બાબુલ મોરા નૈહર છૂટો હી જાયે
બાબુલ મોરા નૈહર છૂટો હી જાયે એ રાગ ભૈરવી પર આધારિત એક લોકપ્રિય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગીત (ઠુમરી) છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ ગીત અવધના ૧૯મી સદીના નવાબ વાજિદ અલી શાહ દ્વારા લખવામાં આવ્યું હતું. જ્યારે ૧૮૫૭ના નિષ્ફળ બળવા પહેલાં બ્રિટીશ રાજ દ્વારા તેમને તેમના પ્રિય લખનૌમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા ત્યારે એક વિલાપ તરીકે આ ગીત લખવામાં આવ્યું હતું. તેઓ પોતાના પ્રિય લખનૌથી દૂર દૂર કલકત્તા સુધી પોતાના દેશનિકાલ તરીકે પિતા (બાબુલ)ના ઘરથી કન્યાની વિદાયના રૂપકનો ઉપયોગ કરે છે, જ્યાં તેમણે તેમના બાકીના વર્ષો વિતાવ્યા હતા.[૧][૨][૩][૪]
સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીએ તેને પોતાના અવાજમાં સ્વરબદ્ધ કરી લોકપ્રિય બનાવ્યું હતું.
ફિલ્મી આવૃત્તિ
[ફેરફાર કરો]આ ગીતનું સૌથી યાદગાર સંસ્કરણ અભિનેતા-ગાયક કુંદનલાલ સહેગલે રાયચંદ બોરલના સંગીત નિર્દેશન હેઠળ ફની મજુમદાર દ્વારા દિગ્દર્શિત હિન્દી ફિલ્મ સ્ટ્રીટ સિંગર (૧૯૩૮) માટે કર્યું છે.[૫] કનુ રોયના સંગીત પર આધારિત ફિલ્મ આવિષ્કાર (૧૯૭૩)માં જગજીત અને ચિત્રા સિંહે પણ આ ગીતનું સંસ્કરણ ગાયું હતું. હાલમાં જ અરિજીત સિંઘે ૨૦૧૭માં આવેલી ફિલ્મ પૂર્ણા: કરેઝ હેઝ નો લિમિટમાં પણ આ ગીતનું સંસ્કરણ ગાયું છે.
લખાણ અને અનુવાદ
[ફેરફાર કરો]
|
|
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Nawab Wajid Ali Shah Great Masters of Hindustani Music by Susheela Mishra. Hem Publishers, 1981.
- ↑ Kuldeep Kumar (2011-05-19). "Arts / Music : Melody lane". The Hindu. મેળવેલ 2012-01-02. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Friday Review Delhi / Events : In celebration of rhythm". The Hindu. 2011-03-04. મૂળ માંથી 2014-02-04 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-02. CS1 maint: discouraged parameter (link)
- ↑ "The Sunday Tribune - Spectrum". The Tribune (Chandigarh). 1947-01-18. મેળવેલ 2012-01-02. CS1 maint: discouraged parameter (link)
- ↑ video search for Kundan Lal Saigal's 1938 rendition