બિરજુ મહારાજ
Birju Maharaj | |
---|---|
મૂળ | India |
શૈલી | Indian classical music |
વ્યવસાયો | Classical dancer |
વેબસાઇટ | http://www.birjumaharaj-kalashram.com/main.asp |
બ્રિજમોહન નાથ મિશ્રા જેમને પ્રચલિત રીતે પંડિત બિરજુ મહારાજ તરીકે ઓળખવામાં આવે છે (જન્મ ફેબ્રુઆરી 4, 1938), તેઓ ભારતના કથક નૃત્યના લખનૌ કાલકા બિંદાદીન ઘરાનાના મુખ્ય પ્રતિનિધિ છે.તે કથક નર્તકોના સુપ્રસિદ્ધ પરિવારના વંશજોમાંથી એક છે, જેમાં તેમના બે કાકાઓ શંભુ મહારાજ અને લછુ મહારાજ અને તેમના પિતા અને ગુરુ, અચ્ચન મહારાજનો સમાવેશ થાય છે. નૃત્ય હંમેશા તેમનો પ્રથમ પ્રેમ રહ્યો છે, પણ તેમ છતાં તે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પર પણ શ્રેષ્ઠ પ્રભુત્વ ઘરાવે છે અને તેઓ એક કુશળ ગાયક પણ છે.[૧] તેમણે નાટકોમાં નવા કથક નૃત્યનું નૃત્ય નિર્દેશન કરીને કથકને નવી ઊંચાઇ પર લઇ ગયા હતા. તેમણે વિશ્વભરમાં પ્રવાસ કર્યો છે, અને કથકના વિદ્યાર્થીઓ માટે સોથી પણ વધુ વર્કશોપ અને હજારો નૃત્ય ભજવણીઓ પણ કરી છે.
ભારતીય કલા કેન્દ્રમાં તેમના કાકા શંભુ મહારાજ જોડે કામ કર્યા બાદ, તેમણે 1998માં નવી દિલ્હીના કથક કેન્દ્રમાં કામ કર્યું જેના તે થોડા વર્ષો માટે વડા પણ રહ્યા, 1998માં તેમણે નિવૃત્તિ બાદ તેમણે નવી દિલ્હી ખાતે કલાશ્રમ નામે પોતાની નૃત્ય શાળા ખોલી.[૨]
શરૂઆતનું જીવન અને પૂર્વભૂમિકા[ફેરફાર કરો]
બિરજુ મહારાજનો જન્મ કથક પ્રતિનિધિ જગન્નાથ મહારાજના ઘરમાં થયો હતો, જગન્નાથ મહારાજને પ્રચલિત રીતે લખનૌ ઘરાનાના અચ્ચન મહારાજ તરીકે ઓળખવામાં આવે છે, જેમણે રાયગઢના રજવાડા રાજ્યમાં રાજ નર્તક તરીકે સેવા આપી હતી.[૩] તેમના કાકાઓ લછુ મહારાજ અને શંભુ મહારાજ અને તેમના પિતા દ્વારા બિરજુએ તાલીમ પ્રાપ્ત કરી હતી.તેમણે સાત વર્ષની ઉંમરે તેમનો પ્રથમ કાર્યક્રમ આપ્યો હતો. 20 મે 1947ના રોજ, તેમના પિતાની મૃત્ય થઇ, ત્યારે બિરજુ મહારાજ નવ વર્ષના હતા .[૪] થોડા વર્ષોની જહેમત બાદ, તેમનો પરિવાર દિલ્હી જતો રહ્યો.
કારકિર્દી[ફેરફાર કરો]
13 વર્ષની ઉંમરે બિરજુ મહારાજે નવી દિલ્હીના સંગીત ભારતીમાં નૃત્યના પ્રકારોને શીખવવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે દિલ્હીના ભારતીય કલા કેન્દ્ર અને કથક કેન્દ્ર (સંગીત નાટક એકાદમીનો એક વિભાગ)માં ભણાવ્યું, જ્યાં તેઓ વિદ્યાશાખાના વડા અને નિયામક હતા, 1988[૫]માં તેમણે નિવૃત્તિ લઇ કલાશ્રમ નામે પોતાની કથક અને ભારતીય લલિતકળાની સંસ્થા શરૂ કરી.
