ભીમજી પરીખ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભીમજી પરીખ અથવા ભીમજી પારેખ (૧૬૧૦ - ૧૬૮૦)[૧] એ એક પુષ્ટિમાર્ગી હતા. તેમનો જન્મ ૧૬૧૦માં સુરતમાં થયો હતો. તે આજે મુખ્યત્વે મુંબઈમાં સૌ પ્રથમ ૧૬૭૪-૭૫માં પ્રિન્ટિંગ પ્રેસ લાવનાર તરીકે જાણીતા છે.[૨][૩] ભીમજી આ પ્રેસને જન-કલ્યાણ અર્થે વાપરવા માંગતા હતા. પ્રાચીન ધર્મગ્રંથોને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાનો તેમનો ઉદ્દેશ્ય હતો.[૪]

જીવન[ફેરફાર કરો]

ભીમજી પારેખ તુલસીદાસ પારેખના પુત્ર હતા.[૫] ભીમજી પારેખ ઈસ્ટ ઈંડિયા કંપની માટે દલાલી કરવી, નાણાં ધીરવા, અને છાપખાનું ચલાવવું જેવા વ્યવસાયમાં રોકાયેલા હતા. ઈસ્ટ ઈંડિયા કંપની પ્રતે બજાવેલીએ સેવાઓને કારણે ઈ.સ. ૧૬૮૩માં તેમને ૧૫૦ શીલિંગની કિંમતનો મૅડલ અને સોનાની ચેન આપવામાં આવી હતી.[૬]

ભીમજી પારેખના જીવનની નોંધનીય ઘટના ત્યારે બની જ્યારે સુરતમાં ધર્મ પ્રત્યેની સતામણી અત્યંત વધી અસહ્ય બની ગઈ હતી. તે સમયે તેમણે ઔરંગઝેબ વિરુદ્ધ બહિષ્કારની યોજના ઘડી અને તેનું નેતૃત્વ કર્યું. તેમની આગેવાનીમાં લગભગ ૮૦૦ જેટલા વ્યાપારીઓ સુરત છોડીને ચાલ્યા ગયા. આ બહિષ્કાર સફળ રહ્યો અને ઈ.સ. ૧૬૬૯માં સરકાર દ્વારા ધાર્મિક સહિષ્ણુતાની ધરપત અપાયા પછી તેઓ સુરત પાછા ફર્યા.[૭] ત્યાર પછીના અમુક વર્ષોમાં જ સેંકડો વાણિયાઓની સુરતથી મુંબઈ હિજરત કરાવવામાં તેમણે કેન્દ્રીય ભૂમિકા ભજવી.[૮]

તેમના પૌત્રએ જૈન કન્યા સાથે લગ્ન કર્યા હતા.[૯] ત્યારબાદ પારેખના કુટુંબે જૈન ધર્મ અંગીકાર કર્યો. ઈ.સ. ૧૬૮૬માં પારેખ મૃત્યુ પામ્યા. ત્યારે તેઓને બે સગીર વયના પુત્રો હતા - વનમાળીદાસ અને શંકરદાસ. આગળ જતા તેમણે સુરતમાં વ્યાપાર ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી.[૧૦]

છાપખાનું[ફેરફાર કરો]

ઈ.સ. ૧૬૭૪-૭૫ દરમ્યાન મુંબઈ ટાપુ પર સૌ પ્રથમ પ્રિંટિંગ પ્રેસ લાવવામાં આવી. ઈ.સ. ૧૯૪૨માં ઑલ ઈંડિયા લાયબ્રેરી કોન્ફરેન્સના પાંચમાં અધ્યાયમાંકનૈયાલાલ મુનશીએ દાવો કર્યો હતો કે શિવાજીએ આ પ્રેસ ભીમજી પારેખને વેચી હતી.[૧૧] અલબત્ તેમના આ દાવાને સમર્થન આપી શકે તેવા કોઈ પુરાવા મળ્યા નથી. ભીમજી પારેખ અને ઈસ્ટ ઈંડિયા કંપની વચ્ચેના પત્ર વ્યવહાર પરથી જણાઈ આવે છે કે ભીમજી પારેખે જાતે જ પ્રિંટિંગ પ્રેસ વિદેશથી  આયાત કરાવી હતી. આ પત્ર સુરતથી ૯ જાન્યુઆરી ૧૬૭૦ના દિવસે ઈસ્ટ ઈંડિયા કંપનીને લખાયો હતો.[૧૨] તેની વિગત:

