મલિક આલમની મસ્જીદ

વિકિપીડિયામાંથી
મલિક આલમની મસ્જીદ
મલિક આલમની મસ્જીદ, ૧૮૬૬
મલિક આલમની મસ્જીદ, ૧૮૬૬
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રીય
સ્થાન
સ્થાનશાહ આલમ ક્ષેત્ર, અમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
મલિક આલમની મસ્જીદ is located in ગુજરાત
મલિક આલમની મસ્જીદ
ગુજરાતમાં સ્થાન, ભારત
અક્ષાંશ-રેખાંશ23°00′03″N 72°35′13″E / 23.0008954°N 72.5869734°E / 23.0008954; 72.5869734
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમશીદ અને મકબરો
સ્થાપત્ય શૈલીભારતીય-ઇસ્લામી વાસ્તુ
આર્થિક સહાયમલિક આલમ બિન કબીર
પૂર્ણ તારીખ૧૪૨૨
લાક્ષણિકતાઓ
ગુંબજો
મિનારાઓ૨ (ધ્વસ્ત)

મલિક આલમની મસ્જીદ, અથવા પીર કલામની મસ્જિદ[૧] ભારત અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં આવેલી એક મધ્યયુગીન મસ્જિદ છે.

૧૮૫૫નું મસ્જીદનું છાયાચિત્ર

ઇતિહાસ અને સ્થાપત્ય[ફેરફાર કરો]

મલિક આલમની મસ્જિદ ૧૪૨૨ માં સુલતાન અહમદશાહ પ્રથમના જમાઇ, મલિક આલમ બિન કબીર, વાઝિર-ઉલ-મામલિક દ્વારા બંધાવવામાં આવી હતી. અમદાવાદની અગાઉની ઈમારતોની તુલનામાં, આ મસ્જીદ ઇસ્લામિક મીનારાના પાયામાં હિન્દુ કોતરણી ધરાવતા માળખા અને અલંકરણોને સ્થાપિત કરવામાં વધુ કુશળતા દર્શાવે છે.[૨] [૩]

જેમ્સ બર્ગેસે ૧૯૦૦ માં પશ્ચિમ ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ ૭માં લખ્યું હતું:

એ દેખાઈ આવશે કે [મસ્જીદ] પાંચ ગુંબજ ધરાવે છે અને છતને ૭૨ થાંભલાઓ દ્વારા આધાર મળે છે (દરેક બાજુના અગ્રભાગના બાજુએ આવેલા આવેલા સ્તંભો સહિત)આ સાથે અન્ય ૪૪ સ્તંભો પણ આધાર આપે છે. આંતરિક પરિમાણો ૧૧૨ ફુટ ૭ ઇંચ X ૩૧ ફુટ ૮ ઇંચ છે. આગળ અને પાછળની દીવાલો ૩ ફુટ ૩ ઇંચ જાડી છે, સામેના ભાગમાં તે દીવાલ ૫ ફૂટ ૧૧ ઇંચની છે ... કેન્દ્રીય ગુંબજ નોંધપાત્ર રીતે ઊંચો છે, મધ્યમાં માત્ર એક મોટી ધારદાર કમાન છે તથા મીનારાની દરેક બાજુએ પણ કમાન છે, પાછળની દિવાલમાં પાંચ આરસના મેહરાબ છે, બે-બે દીવાલના છેવાડે છે જે ખુલ્લા મેદાનમાં ખુલે છે અને એક મધ્યમાં છે જે ખૂબ મોટી છે. જ્યારે મીનારાનો ઉપરનો ભાગ નીચે પાડવામાં આવ્યો ત્યારે અગ્રભાગના સ્તરથી ઉપરના મીનારાઓના ભાગ ધ્રુજી ઉઠ્યા હતા, વચ્ચે ઉભેલા ચાર સ્તંભો પર એક નાના છત્ર સહિતના અસુરક્ષિત ભાગોને સાર્વજનિક બાંધકામ વિભાગે ૧૮૮૨માં નીચે પાડી દીધા હતા.[૪]

૧૮૧૯ ના કચ્છના રણના ભુકંપમાં બંને મીનારાને નુકસાન થયું હતું. મસ્જિદ અતિક્રમણ અને ગેરકાયદેસર બાંધકામ નો ભોગ બની છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "PEARLS OF PAST: Need Some Elbow Room". The Times of India. 25 November 2011. મૂળ માંથી 13 ડિસેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2014.
  2. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 285–286.  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
  3. T. V. Rama Rao; G. D. Binani (1954). India at a glance: a comprehensive reference book on India. Orient Longmans. પૃષ્ઠ 754.
  4. James Burgess (1900). Archaeological Survey of Western India. VII. Government Central Press. મૂળ માંથી 2020-02-17 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-30.