ગુજરાતના પઠાણ

વિકિપીડિયામાંથી
પશ્તુન/પઠાન
જૂનાગઢ નવાબો અને રાજ્યના અધિકારીઓ, ૧૯મી સદી
કુલ વસ્તી
૨૫૪,૦૦૦[૧]
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
ભારત અને પાકિસ્તાન અફઘાનિસ્તાન
ભાષાઓ
ગુજરાતીપશ્તો• હિંદુસ્તાની • અંગ્રેજી
ધર્મ
ઇસ્લામ
સંબંધિત વંશીય સમૂહો
પશ્તૂન • રોહિલા • ઉત્તર પ્રદેશના પઠાણ • રાજસ્થાનના પથાણ • બિહારના પઠાણ • પંજાબના પઠાણ • મુહાજીર લોકો (૩૦-૩૫ ટકા હિસ્સો)

ગુજરાતી પઠાણ પઠાણોનો એક સમૂહ છે. સમયાંતરે, પશ્ચિમી ભારતના ગુજરાત ક્ષેત્રમાં અસંખ્ય પખ્તુનો સ્થાયી થયા છે. તેઓ ગુજરાતી ભાષી મુસ્લિમોનો એક અલગ સમુદાય બનાવે છે. તેઓ સમગ્ર રાજ્યમાં વિખરાયેલા છે પરંતુ મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, સુરત, ભાવનગર, પંચમહાલ, કોઠ, બોરસદ, ખેડા, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા અને મહેસાણા ખાતે સ્થાયી થયા છે. તેઓ હિન્દુસ્તાની ભાષાના ઘણા શબ્દોનો ઉપયોગ કરી ગુજરાતી ભાષા બોલે છે. સામાન્ય જનજાતિઓમાં બાબી અથવા બાબાઇ (પસ્તુન જાતિ), ખાન, બંગશ, દુર્રાની અને યુસુફઝાઈનો સમાવેશ થાય છે. [૨]

ઇતિહાસ અને મૂળ[ફેરફાર કરો]

પઠાણ મધ્યયુગ દરમિયાન આ પ્રદેશના વિવિધ હિન્દુ અને મુસ્લિમ શાસકોના સૈન્યમાં સૈનિકો તરીકે ગુજરાત પહોંચ્યા હતા. ઐતિહાસિક પુરાવા સૂચવે છે કે પશ્તૂનોની સૌથી પ્રારંભિક વસાહત ૧૪મી સદીમાં મોહમ્મદ તુગલકના શાસન દરમિયાન થઈ હતી, જ્યારે લશ્કરી વસાહતોની સ્થાપના કરવામાં આવી હતી.[૩] સંભવ છે કે ઘણા લોકો ૧૦૨૪માં મહમદ ગઝનીના આક્રમણમાં તેની સેનાનો હિસ્સો બન્યા હોય. (ઉદાહરણ તરીકે સુરત જિલ્લામાં હાંસોટ અને તાડકેશ્વર વસાહતોમાં પ્રારંભિક ગઝનવી ઇતિહાસ અને કલાકૃતિઓ.)[૪] કેટલાક મહમૂદ બેગડાના શાસન દરમિયાન આવ્યા હોય અને સમય જતા તે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગયા હોય. ગુજરાત ઉપર મુગલ શાસનના સમયગાળા દરમિયાન, પખ્તૂનોની વસાહતોમાં વધારો થયો હતો. મુઘલ સામ્રાજ્યના વિભાજન સાથે જ બાબી અથવા બાબાઇ (પશ્તૂન જાતિ) અને જાલોરી પઠાણ જૂનાગઢ અને પાલનપુર રજવાડાના શાસક બન્યા હતા. ૧૯મી સદીમાં પશ્તૂનોની વધુ વસાહતો જોવા મળી હતી, જેમાં મુખ્યત્વે અફઘાનિસ્તાનથી ગિલ્ઝાઇઝ તનોલી હતા, જે પૈકી મોટાભાગના અમદાવાદ, સુરત અને ખંભાત શહેરોમાં સ્થાયી થયા હતા. તેઓને મુખ્યત્ત્વે બાર વંશમાં વિભાજિત કરવામાં આવે છે : બાબી અથવા બાબાઇ, સામ, ખંજદા, યુસુફઝાઈ, લોહાણી, મંડોરી, સુલેમાની, સુરત ટર્ક, મીઆણી અને ઝરદાન . ગુજરાતના પઠાણોનો મોટો હિસ્સો લોહાણી પઠાણોનો છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Joshua Project. "Pashtun, Pathan in India". Joshua Project. મેળવેલ 2015-12-23.
  2. ૨.૦ ૨.૧ People of India Gujarat Volume XXI Part Three edited by R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen pages 1115-1125
  3. Muslim Communities in Gujarat by Satish C Misra pages 108-109
  4. Tadkeshwar