મકરંદ મહેતા
Appearance
મકરંદ મહેતા (જન્મ ૨૫ મે ૧૯૩૧) એ ગુજરાત, ભારતના એક સામાજિક અને આર્થિક ઇતિહાસકાર છે.
જીવનચરિત્ર
[ફેરફાર કરો]મકરંદ મહેતાનો જન્મ ૨૫ મે ૧૯૩૧ ના રોજ અમદાવાદમાં એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[૧]
તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પેન્સિલ્વેનીયા યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.[૨]
નિવૃત્તિ પહેલાં તેમણે ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઑફ સાયન્સિસમાં ઇતિહાસ વિભાગનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદ, ગુજરાત વિદ્યાસભા અને દર્શક ઇતિહાસ નિધિ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.[૨]
કારકિર્દી
[ફેરફાર કરો]મહેતાએ અંગ્રેજી અને ગુજરાતીમાં ૨૦થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમણે સામાજિક અને આર્થિક ઇતિહાસ પર પણ ઘણાં શોધપત્રો પ્રકાશિત કર્યા છે.[૨]
તેમની મહત્ત્વની કૃતિઓ છે: [૨]
- અમદાવાદ કોટન ટેક્સટાઇલ ઉદ્યોગ : જિનેસિસ અને ગ્રોથ
- અર્બનાઇઝેશન : અ હિસ્ટોરીકલ પરસ્પેક્ટીવ
- બિઝનેસ હાઉસીસ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા : અ સ્ટડી ઇન્ એન્ટરપ્રેન્યુરિયલ રેસ્પોન્સ ૧૮૫૦-૧૯૫૬ (સહ લેખક)
- રીજીયોનલ રૂટ્સ ઑફ ઇન્ડિયન નેશનાલીઝમ
- મરચન્ટ્સ એન્ડ પોર્ટસ
- ઇન્ડિયન મરચન્ટ્સ એન્ડ એન્ટરપ્રેન્યુર્સ ઇન હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ : વીથ સ્પેશ્યલ રેફરન્સ ટુ શ્રોફ્સ ઑફ ગુજરાત, (૧૭ ટુ ૧૯ સેન્ચ્યુરીઝ)
- મરચન્ટ્સ એન્ડ પોર્ટ્સ ઓફ ગુજરાત
- હિસ્ટરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ્ એન્ડ કસ્ટમ્સ ડ્યુટીઝ ઇન ગુજરાત
- ગુજરાતનો રજવાડી વારસો (ગુજરાતી)
- ગુજરાત અને દરિયો (ગુજરાતી)
- કસ્તુરભાઇ લાલભાઇ (ગુજરાતી)
- ગુજરાતના ઘડવૈયા: સ્વવિકાસની પ્રાયોગશાળા (ગુજરાતી)
- ઇતિહાસ, સમાજ એ સાહિત્ય ગુજરાત (ગુજરાતી)
- હિન્દુ વર્ણવાવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો (ગુજરાતી)
અંગત જીવન
[ફેરફાર કરો]તેમણે ઈતિહાસકાર શિરીન મહેતા સાથે લગ્ન કરેલ છે.[૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Shukla, Jaykumar R. (2013). Arvācīna Itihāsakāro ane Temanuṃ Itihāsalekhana અર્વાચીન ઇતિહાસકારો અને તેમનુ ઇતિહાસલેખન. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ 151–155. ISBN 9788184809558.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Historian Makrand Mehta felicitated". The Times of India. 2011-07-05. મેળવેલ 2019-10-18.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મકરંદ મહેતાનું સર્જન ગુગલ બુક્સ પર