બાળાજી વિશ્વનાથ

વિકિપીડિયામાંથી
બાળાજી વિશ્વનાથ ભટ્ટ
ભટ્ટ પરિવારના પ્રથમ મરાઠા પેશવા
શાસન
અનુગામીપેશવા બાજીરાવ પહેલો
પુરોગામીપરશુરામ ત્રિમ્બક કુલકર્ણી
જન્મ૧ જાન્યુઆરી ૧૬૬૨
શ્રીવર્ધન, કોંકણ
મૃત્યુ૧૨ એપ્રિલ ૧૭૨૦
સાસવડ, મહારાષ્ટ્ર
જીવનસાથીરાધાબાઈ
વંશજપેશવા બાજીરાવ પહેલો
ચિમણાજી અપ્પા
ભિઉબાઈ જોશી
અનુબાઈ ઘોરપડે
નામો
પંતપ્રધાન શ્રીમંત બાલાજી (બલ્લાલ) વિશ્વનાથ (ભટ્ટ) દેશમુખ પેશવા
યુગ તારીખો
૧૭ નવેમ્બર ૧૭૧૩– ૧૨ એપ્રિલ ૧૭૨૦
રાજવંશ(ભટ્ટ) દેશમુખ
પિતાવિશ્વનાથપણંત વિસાજી (ભટ) દેશમુખ
ધર્મહિંદુ-બ્રાહ્મણ

બાળાજી વિશ્વનાથ (૧૬૬૨-૧૭૨૦) પ્રથમ પેશવા (પ્રધાનમંત્રી માટે મરાઠી શબ્દ) હતા. તેઓ ઘણી વખત પેશવા બાલાજી વિશ્વનાથ નામથી ઓળખાય છે. તેઓ એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા અને ૧૮મી સદી દરમિયાન મરાઠા સામ્રાજ્યના પ્રભાવકારક નિયંત્રણ તેમના હાથમાં આવ્યું હતું. બાલાજી વિશ્વનાથે શાહુજીને સહાય કરી અને રાજ્ય પર પકડ મજબૂત બનાવી હતી. તેના પહેલાં માંહેમાંહેના યુદ્ધ અને ઔરંગઝેબને આધીન મોગલોના હુમલાને કારણે મરાઠા સામ્રાજ્ય નબળી સ્થિતિ બની ગઈ હતી.