બિનોદ બિહારી ચૌધરી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બિનોદ બિહારી ચૌધરી
જન્મની વિગત(1911-01-10)10 જાન્યુઆરી 1911
બોલખલી, ચિત્તાગોંગ જિલ્લો, બંગાળ પ્રાંત, બ્રિટિશ ભારત
મૃત્યુની વિગત10 April 2013(2013-04-10) (aged 102)
કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત
જન્મ સમયનું નામবিনোদ বিহারী চৌধুরী
નાગરીકતાબાંગ્લાદેશી
અભ્યાસબેચલર ઑફ આર્ટ્સ; માસ્ટર ઑફ આર્ટ્સ; બેચલર ઑફ લૉ
જીવનસાથીબીવા દાસ
માતા-પિતાકામિની કુમાર ચૌધરી, રોમા રાણી ચૌધરી
પુરસ્કારોસ્વતંત્રતા દિવસ એવોર્ડ(બાંગ્લાદેશ)

બિનોદ બિહારી ચૌધરી ( બંગાળી: বিনোদ বিহারী চৌধুরী; ૧૦ જાન્યુઆરી ૧૯૧૧ - ૧૦ એપ્રિલ ૨૦૧૩) એ બાંગ્લાદેશી સમાજસેવક અને વસાહતી વિરોધી ક્રાંતિકારી હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં પ્રભાવશાળી અને બાંગ્લાદેશના સિવિલ સોસાયટીના પીઢ સભ્ય હતા. તેઓ મોટે ભાગે ૧૯૩૦માં બ્રિટીશ ભારતમાંથી બ્રિટીશ વસાહતી શાસનને જડમૂળથી ઉતારવા માટે સૂર્ય સેનની આગેવાની હેઠળના સશસ્ત્ર પ્રતિકાર આંદોલનમાં વિત્તાગોંગ શસ્ત્રાગાર હુમલામાં ભાગ લેવા માટે જાણીતા છે.

ઈ. સ. ૧૯૧૧ માં ચિત્તાગોંગમાં જન્મેલા બિનોદ બિહારી, ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડામાં ભાગ લેનારા અંતિમ જીવંત ક્રાંતિકારી હતા અને બાંગ્લાદેશના ઇતિહાસમાં ઘણી નોંધપાત્ર ઘટનાઓમાં સક્રિય હતા. ઈ. સ. ૨૦૦0 માં, તેને સ્વતંત્રતા દિવસનો એવોર્ડ મળ્યો, જે બાંગ્લાદેશનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે.

પ્રારંભિક જીવન અને શિક્ષણ[ફેરફાર કરો]

બિનોદ બિહારી ચૌધરીનો જન્મ ચિત્તગોંગ જિલ્લાના બોલખલી તાલુકા હેઠળ આવેલા ઉત્તરવર્ષી ગામમાં થયો હતો, જે તે સમયે પૂર્વ બંગાળ અને બ્રિટીશ ભારતના આસામ પ્રાંતનો એક ભાગ હતો. તેઓ તેના માતાપિતા કામિની કુમાર ચૌધરી અને રોમા રાણી ચૌધરીના પાંચમા સંતાન હતા. તેમના પિતા કામિની કુમાર ચૌધરી ચિત્તાગોંગમાં વકીલ હતા.[૧] [૨]

બિનોદ બિહારીએ પ્રાથમિક શિક્ષણ ફટીકચારી તાલુકાની રંગમટિયા બોર્ડ સ્કૂલથી શરૂ કર્યું હતું . તે ફટીકચારીની સૌથી પ્રખ્યાત અને જૂની સ્કૂલ ફેટચારી કોરોનેશન મોડેલ હાઇ સ્કૂલના વિદ્યાર્થી હતા. સરોઆટોલી હાઇસ્કૂલથી ઈ.સ. ૧૯૨૯ માં મેટ્રિકની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. ડ્યુલી ડિટેન્શન કેમ્પમાં કેદી તરીકે રહી તેમણે અનુક્રમે ૧૯૩૪, ૧૯૩૬ અને ૧૯૩૯ માં બેચલર ઑફ આર્ટ્સ, માસ્ટર ઑફ આર્ટ્સ અને બેચલર ઑફ લૉ ની પદવીઓ મેળવી હતી. તેમના લગ્ન બિવા દાસ સાથે થયા હતા. [૧][૨] [૩]

વિત્તાગોંગ શસ્ત્રાગાર પર દરોડો[ફેરફાર કરો]