"ભીમજી પારેખ આપને નર્મ વિનમ્તિ કરે છે કે આપ એક સ્ક્ષમ પ્રિંટર મુંબઈ મોકલાવશો, કારણકે તેઓ અમુક પ્રાચીન ભાહ્મણ લીપીનોને છાપવાને જિજ્ઞાસુ અને આતુર છે. આ પ્રિંટરના ચાલકને માટે તેઓ ત્રણ વર્ષ સુધી દર વર્ષના £.૫૦ તથા ઓજારો આદિનો ખર્ચ પણ ભોગવશે... "[૧૩]

૩ એપ્રિલ ૧૬૭૪ના દિવસે લંડન થી સુરત લખાયેલા એક પત્રમાં  જણાવાયું છે કે:

"અમે શ્રી હેન્રી હીલ્સને £.૫૦ પાઉન્ડના વાર્ષિક પગારે મુંબઈ મુકામ માટે નોકરીએ લીધા છે અને અક્ષરો અને સાથે પ્રીંટીંગના ઓજારો આદિ સાથે યોગ્ય ગુણવત્તાના કાગળો પણ તેમની સાથે મોકલવાની વ્યવસ્થા કરી છે... આ બધાનો ખર્ચ શ્રી ભીમજી પાસેથી લેવાનો છે."[૧૪]

૧૬૭૦ના પત્રમાં શ્રી ભીમજીએ ઈસ્ટ ઈંડિયા કંપનીને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ "પ્રાચીન બ્રાહ્મણ પાંડુલીપી" છાપવા માંગે છે. બીજા અન્ય કારણો સહિત કંપનીએ તેમની વિનંતિ એવા પણ એક કારણ થકી માન્ય કરી કે તે પ્રેસ થકી ખ્રિસ્તી ધર્મના ફેલાવામાં પણ મદદ મળશે:

"અમે એ ગર્વથી સાંભળીશું કે ભીમજીના છપાઈના કાર્યો થકી સિદ્ધ થશે અને તે આપના ધર્મના ફેલાવામાં મદદ કરશે અને તેથી આત્માઓ અને આયસ્કાતો જીતી શકાશે."[૧૫]

વચન આપ્યા પ્રમાણે છપાઈ વિશારદ હેન્રી હીલ્સ આવી પહોંચ્યા. પણ તેમને ભારતીય અક્ષરોના બીબા બનાવતા આવડતા ન હતા. આથી ભીમજીભાઈએ ૨૩ જાન્યુઆરી ૧૬૭૬માં કંપનીને બીબા બનાવનારની માંગણી કરી:

"પ્રિંટિંગમાં ભીમજી પરીખ દ્વારા અપેક્ષિત સફળતા હજી મળી નથી.... ભીમજી પટેલના નોકરો દ્વારા વાણિયાઓની ભાષામાં અમુક લેખન છાપવામાં આવ્યું છે તે દેખાવે સારું અને વાંચી શકાય એવા છે અને તેને જોતા લાગે છે કે છપાઈનું કામ સફળતા પૂર્વક કરી શકાશે. પરંતુ આ લોકોનો વધુ સારા દેખાવ માટેનો આગ્રહ અને છપાઈની જટીલતા અને અપાતો ખર્ચ બહુ હતાશા પ્રેરે છે, આથી આપ નામદાર એક ધાતુ ગાળી બીબા કરનાર ભીમજી ભાઈને ખર્ચે મોકલશો ઘણો ઉપકાર અને સન્માન થશે..."[૧૬]

૧૫ માર્ચ ૧૬૭૭ ના એક પત્રમાં કંપનીએ જણાવ્યું કે:

"અમને લાગે છે કે પ્રિંટિંગના કાર્ય પર અસર પડશે, જો કોઈ અક્ષરના બીબા ઢાળનાર મળ્યો તો આવતી આગબોટમાં તેને મોકલીશું."[૧૭]

આ બીબા બનાવનાર ન જ આવ્યો.