તેમણે શંતરજ કે ખિલાડી નામની સત્યજીત રેની ફિલ્મમાં બે નૃત્ય શ્રેણીઓ માટે સંગીત રચ્યું અને તેને ગાયું છે, અને 2002માં દેવદાસના વૃત્તાન્ત માટે કાહે છેડે મોહે નામના ગીતનું નૃત્ય નિર્દેશન પણ કર્યું છે.
તેમને બે દીકરા અને ત્રણ દીકરીઓ છે, જેમાંથી મમતા મહારાજ, દિપક મહારાજ અને જય કિશન મહારાજ કથક નર્તકો છે. તેમને પૌત્રો પણ છે જેનું નામ ત્રિભુવન મહારાજ છે.
પુરસ્કારો અને સન્માનો[ફેરફાર કરો]
બિરજુ મહારાજે અનેક પદવીઓ પ્રાપ્ત કરી છે જેમાં 1986માં પદ્મ વિભૂષણ, સંગીત નાટક એકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માનનો સમાવેશ થાય છે. તેમને ખૈરાગઢ વિદ્યાપીઠ અને બનારસ હિંદુ યુનિવર્સિટી (વારાણસી) તરફથી માનદ ડોક્ટરેટની પદવી પણ મળી છે.
2002માં તેમને લતા મંગેશકર પુરસ્કાર પણ મળ્યો હતો.
ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]
સંગીત રચના અને નૃત્ય નિર્દેશન
- શતંરજ કે ખિલાડી, 1977
- દિલ તો પાગલ હૈ, 1997
- Gadar: Ek Prem Katha, 2001
- દેવદાસ, 2002
સામાન્ય બાબતો[ફેરફાર કરો]
2007માં આવેલી ફિલ્મ અપના સપના મની મનીમાં તેમના જેવું નકલી પાત્ર સરજુ મહારાજ બનારસવાલે બનાવામાં આવ્યું હતું. આ પાત્ર સંજય મિશ્રાએ ભજવ્યું હતું અને તેના ઢોંગી તરીકે રિતેશ દેશમુખે પાત્ર ભજવ્યું હતું.
આ પણ જોશો[ફેરફાર કરો]
- કથક
- કથક નર્તકોની સૂચિ
- મની માધવા ચકયાર
- અપના સપના મની મની
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ Kaui, Banotsarg-Boghaz (2002). Subodh Kapoor, સંપા. The Indian encyclopaedia: biographical, historical, religious, administrative, ethnological, commercial and scientific. Volume 3. Genesis Publishing. p. 198. ISBN 8177552570. Check date values in:
|year=
(મદદ) - ↑ મૈસી, પી. 29
- ↑ અચ્ચન મહારાજ
- ↑ Buddhiraja, Sunita. "Birju Maharaj - Kathak personified". Deccan Herald. Retrieved 2007-03-25. Check date values in:
|accessdate=
(મદદ)[મૃત કડી] - ↑ Bhattacharya, Santwana. "Birju Maharaj retires". Indian Express. Retrieved 2007-03-25. Check date values in:
|accessdate=
(મદદ)
- Massey, Reginald (1999). India's kathak dance, past present, future. Abhinav Publications. ISBN 8170173744. Check date values in:
|year=
(મદદ)
બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]
- પંડિત બિરજુ મહારાજ (અધિકૃત વેબસાઇટ)
- સર્વોચ્ચ ભારતીય નર્તકોમાં કથક ઉસ્તાદ બિરજુ મહારાજ
વ્યક્તિગત માહિતી | |
---|---|
નામ | |
અન્ય નામો | |
ટુંકમાં વર્ણન | |
જન્મ | |
જન્મ સ્થળ | |
મૃત્યુ | |
મૃત્યુ સ્થળ |
- Articles with dead external links from September 2010
- Wikipedia cleanup
- Pages using Template:Infobox musical artist with unknown parameters
- 1938માં જન્મેલી વ્યક્તિઓ
- જીવિત લોકો
- પદ્મ વિભૂષણ મેળવનારાઓ
- કથક પ્રતિનિધિઓ
- સંગીત નાટક એકાદમી પુરસ્કાર મેળવનારાઓ
- સંગીત નાટક એકાદમી ફેલોશિપ મેળવનારાઓ
- ભારતીય નૃત્ય નિર્દેશકો
- ભારતીય ફિલ્મ નૃત્ય નિર્દેશકો
- લખનૌના લોકો
- નૃત્ય શિક્ષકો
- ભારતીય શાસ્ત્રીય નર્તકો
- ભારતીય શાસ્ત્રીય નૃત્ય નિર્દેશકો
- શાસ્ત્રીય નર્તક