ભજીયાં

વિકિપીડિયામાંથી

ભજીયાં એ વિવિધ શાકને ચણાના લોટ (બેસન)ના ખીરામાં લપેટીને બનતું એક તળેલું ફરસાણ છે.આ વાનગી ઝડપથી બની જાય છે માટે કોઈ મહેમાન આવ્યાં હોય ત્યારે ગૃહીણીઓ બજીયાંને તાજા નાસ્તા તરીકે પ્રાધાન્ય આપે છે. ભજીયાંમાં કદની દ્રષ્ટીએ મુખ્ય ભાગ શાક કે ઘટક તત્વનો હોય છે અને ખીરું તેની સપાટીને ઢાંકે છે. આ સિવાય જો ચણાના લોટના ખીરાંમાં અમુક ભાજી આદિને ઉમેરીને લખોટી જેવા ભજીયા બને છે તેને ડબકાં કહે છે.

આ વાનગીને નાસ્તા તરીકે, ભોજનમાં ફરસાણ તરીકે ખવાય છે. વરસતાં વરસાદમાં કાંદા કે અન્ય ભજીયાં ખાવાને એક લહાવો મનાય છે. મુંબઈ જેવા શહેરોમાં વડાપાવની જેમ ભજી-પાવ પણ ખવાય છે.

ખીરું એ ભજીયા નો મહત્વનો ભાગ છે જે ભજીયામાં સ્વાદ આપે છે. ચણાનો લોટ, મીઠું, સાકર(ખાંડ),સૂકું લાલ મરચું, હળદર, સોડા-બાય-કાર્બ અને ગરમ તેલનું મોણ એ ખીરાંના મુખ્ય ઘટક તત્વો હોય છે. સ્વાદ અનુસાર આ ઘટક તત્વો ઓછા વધુ કરી શકાય છે. ખીરામાં પલાળેલા પૌંઆ, ચોખાનો લોટ કે અન્ય પદાર્થો ઉમેરીને ભજીયાને કરકરાં બનાવી શકાય છે.

વિવિધરૂપો[ફેરફાર કરો]

દાબડા, ટામેટા અને મરચાંના ભજીયા સાથે
કાંદાના ભજીયાં
ભજીયાં

રસોઈયાની કલ્પના પ્રમાણે વિવિધ વસ્તુઓના ભજીયા બનાવી શકાય છે. અમુક પ્રચલિત ભજીયાં આ મુજબ છે.

 • બટેટાંના ભજીયાં સંગ્રહિત ૨૦૧૩-૦૩-૨૯ ના રોજ વેબેક મશિન અથવા બટેટાવડાં
 • કાંદાના ભજીયાં
 • રતાળુ ના ભજીયાં
 • કેળાંના ભજીયાં
 • લાલ કોળાના ભજીયાં
 • ફ્લાવરના ભજીયાં
 • રીંગણાના ભજીયાં બેગુની
 • તૂરિયાં અને ગલકાના ભજીયાં
 • સૂરણના ભજીયાં
 • પનીરના ભજીયાં
 • બ્રેડ-પાઉંના ભજીયાં
 • કેરીના ભજીયાં
 • કારેલાંના ભજીયાં
 • અળવીના ભજીયાં
 • પોઈના પાતરાના ભજીયાં
 • અજમાના પાનના ભજીયાં
 • પાલખના ભજીયાં
 • સંભારીયા કેળાના ભજીયાં
 • કારેલાના ખલવાં
 • ભજીયાંની કણી

સંદર્ભ[ફેરફાર કરો]

http://www.easyindianfoodrecipes.info/gujrati-recipe/gujrati-snacks-recipe-bhajiya.html સંગ્રહિત ૨૦૧૩-૦૩-૨૯ ના રોજ વેબેક મશિન