ભારતીય ભાષામાં સાહિત્ય છાપવાની મહત્વકાંક્ષા અસફળ રહી. તેમની પ્રેસમાં અમુક અંગ્રેજી સાહિત્ય છપાયું ખરું. એમ માની શકાય છે કે અમુક બીબા પ્રેસના મશીન સાથે આવ્યા હશે. પ્રીઓલકર આ વાતને બે દસ્તાવેજ દ્વારા બતાવે છે કે તે સમયે મુંબઈ ઈલાકામાં છપાઈ કામ ઉપલબ્ધ હતું.

ધ ગેઝેટીયર ઑફ બોમ્બે સીટી એન્ડ આઈલૅન્ડમાં જનરલ ઑઙીયર દ્વારા લાવવામાં આવેલા નવા સર્જનો:

"અન્ય નવી વસ્તુઓ લવાઈ તેમાં હતું ટંકશાળની સ્થાપના,... છાપખાનાની શરૂઆત, ઘરોના બાંધકામ. ..."[૧૮]

ઈ.સ. ૧૬૨૮ અને ૧૭૨૩ને વચમાં ધંધાર્થે ભારત આવેલા કેપ્ટન એકલ્ઝાંડર હેમિલ્ટને જણાવ્યું હતું કે તેઓ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે તેમણે અમુક છપાયેલા કાગળો જોયાં હતાં:

"...તેમની ફરિયાદો વિષેના લેખનો મેં છપાયેલી કૉપીમાં જોયાં હતાં, તે ૩૫ લેખોમાં આ મુજબ હતા..."

નોંધ અને સંદર્ભો[ફેરફાર કરો]

 1. B.G Gokhale, Surat In The Seventeenth Century: A Study in Urban History of pre-modern India, Indian Edition (Bombay: Popular Prakashan Pvt Ltd, 1979), p. 122
 2. "17th Century History of Mumbai: Mumbai/Bombay pages". TIFR. મૂળ સંગ્રહિત થી ૭ ઓક્ટોબર ૨૦૦૮ પર સંગ્રહિત. Retrieved ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 3. AK Priolkar, The Printing Press in India: Its Beginnings and Early Development, (Mumbai: Marathi Samsodhana Mandala, 1958), p. 32
 4. In a letter by Bhimji to the East India Company. Quoted in Priolkar, The Printing Press in India, p. 30.
 5. Tulsidas Parekh was “a faithful and industrious servant of the Honorable company”. See Gokhale, Surat In The Seventeenth Century, idk 121.
 6. Makrand Mehta, Indian Merchants and Entrepreneurs in Historical Perspective, (Delhi: Academic Foundation, 1991), p. 84. However, Gokhale claims the gold chain was worth £150. This is hardly believable. See Gokhale, Surat In The Seventeenth Century, p. 121
 7. Gokhale, Surat In The Seventeenth Century, p. 48.
 8. For an account of the protest, and the eventual migration of hundreds of hindu businessmen from Surat to Bombay, see: Mehta, Indian Merchants and Entrepreneurs in Historical Perspective, pp 78-83. Apart from a printing error, which would suggest that Parekh lived to be over 80 years old, this account appears to be accurate.
 9. Mehboob Desai, Bhimji Parekh, (Divy Bhasakar New Papaer, Gujarati, Ahmedabad) p.4,
 10. Gokhale, Surat In The Seventeenth Century, p. 85
 11. quoted in Priolkar, The Printing Press in India, p. 29
 12. Priolkar, The Printing Press in India, pp. 30-32
 13. quoted in Priolkar, The Printing Press in India, p. 30
 14. Priolkar, The Printing Press in India, p. 30-1
 15. Priolkar, The Printing Press in India, p. 31
 16. Priolkar, The Printing Press in India, pp. 31-32. Against the Englishman’s apparent lack of training, Gokhale contests that the “Englishman refused to impart his skill to Indians.” Gokhale, however, does not cite any sources to substantiate his opinion. See Gokhale, Surat In The Seventeenth Century, pp. 121, 145.
 17. Priolkar, The Printing Press in India, p. 32
 18. Quoted in Priolkar, The Printing Press in India, p. 33