નાગર બ્રાહ્મણો
નાગર બ્રાહ્મણો | |||
---|---|---|---|
| |||
ધર્મો | હિંદુત્વ | ||
ભાષાઓ | ગુજરાતી, હિન્દી, અંગ્રેજી | ||
દેશ | ભારત | ||
વસ્તીવાળા રાજ્યો | ગુજરાત, રાજસ્થાન | ||
પ્રદેશ | ઉત્તર પશ્ચિમ ભારત | ||
વંશ | ભારતીય |
નાગર બ્રાહ્મણ ભારતની એક હિન્દુ જ્ઞાતિ છે. તેઓ મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં જોવા મળે છે, પરંતુ તેઓ ભારતના અન્ય ભાગો જેમકે પશ્ચિમે રાજસ્થાન, મહારાષ્ટ્ર; ઉત્તરે ઉત્તર પ્રદેશ અને મધ્યમાં મધ્યપ્રદેશ, અને દક્ષિણે કર્ણાટકમાં અને પૂર્વમાં પશ્ચિમ બંગાળમાં તેઓ સ્થળાંતરીત થયાનો ઇતિહાસ છે.
નાગરો ભારતમાં દક્ષિણ યુરોપ કે ઉત્તર એશિયામાંથી આવીને દેશના વિવિધ પ્રદેશોમાં સ્થાયી થયા એવી માન્યતા પ્રવર્તે છે, નાગરો ગુજરાત રાજ્યમાં ત્રીજી સદીમાં આવી વસ્યાના પુરાવાઓ મળે છે. વિશળદેવ ચૌહાણે ઈ. સ. ૧૦૨૦ થી ૧૦૫૦ના અરસામાં વીસનગરની સ્થાપના કરી ત્યારે તેણે યજ્ઞમાં નાગર બ્રાહ્મણોને તેડાવ્યા હતા.[૧]
ઉત્તર ભારતમાં, વ્યાસ બ્રાહ્મણ સમુદાયમાં નાગર બ્રાહ્મણો અને ગુજરાતના બે અન્ય બ્રાહ્મણ જૂથોનો સમાવેશ થાય છે: ઔદિચ્ય બ્રાહ્મણો અને બરડાઈ બ્રાહ્મણો. નાગર જ્ઞાતિ વડનગરા, વીસનગરા, સાઠોદરા, કૃષ્ણોરા, ચિત્રોડા અને પ્રશ્નોરા એમ છ વર્ગોમાં વિભાજીત થયેલી છે.[૧] નાગરોએ ધર્મશાસ્ત્રાભ્યાસ અને ધાર્મિક ક્રિયાકાંડમાં ભાગ ન લઈ, તેઓ રાજ્યતંત્રમાં પ્રવેશી મુત્સદીમંત્રીઓ, મહારથીઓ, કવિઓ, અમાત્યો, સાંધિવિગ્રહિકો અને રાજપુરોહિતો જેવા ઊંચા પદો પર બિરાજમાન થયા.[૧]
સમુદાયના એક નોંધપાત્ર સભ્ય હંસા જીવરાજ મહેતા શિક્ષણશાસ્ત્રી હતા, જેમણે ૧૯૨૦ ના દાયકામાં ડૉ. જીવરાજ મહેતા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા જેના પગલે પડેલા પ્રત્યાઘાતોને ઇતિહાસકાર જોન આર. વુડ સમાજમાં "હળવા આંચકા" તરીકે વર્ણવે છે. તેમના પતિ જ્ઞાતિએ વાણીયા હતા.[૨]
ઘણા નાગરો ધર્માંતર પામ્યા અને નાગર મુસ્લિમ બન્યા.