બાલાસિનોર રજવાડું

વિકિપીડિયામાંથી
નવાબ મોહમ્મદ જોરાવર ખાનજી (1828–1882).

બાલાસિનોર રજવાડું બ્રિટીશ શાસન દરમિયાન બાલાસિનોરમાં આવેલું એક દેશી રજવાડું હતું. તેની સ્થાપના સરદાર મોહમ્મદખાન બાબીએ કરી હતી. બાલાસિનોરના છેલ્લા શાસકે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં જોડાવા માટે વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા. તેના શાસકો બાબી અથવા બબાઇ (પશ્તૂન જનજાતિ) કુટુંબના હતા. રાજ્યની સ્થાપના જાણીતી અભિનેત્રી પરવીન બાબીથી સંબંધિત જૂનાગઢના બાબી શાસકો દ્વારા કરવામાં આવી હતી.

ઇતિહાસ[ફેરફાર કરો]

બાલાસિનોર સ્ટેટની સ્થાપના ૨૮ સપ્ટેમ્બર ૧૭૫૮ના રોજ મોગલ સામ્રાજ્યના ગુજરાત પ્રાંતના અંતિમ નાયબ ગવર્નરના પરિવાર સાથે સંકળાયેલા પખ્તુન શાસક સરદાર મોહમ્મદખાન બાબી દ્વારા કરવામાં આવી હતી. [૧] શાસકો નવાબ બાબી તરીકે ઓળખાતા હતા. [૨] તે બોમ્બે પ્રેસિડેન્સી સંલગ્ન રેવા કાંઠા એજન્સીનું ૯ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું. [૩] અંતિમ બાબી નવાબ હિઝ હાઇનેસ નવાબ મુહમ્મદ સલાબત ખાનજી દ્વિતીય હતા, જેમનું ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ અવસાન થયું હતું.[સંદર્ભ આપો] નવાબ મુહમ્મદ સલાબત ખાનજી દ્વિતીયના વારસ અને પુત્ર નવાબઝાદા સુલતાન સલાઉદ્દીન ખાનબાબીનો જન્મ ૧૯૭૯માં થયો હતો. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજ માંથી શિક્ષિણ મેળવ્યું હતું.

શાસકો[ફેરફાર કરો]

 • સરદાર મુહમ્મદ ખાન બાબી (૨૮ સપ્ટેમ્બર ૧૭૫૮ - ૧૭. .)
 • જમિઆત ખાનજી મહંમદ ખાનજી (૧૭. . -. . .
 • સલાબત ખાનજી જમિઆત ખાનજી (મે ૧૮૨૦)
 • આબીદ ખાનજી (મે ૧૮૨૦ - ૧૮૨૨)
 • જલાલ ખાનજી ઉર્ફ એદલ ખાનજી (૧૮૨૨ - ૨ ડિસેમ્બર ૧૮૩૧)
 • જોરાવર ખાનજી (જ. ૧૮૨૮ અ. ૧૮૮૨) ૨ ડિસેમ્બર ૧૮૩૧ - ૩૦ નવેમ્બર ૧૮૮૨
 • મુનાવર ખાનજી જોરાવર ખાનજી (જ. ૧૮૪૬ અ. ૧૮૯૯) ૩૦ નવેમ્બર ૧૮૮૨ -૨૪ માર્ચ ૧૮૯૯
 • જમિયત ખાનજી મુનાવર ખાનજી (જ. ૧૮૯૪ અ. ૧૯૪૫) ૨૪ માર્ચ ૧૮૯૯ - ૨ ફેબ્રુઆરી ૧૯૪૫
 • મુહમ્મદ સલાબત ખાન (જ. ૧૯૪૪ અ. ૨૦૧૮) ૨ ફેબ્રુઆરી ૧૯૪૫ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭
 • નવાબ સુલતાન સલાઉદ્દિંઘન બાબી (જ.૧૯૭૯)

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Archived copy". મૂળ માંથી 16 January 2018 પર સંગ્રહિત. મેળવેલ 20 June 2014.CS1 maint: archived copy as title (link)
 2. States before 1947 A-J
 3. "Balasinor Princely State (9 gun salute)". મૂળ માંથી 16 January 2018 પર સંગ્રહિત. મેળવેલ 20 June 2014.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 22°57′N 73°20′E / 22.95°N 73.33°E / 22.95; 73.33