ઈ. સ.૧૯૨૭ માં, બિનોદ બિહારી શાળાના મિત્રો થકી બ્રિટિશ વિરોધી ક્રાંતિકારી જૂથ જુગાંતરમાં જોડાયા. ટૂંક સમયમાં જ તે સૂર્ય સેન સાથે સંપર્કમાં આવ્યા અને થોડા જ દિવસોમાં તેમનો એક ઘનિષ્ઠ સહયોગી બની ગયા. તે સમયે સૂર્ય સેન ચિત્તાગોંગમાં બ્રિટિશ રાજ સામે સશસ્ત્ર ક્રાંતિનું આયોજન કરવાની યોજના ઘડી રહ્યા હતા. આ યોજના ચિત્તાગોંગમાં બે મુખ્ય શસ્ત્રાગારને કબજે કરવાની હતી અને પછી ટેલિગ્રાફ અને ટેલિફોન ઑફિસનો નાશ કરવાની હતી. ત્યારબાદ "યુરોપિયન ક્લબ" ના સભ્યોની હત્યા કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગના સરકાર અથવા લશ્કરી અધિકારીઓ હતા જે ભારતમાં બ્રિટિશ રાજની અમલબજવણીમાં કાર્યરત હતા. દારૂગોળાના છૂટક વેપારીઓ પર પણ દરોડા પાડવામાં આવવાના હતા. જ્યારે રેલ્વે અને કોમ્યુનિકેશન લાઇનો કાપીને બાકીના ચિત્તાગોંગનો બાકીના બ્રિટીશ ભારતમાંથી સંપર્ક તોડી લેવાની યોજના હતી. આ યોજનામાં બિનોદ બિહારી અને કેટલાક અન્ય લોકો પણ હતા. [૪] [૫]

આ આયોજનને અંતે ૧૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ રાત્રે ૧૦ વાગ્યે અમલમાં મૂકવામાં આવ્યો. ચિત્તાગોંગ બ્રિટીશ ભારતમાંથી ચાર દિવસ માટે મુક્ત બન્યું. જો કે, તે પછી અંગ્રેજોએ ચિત્તાગોંગમાં અને તેની આજુબાજુમાં મોટી સંખ્યામાં સૈન્ય એકત્રીત કર્યું હતું. બિનોદ બિહારી કેટલાક સહ-ક્રાંતિકારીઓ સાથે જલાલાબાદ પહાડ પર આશ્રય લઈ રહ્યા હતા. ૨૨ એપ્રિલના દિવસે, તેમણે બ્રિટીશ સૈન્યના સખત હુમલાનો સામનો કર્યો. આ યુદ્ધમાં બાર ક્રાંતિકારીઓ અને એંસીથી વધુ સૈનિકો માર્યા ગયા. તે યુદ્ધમાં બિનોદ બિહારી તેના ગળા પર ઘાયલ થયા હતા. ક્રાંતિકારીઓ ઉપર જાન્યુઆરી અને માર્ચ ૧૯૩૨ ની વચ્ચે એક મુકદ્દમા હેઠળ કામ ચાલ્યું. બિનોદ બિહારીને રાજપૂતાનાની ડ્યુલી ડિટેન્શન કેમ્પમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા. [૩]

રાજકીય કારકિર્દી[ફેરફાર કરો]

બિનોદ બિહારીની ૧૯૩૯ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ચિત્તાગોંગ જિલ્લા સમિતિના સહાયક મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે ૧૯૪૦ થી ૧૯૪૬ દરમિયાન બંગાળ પ્રાંત કોંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય પણ હતા. ૧૯૪૬માં બિનોદ બિહારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ચિત્તાગોંગ શાખાના મહાસચિવ તરીકે ચૂંટાયા. [૬]

ઈ. સ. ૧૯૪૭ માં ભારતના ભાગલા પછી, ચિત્તાગોંગ પૂર્વ પાકિસ્તાનનો ભાગ બન્યો. તેમના ઘણા સહ-ક્રાંતિકારીઓ ભારત ગયા, પરંતુ બિનોદ બિહારીએ તેમના વતન રહેવાનું પસંદ કર્યું. ઈ.સ. ૧૯૪૭ માં, તેઓ પૂર્વ પાકિસ્તાન પ્રાંતીય વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. અયુબ ખાને લશ્કરી કાયદો લાદ્યા બાદ તેઓ તમામ પ્રકારની રાજકીય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થયા હતા. [૨][૩][૬]

બાંગ્લાદેશની આઝાદી પછી[ફેરફાર કરો]

બિનોદ બિહારી ફરીથી કદી રાજકારણમાં જોડાયા ન હતા, પરંતુ તે બાંગ્લાદેશમાં લોકશાહી, સાંસ્કૃતિક અને સામાજિક આંદોલનમાં ખૂબ સક્રિય હતા. [૨][૬]વર્ષ ૨૦૧૦ માં, ૮ થી ૧૦ એપ્રિલ સુધી બિનોદ બિહારીની સો વર્ષગાંઠ નિમિત્તે વોત્તાગોંગમાં ત્રણ દિવસીય જન્મ શતાબ્દી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નોબેલ વિજેતા પ્રો. મહંમદ યુનુસ સહિત બાંગ્લાદેશની સિવિલ સોસાયટીના અનેક સભ્યોએ ભાગ લીધો હતો. બિનોદ બિહારીની એક સંસ્મૃતિ પણ ઓગ્નિઝોરા ડીંગુલો નામથી પ્રકાશિત કરવામાં આવી હતી. [૭] [૮]

