બીના દેવી
બીના દેવી | |
---|---|
બીના દેવી, ૨૦૨૦માં | |
જન્મની વિગત | c. ૧૯૭૭ |
વ્યવસાય | સરપંચ, ઉદ્યોગસાહસિક |
પુરસ્કારો | નારી શક્તિ પુરસ્કાર |
બીના દેવી (જન્મ ૧૯૭૭) એક ભારતીય આગેવાન છે, જેઓ મશરૂમની ખેતી દ્વારા મહિલાઓને બિઝનેસવુમન બનવા માટે પ્રેરણા આપવા માટે જાણીતા બન્યા છે. મશરૂમની ખેતીને લોકપ્રિય બનાવવા બદ્દલ 'મશરૂમ મહિલા' તરીકે ઓળખાતા બીના દેવીએ લોકોનો આદર મેળવ્યો અને અગાળ જઈ તેઓ પાંચ વર્ષ માટે ધૌરી પંચાયત, તેટિયાબંબર બ્લોકના સરપંચ બન્યા. તેમણે ખેડૂતોને મશરૂમ અને જૈવિક ખેતી, વર્મીકમ્પોસ્ટ ઉત્પાદન અને જૈવિક જંતુનાશકો તૈયાર કરવા અંગે તાલીમ આપી છે.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]તેઓ તિલકરી નામના નાના ગામના વતની છે અને તેમનો જન્મ લગભગ ૧૯૭૭માં થયો હતો.[૧] બીના દેવી તેમના પતિ અને તેમના પરિવાર સાથે તિલકરીમાં રહે છે.
કારકિર્દી
[ફેરફાર કરો]તેમણે પોતાના પલંગ નીચે થોડ પ્રમાણમાં મશરૂમ ઉગાડ્યા અને તેનાથી તેમને ખ્યાલ આવ્યો કે આ એક તક છે.[૧]
તેઓ દૂધની ડેરી અને બકરી પાલનમાં રોકાયેલા હતા પરંતુ તેઓ ગ્રામીણ મહિલાઓમાં સ્વ-રોજગારની પ્રેરણા માટે જાણીતા બન્યા. તેમણે મુંગેર જિલ્લામાં પાંચ બ્લોક અને ૧૦૫ પડોશી ગામોમાં મશરૂમ ઉત્પાદનને લોકપ્રિય બનાવ્યું છે. જેને કારણે મશરૂમ ખેતી અપનાવવા થકી ૧૫૦૦ મહિલાઓને ટેકો મળે છે.[૨]
તેઓ ડિજિટલ સાક્ષરતા ફેલાવવામાં કાર્યમાં પણ જોડાયેલા છે અને ટાટા ટ્રસ્ટ દ્વારા પ્રાયોજિત ઝુંબેશ હેઠળ તેમણે ૭૦૦ મહિલાઓને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની તાલીમ આપી છે. તેમણે ૨૫૦૦ ખેડૂતોને એસ. આર. આઈ. પદ્ધતિથી ખેતી કરવા વિશે તાલીમ આપી છે અને સ્વ -સહાય જૂથોની રચનાને ટેકો આપ્યો છે.[૨]
૯ માર્ચ, ૨૦૨૦ ના દિવસે, તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૩]
તેમણે પોતાની મશરૂમની ખેતીનો ઉલ્લેખ કરતા કહ્યું: "આ ખેતીને કારણે મને આદર મળ્યો. હું સરપંચ બની. મારા માટે આનંદની વાત છે કે મને મારા જેવી ઘણી મહિલાઓને તાલીમ આપવાની તક મળી રહી છે."[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Agarwal, Rishika (2020-03-17). "Bihar's daughter, Bina Devi famous as Mushroom Mahila was awarded the Nari Shakti Award". PatnaBeats (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-09.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "Get out, work yourself: Mushroom Mahila message to women". www.outlookindia.com/. મેળવેલ 2021-01-05.
- ↑ Dainik Bhaskar Hindi. "Women's Day 2020: President Kovind awarded Nari Shakti Puraskar to Bina Devi and many women | Women's Day 2020: 103 वर्षीय मान कौर को नारी शक्ति पुरस्कार, 'मशरूम महिला' भी सम्मानित - दैनिक भास्कर हिंदी". bhaskarhindi.com. મેળવેલ 2020-03-12.