ભાભર (બનાસકાંઠા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભાભર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાનું શહેર અને મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભાભર પર કોળી ઠાકરડાઓનું શાસન રહ્યું હતું અને ઇતિહાસની દ્રષ્ટિએ તે કાંકરેજની નજીક હતું. મૂળભૂત રીતે તેરવાડા જિલ્લામાં રહેલા આ વિસ્તારને ૧૭૪૨માં રાજકીય અંધાધૂંધીનો લાભ લઇને કાંકરેજના રાઠોડ હાથીજીએ ભાભર ગામની સ્થાપના કરી અને તેરવાડાની ઉજ્જડ જમીનનો કબ્જો મેળવ્યો. બ્રિટિશ શાસન સમયે, ગામની જમીન વધુ મોટા શાસન ભાયાતમાં ભેળવવામાં આવી હતી.[૧]

૧૮૨૦માં સંધિ વડે ભાભર બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. ભાભર બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ પાલનપુર એજન્સીમાં હતું,[૨] જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી તે બોમ્બે પ્રેસિડેન્સીમાં આવ્યું. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી તે બનાસકાંઠા જિલ્લાનો ભાગ બન્યું.

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

પુસ્તકો[ફેરફાર કરો]

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. pp. ૩૩૮. Check date values in: |year= (મદદ)
  •  ચિશ્લોમ, હ્યુજ, સંપા. (૧૯૧૧). "Santalpur" . એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Check date values in: |year= (મદદ)


PD-icon.svg આ લેખ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. pp. ૩૨૯-૩૩૧, ૩૫૦-૩૫૧. Check date values in: |year= (મદદ) માંથી હવે પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.