મૃત્યુ[ફેરફાર કરો]

બિનોદ બિહારી વૃદ્ધાવસ્થાની મુશ્કેલીઓથી પીડિત હતા. એપ્રિલ ૨૦૧૩ ની શરૂઆતમાં તેમની તબિયત લથડવાનું શરૂ થયું. તેમને કોલકાતાની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તે જ વર્ષે ૧૦ એપ્રિલના રોજ તેમનું અવસાન થયું હતું. ચિત્તાગોંગ હુમલાના છેલ્લા સહભાગી એવા બિનોદનું તે હુમલાની ૮૩ મી વર્ષગાંઠના એક અઠવાડિયા પહેલા જ મૃત્યુ થયું હતું, . એક દિવસ પછી તેમનો મૃતદેહ બાંગ્લાદેશ પાછો મોકલાયો હતો. [૯] [૧૦] [૧૧]

બિનોદ બિહારીને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સહિતના તમામ ક્ષેત્રના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાંગ્લાદેશ સરકાર દ્વારા તેમને રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું. બિનોદ બિહારીની અંતિમ વિધિ ચિત્તાગોંગના અભોય મિત્ર સ્મશાન કેન્દ્રમાં કરવામાં આવી હતી. [૧૨] [૧૩] [૧૪]

એવોર્ડ[ફેરફાર કરો]

 • સ્વતંત્રતા દિવસ એવોર્ડ - ૨૦૦૦
 • જનકંઠ ગુણીજન સન્માનના - ૧૯૯૯
 • ભોરેર કાગોજ સન્માનના - ૧૯૯૮
 • શહીદ નૂતનચંદ્ર સ્મૃતિ પદક

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "Nation pays tributes to revolutionary Binod Bihari". Daily Prime News. the original માંથી 2013-06-28 પર સંગ્રહિત. Retrieved 2013-04-13. Check date values in: |access-date=, |archive-date= (મદદ)
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Revolutionary Binod Bihari dies". Bdnews24.com. Retrieved 2013-04-13. Check date values in: |access-date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ ૩.૨ নিভে গেল বিনোদ বিহারীর জীবনবাতি. Dhaka Times 24 (Bengali માં). Retrieved 2013-04-13. Check date values in: |access-date= (મદદ)
 4. Karim, Elita (19 February 2010). "A Long Walk to Freedom". Star Weekend Magazine. The Star (Bangladesh). Retrieved 2013-04-15. Check date values in: |access-date=, |date= (મદદ)
 5. Chandra, Bipan (1998) [1987]. India's Struggle for Independence 1857–1947. New Delhi: Penguin. pp. 251–2. ISBN 978-0-14-010781-4. Check date values in: |date= (મદદ)
 6. ૬.૦ ૬.૧ ૬.૨ "Revolutionary Binod Bihari dies". The News Today. Retrieved 2013-04-14. Check date values in: |access-date= (મદદ)
 7. "Birth centenary celebration of Binod Bihari begins today". The Daily Star (Bangladesh). Retrieved 2013-04-15. Check date values in: |access-date= (મદદ)
 8. "Binod Bihari Chowdhury, the last revolutionary". The Daily Star (Bangladesh). Retrieved 2013-04-15. Check date values in: |access-date= (મદદ)
 9. "Binod Bihari's body at Shaheed Minar". The Daily Star (Bangladesh). Retrieved 2013-04-15. Check date values in: |access-date= (મદદ)
 10. "PM pays tributes to Binod Bihari Chowdhury". Daily Sun. Retrieved 2013-04-15. Check date values in: |access-date= (મદદ)
 11. "Binod Bihari flown to Chittagong". The Bangladesh Chronicle. the original માંથી 5 June 2013 પર સંગ્રહિત. Retrieved 2013-04-15. Check date values in: |access-date=, |archive-date= (મદદ)
 12. "PM condoles demise of Binod Bihari Chowdhury". UNBconnect. Retrieved 2013-04-15. Check date values in: |access-date= (મદદ)
 13. "Binod Bihari's death mourned". The Daily Star (Bangladesh). Retrieved 2013-04-15. Check date values in: |access-date= (મદદ)
 14. "Body of Binod Bihari Chowdhury arrives Dhaka tomorrow morning". Bangladesh Sangbad Sangstha. Retrieved 2013-04-15. Check date values in: |access-date= (મદદ)