ના રોજ વેબેક મશિન}
 12. "Bungee Rocket BASE Jump - Wow!".[હંમેશ માટે મૃત કડી]
 13. ક્રોટ આર, મીટ્ઝ એચ, ક્રીગ્લસ્ટીન જીકે. ઓર્બિટલ એમ્ફિસિમા એસ એ કમ્પ્લિકેશન ઓફ બંજી જમ્પિંગ. મેડિકલ સાયન્સ સ્પોર્ટ્સ એક્સરસાઇઝ 1997;29:850–2.
 14. વેન્ડરફોર્ડ એલ, મેયર્સ એમ. ઇજા અને બંજી જમ્પિંગ. સ્પોર્ટ્સ મેડિસિન 1995;20:369–74
 15. ફિલિપ જેએ, પિન્ટો એએમ, રોઝાસ વી, વગેરે. બંજી જમ્પિંગ બાદ નેત્રપટલને લગતી જટિલતા ઇન્ટ ઓફ્ટાલ્મોલ 1994–95;18:359–60
 16. જૈન બીકે, ટેલ્બોટ ઇએમ. બંજી જમ્પિંગ એન્ડ ઇન્ટ્રાઓક્યુલર હેમરેજ બીઆર જે ઓફ્થાલ્મોલ 1994;78:236–7.